Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 59:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેમની જાળો વસ્ત્ર તરીકે કામમાં આવશે નહિ, ને પોતાની કરણીઓથી તેઓ પોતાનું આચ્છાદન કરશે નહિ; તેમની કરણીઓ અન્યાયી છે, ને તેમના હાથોથી બલાત્કારનાં કામ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 કરોળિયાએ વણેલી જાળો કંઈ પહેરવાના કામમાં આવતી નથી. એ જ રીતે તેમનાં કામ તેમને ઢાંકી શકવાનાં નથી; તેમનાં કામ તો અન્યાયી છે અને તેમના હાથ જોરજુલમથી ભરેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓની જાળો વસ્ત્ર તરીકે કામમાં આવશે નહિ કે પોતાની કરણીઓથી તેઓ પોતાનું આચ્છાદન કરી શકશે નહિ. તેઓની કરણીઓ પાપના કામ છે અને તેમના હાથોથી હિંસાના કાર્યો થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેમનાં જાળાં કઇં વસ્ત્ર તરીકે કામ આવવાનાં નથી, કોઇ તેને પહેરી શકવાનું નથી. તેમનાં કર્મો કુકર્મો છે અને તેમના હાથ હિંસા આચરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 59:6
31 Iomraidhean Croise  

પણ ઈશ્વર સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી.


રુદન કરી કરીને મારું મોં લાલચોળ થઈ ગયું છે, અને મારાં પોપચાં પર મોતની છાયા [છવાયેલી] છે.


તેની વચ્ચે ભૂંડાઈ છે; જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી.


ના, તમે મનમાં ભૂંડાઈ યોજો છો; પૃથ્વી પર તમે તમારા હાથથી જુલમ તોળી આપો છો


યહોવાએ કહેલું છે, “અફસોસ છે બળવાખોર આગેવાનોને! તેઓ યોજના કરે છે, પણ મારી નહિ; તેઓ પાપ પર પાપ ઉમેરવા માટે પેયાર્પણ રેડે છે, પણ તે મારા આત્માને અનુસરીને નહિ;


કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના [ઈશ્વર] યહોવાની દ્રાક્ષાવાડી છે, ને યહૂદિયાના લોકો તેના મનોરંજક રોપ જેવા છે. યહોવા ઇનસાફની આશા રાખતા હતા, પણ ત્યાં જુઓ, રક્તપાત છે; નેકીની [આશા રાખતા હતા] , પણ ત્યાં જુઓ, વિલાપ છે.


હું તારું ધર્મિષ્ઠપણું [કેવું છે તે] ઉઘાડું કરીશ; તારાં કામોથી તને કંઈ લાભ થશે નહિ.


જુઓ તમે ઝઘડા તથા કંકાસને માટે, ને દુષ્ટતાની મુક્કી મારવા માટે ઉપવાસ કરો છો; તમારાઈ વાણી આકાશમાં સંભળાય એ માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી.


અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ, અમારાં સર્વ સારાં કાર્યો મેલા લૂગડાના જેવાં છે, અમે સર્વ પાંદડાની જેમ સુકાઈ જઈએ છીએ, અને અમારા અપરાધો વાયુની જેમ અમને ઉડાવી દે છે.


જેમ ઝરો પોતાનું પાણી વહેવડાવે છે, તેમ તે પોતાની દુષ્ટતા વહેવડાવે છે! તેનામાં જુલમ તથા લૂંટફાટનો અવાજ સંભળાય છે; વેદના તથા જખમ મારી નજર આગળ નિત્ય થાય છે.


દીન અને લાચારને નાહક રંજાડ્યા હોય, જોરજુલમ કરીને લૂંટ કરી હોય, ગીરો મૂકેલી વસ્તુ પાછી આપી નહિ હોય, ને મૂર્તિઓ તરફ નજર કરી હોય, ધિક્કારપાત્ર કૃત્યો કર્યા હોય,


જોરજુલમ વધીને દુષ્ટતાની ડાળી જેવો થયો છે! તેઓમાંનું ને લોકોના સમુદાયમાંનું કોઈ, તથા તેના દ્રવ્યમાંથી કંઈ પણ વિલાપ કરવામાં આવશે નહિ.


સાંકળો તૈયાર કરો, કેમ કે દેશ ખૂનના દોષથી, ને નગર જોરજુલમથી ભરપૂર છે.


ત્યારે તેમણે મને કહ્યું, “ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોની દુષ્ટતા અતિશય ભારે છે, ને દેશ ખૂનરેજીથી ને નગર અન્યાયથી ભરપૂર છે; કેમ કે તેઓ કહે છે, “યહોવાએ દેશને તજી દીધો છે, ને યહોવા દેશને જોતા નથી.


જેઓ જોરજુલમ ને લૂંટ [થી મેળવેલું દ્રવ્ય] પોતાના મહેલોમાં સંઘરી રાખે છે, તેઓને ન્યાયથી વર્તવાની ખબર નથી, ” એવું યહોવા કહે છે.


તમે માઠા દિવસને દૂર રાખવા માગો છો, ને જોરજુલમ કરવાને આતુર છો.


પણ થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ ઊઠ્યા છે; લડાઈથી કંટાળનારાઓની જેમ જેઓ


કેમ કે તેના શ્રીમંતો બહુ જોરજુલમ કરનારા છે. તેના રહેવાસીઓ જૂઠું બોલનારા છે, ને તેમનાં મોંમાં કપટી જીભ છે.


જેઓ ઉંબરાઓ કૂદી જઈને જોરજુલમથી અને ઠગાઈથી પોતાના ધણીનું ઘર ભરે છે તે સર્વને હું તે દિવસે શિક્ષા કરીશ.”


એ બંડખોર તથા ભ્રષ્ટ થયેલી જુલમી નગરીને અફસોસ!


કેમ કે “ [તમારો] પત્ની ત્યાગ હું ધિક્કારું છું, ” એવું ઈઝરાયલના ઈશ્વર યહોવા કહે છે. અને સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “પોતાની પત્ની પર જુલમ કરનારને પણ હું [ધિક્કારું છું].” એ માટે તમારા મન વિષે સાવધાન રહીને કપટથી ન વર્તો.


Lean sinn:

Sanasan


Sanasan