યશાયા 58:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ભૂખ્યાઓને તારી રોટલી વહેંચી આપવી, અને ભટકતા ગરીબોને ઘેર લાવવા, શું તે ઉપવાસ નથી? નગ્નને જોઈને તારે તેને [વસ્ત્ર] પહેરાવવું, ને તારા બંધુઓથી મોં સંતાડવું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 ભૂખ્યાઓને તમારા ભોજનમાંથી ખવડાવો અને ઘરબાર વગરનાંને તમારા ઘરમાં આશ્રય આપો. વસ્ત્રહીનને વસ્ત્રો આપો અને તમારા જાતભાઈની જરૂરિયાત પ્રત્યે દુર્લક્ષ ન સેવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 શું ભૂખ્યાઓની સાથે તારી રોટલી વહેંચવી અને દરિદ્રી તથા બેઘર લોકોને પોતાના ઘરે બોલાવવા એ ઉપવાસ નથી? જ્યારે તું કોઈને નિર્વસ્ત્ર જુએ ત્યારે તારે તેને વસ્ત્ર પહેરાવવું; અને તારા સંબંધીઓથી તારે સંતાવું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ7 તમારે ભૂખ્યા સાથે વહેંચીને ખાવું, ઘર વગરનાને પોતાના ઘરમાં આશરો આપવો, ઉઘાડાને જોતાં તેને વસ્ત્ર પહેરાવવાં. અને માનવબંધુઓને ભીડમાં જોઇને આંખ આડા કાન કરવાં નહિ.” Faic an caibideil |
પછી જે પુરુષોનાં નામો ઉપર આપેલાં છે, તેઓએ ઊઠીને બંદીવાનોમાંથી જેઓ નવસ્ત્ર હતા તેઓને લૂટમાંથી વસ્ત્ર લઈને પહેરાવ્યાં, તેઓને ખાવાનું તથા પીવાનું પણ આપ્યું, તેઓને અંગે તેલ ચોળ્યું, ને તેમાંના સર્વ નબળાઓને ગધેડાં ઉપર બેસાડીને તેઓને તેઓના ભાઈઓની પાસે ખજૂરીઓના નગર યરીખોમાં લાવ્યા. ત્યાર પછી તેઓ સમરુનમાં પાછા ગયા.
અને હવે જો કે અમારો દેહ અમારા ભાઈઓના દેહ જેવો, અને અમારાં બાળકો તેઓનાં બાળકો જેવાં જ છે, તોપણ, અમે અમારા પુત્રોને તથા અમારી પુત્રીઓને દાસદાસીઓ થવાને ગુલામની અવસ્થામાં લાવીએ છીએ, ને અમારી પુત્રીઓમાંની કેટલીક તો ગુલામ થઈ ચૂકી છે. અમે તદ્દન નિરુપાય છીએ, કેમ કે અમારાં ખેતરો તથા દ્રાક્ષાવાડીઓના માલિક બીજા થયા છે.”