Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 58:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે, ને તારું આરોગ્ય જલદી થશે. તારું ન્યાયીપણું તારી આગળ ચાલશે, અને યહોવાનું ગૌરવ તારો પીઠરક્ષક થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ત્યારે તો ઊગતા સવારની જેમ તારું અજવાળું ઝળહળી ઊઠશે અને તને સત્વરે સાજાપણું મળશે. તારો ઉદ્ધારર્ક્તા તારો અગ્રેસર થશે અને મારી ગૌરવી સમક્ષતા તારો પીઠરક્ષક બનશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે અને તારું આરોગ્ય જલદી થશે; તારું ન્યાયીપણું તારી આગળ ચાલશે અને યહોવાહનું ગૌરવ તારો પીઠરક્ષક થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જો તમે આ બાબતોનો અમલ કરશો, તો દેવ પોતાનો મહિમાવંત પ્રકાશ તમારા પર પાડશે; અને તમારા ઘા જલદી રૂઝાઇ જશે; તમારો સદાચાર તમને આગળ દોરી જશે અને યહોવાનો મહિમા તમને અનુસરશે. અને તમારી પાછળ યહોવાનો મહિમા પણ આવતો હશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 58:8
27 Iomraidhean Croise  

[તારી] જિંદગી બપોર કરતાં તેજસ્વી થશે; અંધકાર હશે તો પણ તે પ્રભાતના જેવી થશે.


યથાર્થીને માટે અંધારામાં અજવાળું પ્રગટ થાય છે. તે કૃપાળુ, રહેમી તથા ન્યાયી છે.


તે તારા ન્યાયીપણાને અજવાળાની જેમ, અને તારા ન્યાયને બપોરની જેમ તેજસ્વી કરશે.


ન્યાયીપણું તેમની આગળ ચાલશે; અને તેમનાં પગલાંને આપણે માટે માર્ગરૂપ કરશે.


ન્યાયીઓને માટે અજવાળું, તથા હ્રદયના યથાર્થીઓને માટે આનંદ વાવવામાં આવ્યાં છે.


અને ઈશ્વરનો જે દૂત ઇઝરાયલના સૈન્યની આગળ ચાલતો હતો, તે ત્યાંથી ખસીને તેમની પાછળ ગયો; અને મેઘસ્તંભ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો.


દયાળુ માણસ પોતાના આત્માનું હિત કરે છે; પણ ઘાતકી માણસ પોતાના દેહને દુ:ખમાં નાખે છે.


ઉદાર જીભ પુષ્ટ થશે; અને પાણી પાનાર પોતે પણ પીશે.


પણ સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહન થતાં સુધી વધતો ને વધતો જાય છે.


દરવાજાઓને ઉઘાડો કે, સત્યનું પાલન કરનારી ન્યાયી પ્રજા તેમાં પેસે.


ચંદ્રનું અજવાળું સૂર્યના અજવાળા સરખું થશે, ને સૂર્યનું અજવાળું સાતગણું, સાત દિવસના અજવાળા સમાન થશે. યહોવા પોતાના લોકોના ઘાને પાટો બાંધશે, ને તેના જખમનો ઘા સાજો કરશે તે દિવસે એમ થશે.


‘હું માંદો છું, ’ એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ:તેમાં વસનાર લોકની દુષ્ટતા માફ કરવામાં આવશે.


કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી, ને નાસીને જવાનું નથી; કેમ કે યહોવા તમારી આગળ ચાલશે, ને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.


મેં તેના માર્ગો જોયા છે, હું તેને સાજો કરીશ; વળી હું તેને દોરીશ, અને તેને તથા તેમાંના શોક કરનારાઓને હું દિલાસો આપીશ.


ઊઠ, પ્રકાશિત થા; કેમ કે તારો પ્રકાશ આવ્યો છે, ને યહોવાનો મહિમા તારા પર ઊગ્યો છે.


જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે; પણ યહોવા તારા પર ઊગશે, ને તેમનો મહિમા તારા પર દેખાશે.


જ્યાં સુધી સિયોનનું ન્યાયીપણું [પ્રભાતના] તેજ સમું પ્રદીપ્ત નહિ થાય, અને યરુશાલેમનું તારણ સળગતી મશાલની જેમ પ્રદીપ્ત નહિ થાય, ત્યાં સુધી હું છાનો રહીશ નહિ, અને હું વિશ્રામ લઈશ નહિ.


કેમ કે હું તને આરોગ્ય આપીશ, ને તારા ઘા રુઝાવીશ, એવું યહોવા કહે છે; કેમ કે તેઓએ તને ‘કાઢી મૂકેલી’ કહી છે. વળી, ‘આ સિયોન છે, તેના વિષે કોઈને ચિંતા નથી, ’ એમ તેઓએ કહ્યું છે.”


તોપણ, હું તેને આરોગ્ય તથા કુશળતા આપીશ, તેઓને નીરોગી કરીશ, અને હું તેઓને પુષ્કળ શાંતિ તથા સલામતી બક્ષીશ.


“તેઓના પાછા હઠવાથી [તેઓ પર જે અપત્તિ આવી છે તેથી] હું તેમને મુક્ત કરીશ, હું ઉદારપણાથી તેમના પર પ્રેમ રાખીશ, કેમ કે મારો ક્રોધ તેમના પરથી ઊતર્યો છે.


પણ તમે મારા નામનું ભય રાખનારાઓને માટે તો ન્યાયીપણાનો સૂર્ય ઊગશે, અને તેની પાંખોમાં આરોગ્ય હશે; તમે બહાર આવીને કોઢમાંના વાછરડાઓની જેમ કૂદશો.


કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, ને તેઓના કાન બહેર મારી ગયા છે; ને તેઓએ પોતાની આંખો મીંચેલી છે; રખેને તેઓને આંખે સૂઝે, ને તેઓ કાને સાંભળે, ને મનથી સમજે, ને ફરે; અને હું તેઓને સાજા કરું.


તે બોલ્યો, ‘કર્નેલ્યસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. અને તારાં દાન ઈશ્વરની સમક્ષ સ્મરણમાં આવ્યાં છે.


પણ દરેક દેશમાં જે કોઈ તેમની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેમને માન્ય છે.


ત્યારે એકી નજરે તેની સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું, પ્રભુ, શું છે?” પ્રભુએ તેને કહ્યું, તારી પ્રાર્થનાઓ તથા તારાં દાન ઈશ્વરની આગળ યાદગીરીને માટે પહોંચ્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan