યશાયા 59:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 આંધળાની જેમ ભીંતને હાથ અડકાડી અડકાડીને શોધીએ છીએ, હા, જેને આંખ નથી તેની જેમ હાથ અડકાડીએ છીએ; જાણે ઝળઝળિયું હોત તેમ ખરે બપોરે ઠોકર ખાઈએ છીએ; મુડદાં જેવા અંધકારમય સ્થાનમાં છીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 આંધળાની જેમ ભીંતે હાથ દઈને ફંફોસીએ છીએ. સાંજનો સમય હોય તેમ ભરબપોરે ઠોકર ખાઈએ છીએ. ખડતલ માણસોની વચમાં અમે મૃત:પ્રાય અને માયકાંગલા જેવા છીએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 કોઈ જોઈ ન શકે તેમ, અમે અંધની જેમ ભીંતને હાથ લગાવીને શોધીએ છીએ. અંધારી રાત્રિની જેમ અમે બપોરે ઠોકર ખાઈએ છીએ; બળવાનની મધ્યે અમે મૃત જેવા છીએ. Faic an caibideilપવિત્ર બાઈબલ10 આપણે અંધજનની જેમ ભીંતે હાથ દઇને ફાંફા મારીએ છીએ, આપણે ભરબપોરે જાણે અંધારી રાત્રિ હોય એમ ઠોકર ખાઇએ છીએ; જાણે આપણે ભટકતાં મૃત લોકો ના હોઇએ! Faic an caibideil |