Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 59:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પ્રભુએ બખતર તરીકે ન્યાયીપણું સજ્યું, ને ટોપ તરીકે માથા પર તારણ રાખ્યું; પોશાક તરીકે તેમણે પ્રતિકારરૂપી વસ્ત્ર પહેર્યાં, ને ઝભ્ભા તરીકે ઉત્કંઠા ઓઢી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તેમણે ન્યાયને બખ્તર તરીકે પહેર્યો અને શિરે વિજયનો ટોપ પહેર્યો. તેમણે પ્રતિકારરૂપી પોષાક પહેર્યો અને આવેશરૂપી ઝભ્ભો ઓઢયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેમણે ન્યાયીપણાનું બખતર અને માથા પર તારણનો ટોપ ધારણ કર્યો છે. તેમણે વેરનાં વસ્ત્રો પહેરી લીધાં છે અને ઉમંગનું આવરણ ઓઢ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તે મુકિતનું બખતર ચઢાવશે અને માથે વિજયનો ટોપ ધારણ કરશે, વેરના વાઘા પહેરશે અને ઉપર ક્રોધનો ઝભ્ભો ઓઢશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 59:17
24 Iomraidhean Croise  

મેં ન્યાયીપણું ધારણ કર્યું હતું, ને તેણે મને ધારણ કર્યો હતો. મારો ન્યાય મારે માટે જામા તથા પાઘડી જેવો હતો.


કેમ કે તમારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ ગયો છે; અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.


હે બદલો વાળનાર ઈશ્વર, યહોવા, હે બદલો વાળનાર ઈશ્વર, પોતાને પ્રકાશવાન બતાવો.


ન્યાયીપણું તેનો કમરપટો, ને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે.


હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે, તોપણ તેઓ જોતાં નથી; પરંતુ તેઓ [તમારા] લોકો વિષે તમારી આતુરતા જોઈને શરમાશે; તમારા વૈરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને નષ્ટ કરશે.


યરુશાલેમમાંથી તથા સિયોન પર્વતમાંથી બચેલા લોકો નીકળી આવશે; સૈન્યોના યહોવાની આતુરતાથી તે થશે.


યહોવા વીરની જેમ બહાર આવશે; યોદ્ધાની જેમ તે આવેશને પ્રદીપ્ત કરશે; તે મોટેથી પોકારશે, વળી તે રણનાદ કરશે; તે પોતાના વૈરીઓને પોતાનું પરાક્રમ બતાવશે.


રે યહોવાના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યથી વેષ્ટિત થા; પૂર્વકાળની જેમ, અને પુરાતન કાળની પેઢીઓમાં થયું, તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?


આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ; તમારી આતુરતા તથા તમારાં મહાન કાર્યો કયાં છે? તમારા હ્રદયની લાગણી, તથા મારા પરની દયા સંકુચિત થઈ છે શું?


તારા પોશાક પર રતાશ કેમ આવી છે? અને તારાં વસ્ત્ર દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષા ખૂંદનારનાં વસ્ત્ર જેવાં કેમ થયાં છે?


મેં એકલાએ દ્રાક્ષાકુંડ ખૂંદ્યો છે; અને લોકોમાંથી કોઈ માણસ મારી સાથે નહોતો, વળી મેં મારા રોષમાં તેઓને ખૂંદ્યા, ને મારા કોપથી તેઓને છૂંદી નાખ્યા! તેઓનું લોહી મારાં વસ્ત્ર પર છંટાયું છે, ને મારા તમામ પોશાક પર મેં ડાઘ પાડયા છે.


દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના [ઈશ્વર] યહોવાની ઉત્કંઠાથી આ થશે.


એવી રીતે મારો કોપ પૂરો થશે, ને તેમના પરનો મારો ક્રોધ હું સમાપ્ત કરીશ, ત્યારે મને નિરાંત વળશે; અને મારો કોપ હું તેમના પર પૂરો કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા મારા આવેશમાં બોલ્યો છું.


માટે મારી સાથે વાત કરનાર દૂતે મને કહ્યું, “તું એમ પોકાર કે, સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘યરુશાલેમ તથા સિયોણે માટે મને અતિશય લાગણી થાય છે.


તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, “તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે.”


સત્યના વચનથી, ઈશ્વરના પરાક્રમથી; જમણે હાથે તથા ડાબે હાથે ન્યાયનાં હથિયારો વડે,


માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયીપણાનું બખતર પહેરીને


વળી, ઉદ્ધારનો ટોપ [પહેરો] , તથા આત્માની તરવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો.


પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર, અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.


તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.


કેમ કે “બદલો લેવો એ મારું [કામ] છે, હું વાળી આપીશ, ” અને ફરી પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે’ એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ.


પછી મેં આકાશ ઊઘડેલું જોયું, તો જુઓ, એક શ્વેત ઘોડો, અને તેના પર એક જણ બેઠેલા છે, તેમનું નામ ‘વિશ્વાસુ તથા સાચા’ છે; તે પ્રામાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan