Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 58:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 [પણ] દુષ્ટતાનાં બંધનો છોડવાં, ઝૂંસરીનાં જોતર છોડવાં, દબાયેલાને મુક્ત કરીને વિદાય કરવા, અને વળી સર્વ ઝૂંસરીને ભાંગી નાખવી.-જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 “હું તો આવો ઉપવાસ પસંદ કરું છું: જોરજુલમનાં બંધનો તોડી નાખો, અન્યાયની ઝૂંસરીનાં દોરડાં છોડી નાખો, બોજથી દબાયેલાંઓને મુક્ત કરો, દમનની બધી ઝૂંસરીઓ ભાંગી નાખો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 આ એ ઉપવાસ નથી જેને હું પસંદ કરું છું: દુષ્ટતાનાં બંધનો છોડવાં, ઝૂંસરીનાં દોરડાં છોડવાં, કચડાયેલાઓને મુકત કરવા અને દરેક ઝૂંસરીને ભાંગી નાખવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “ના, હું એવા પ્રકારના ઉપવાસ સ્વીકારીશ જેમાં તમે ન્યાયથી વતોર્ અને કચડાયેલાને મુકત કરો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 58:6
18 Iomraidhean Croise  

મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી, તો હું તમારા પરની ઝૂંસરીનો ભાર વધારીશ, મારા પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતા, પણ હું તો જેરબંધથી તમને [શિક્ષા કરીશ].’”


માટે હવે મારું સાંભળો, તમારા ભાઈઓમાંથી જેઓને તમે બંદીવાન કર્યા છે તેમને પાછા મોકલો; કેમ કે તમારા ઉપર યહોવાનો ઉગ્ર કોપ ઝઝૂમી રહેલો છે.


જેઓને મોતમાં ઘસડી લઈ જવામાં આવે છે તેઓને છોડાવ, અને જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને છોડાવવાનું ચૂકતો નહિ.


સારું કરતાં શીખો; ન્યાય શોધો, જુલમથી દુ:ખી થતાં માણસોનું રક્ષણ કરો, અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો.”


જે ન્યાયને માર્ગે ચાલે છે ને સત્ય બોલે છે, જે જુલમની કમાઈને ધિકકારે છે, જે લાંચને હાથમાં ન પકડતાં તરછોડી નાખે છે, જે ખૂન વિષે સાંભળવું ન પડે માટે પોતાના કાન બંધ કરી દે છે, અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખ મીંચી દે છે [તે જ વાસો કરશે].


દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, ને આધર્મી માણસ પોતાના વિચારો તજી દે; અને યહોવા પાસે તે પાછો આવે, તો તે તેના પર કૃપા કરશે; અને આપણા ઈશ્વરની પાસે [આવે] , કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે.


તું હાંક મારશે, ત્યારે યહોવા તને ઉત્તર આપશે. તું બૂમ પાડશે એટલે તે કહેશે, હું આ રહ્યો. જો તું જુલમની ઝૂંસરીને તથા ચેષ્ટા કરવાનું તથા ભૂંડું બોલવાનું તારામાંથી દૂર કરે,


યહોવા કહે છે કે, ન્યાયથી તથા પ્રમાણિકતાથી ચાલો, અને લૂંટાયેલાને જુલમગારના હાથમાંથી છોડાવો; પરદેશી, અનાથ તથા વિધવા પર અન્યાય કે બલાત્કાર ન કરો, ને આ સ્થાનમાં નિર્દોષ રક્ત ન પાડો.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે, ઇઝરાયલ તથા યહૂદિયાના લોકો બન્ને પર જુલમ ગુજારવામાં આવે છે! જેઓ તેમને બંદીવાસમાં લઈ ગયા તેઓ તેમને પકડી રાખે છે. તેઓ તેમને છોડી મૂકવા ના કહે છે.


એ માટે, હે રાજાજી, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાઓ, અને સદાચાર વડે અપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ, એથી કદાચ આપની જાહોજલાલી લાંબો કાળ ટકે.”


અથવા જે કોઈ ચીજ વિષે તેણે જૂઠા સોગન ખાધા હોય, તે તે પાછી આપે, તે ભરીપૂરીને પાછું આપે એટલું જ નહિ, પણ તેમાં એક પંચમાંશ ઉમેરે. તે દોષિત ઠરે તે જ દિવસે તેણે જેનું તે હોય તેને તે આપવું.


પણ માણસ તથા પશું બંને ટાટ ઓઢે, ને તેઓ ઈશ્વરની આગળ મોટેથી પોકાર કરે. હા, તેઓ સર્વ પોતપોતાના દુષ્ટ આચરણો તજે તથા પોતપોતાને હાથે થતો જોરજુલમ બંધ કરે.


જેમાં સૈન્યોના [ઇશ્વર] યહોવાએ કહ્યું છે, “અદલ ઈનસાફ કરો, દરેક માણસ પોતાના ભાઈ પર કૃપા તથા દયા રાખો.


કેમ કે હું જોઉં છું કે તું પિત્તની કડવાશમાં અને પાપના બંધનમાં છે.”


જેટલા દાસ ઝૂંસરી નીચે છે તેટલાએ પોતાના માલિકોને પૂરા માનયોગ્ય ગણવા, જેથી ઈશ્વરના નામની તથા ઉપદેશની નિંદા ન થાય.


Lean sinn:

Sanasan


Sanasan