Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 58:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હું જે ઉપવાસ પસંદ કરું છું [તે આવો હોય] ? જે દિવસે માણસ આત્મકષ્ટ કરે તે દિવસ આના જેવો હોય? પોતાનું ડોકું સરકટની જેમ નમાવવું, ને પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું-શું આને તમે ઉપવાસ ને યહોવાનો માન્ય દિવસ કહેશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 શું હું આવો ઉપવાસ પસંદ કરું છું? વ્યક્તિએ આત્મકષ્ટ કરવાનો દિવસ આવો હોય? માત્ર બરુની જેમ પોતાનું માથું નમાવવું અને કંતાન તેમ જ રાખના પાથરણા પર બેસવું એ જ ઉપવાસ છે? શું એવો દિવસ મને પ્રભુને માન્ય થશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ખરેખર આ પ્રકારના ઉપવાસ હું ઇચ્છું છું: તે દિવસે દરેક માણસ પોતાની જાતને નમ્ર કરે, પોતાનું માથું બરુની જેમ નમાવે અને પોતાની બેઠક નીચે ટાટ તથા રાખનું પાથરણું કરે? શું ખરેખર તમે આને ઉપવાસ, યહોવાહનો માન્ય દિવસ કહો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 શું હું તમારી પાસેથી આ પ્રકારના ઉપવાસ સ્વીકારું છું? જેમાં આ પ્રમાણે પ્રાયશ્ચિત કરવું અને હવામાં બરૂની જેમ માથું નમાવવું અને શોકના વસ્ત્રો પહેરીને પોતાના શરીર ઉપર રાખ ચોપડવી? શું તમને લાગે છે કે યહોવા આ પ્રકારના ઉપવાસને સ્વીકારે છે?

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 58:5
22 Iomraidhean Croise  

રાજાએ તે સ્ત્રીના શબ્દો સાંભળ્યા, ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં; (હવે તે કોટ પર ચાલ્યો જતો હતો;) અને લોકોએ જોયું, તો તેના અંગ પર અંદર તેણે ટાટ પહેરેલું હતું.


આથી યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો. અને તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પિટાવ્યો.


તે પછી એઝરા ઈશ્વરના મંદિર આગળથી ઊઠીને એલ્યાશિબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં ગયો. ત્યાં તેણે કંઈ રોટલી ખાધી નહિ, અને પાણી પણ પીધું નહિ; કેમ કે બંદિવાસમાંથી આવેલા લોકોને ઉલ્લંઘનને લીધે તે શોકમાં હતો.


તે પછી આહવા નદીની પાસે મેં ઉપવાસની જાહેરાત કરી કે, અમારા ઈશ્વરની આગળ દીન થઈને અમારે પોતાને માટે, અમારાં બાળકોને માટે તથા અમારી સર્વ માલમિલકતને માટે અમે તેમની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ.


‘જો સૂસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને એકઠા કર, અને તમે સર્વ આજે મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કંઈ ખાવું કે પીવું નહિ. હું તથા મારી દાસીઓ પણ એવી જ રીતે ઉપવાસ કરીશું. જો કે તે નિયમ વિરુદ્ધ છે તોપણ હું રાજાની હજૂરમાં જઈશ; જો મારો નાશ થાય, તો ભલે થાય.’”


સર્વ પ્રાંતોમાં જ્યાં જ્યાં રાજાની આજ્ઞા તથા ફરમાન જાહેર કરવામાં આવ્યાં, ત્યાં ત્યાં યહૂદીઓમાં મોટો શોક તથા ઉપવાસ તથા વિલાપ તથા કલાપીટ થઈ રહ્યાં. અને ઘણાંક ટાટ તથા રાખ પાથરીને તેમાં સૂતાં.


તેથી તે પોતાના શરીરને ઠીકરીથી ખજવાળવા માટે રાખમાં બેઠો.


પરંતુ, હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું; હે ઈશ્વર, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ, અને તમારા તારણની સત્યતાએ મને ઉત્તર આપો.


યહોવા એવું કહે છે, “મેં માન્યકાળમાં તારું સાંભળ્યું છે, ને તારણને દિવસે મેં તારી સહાય કરી છે; હું તારું રક્ષણ કરીશ, ને તને લોકોના હકમાં કરારરૂપ નીમીશ, જેથી તું દેશનું પુન:સ્થાપન કરે, અને ઉજ્જડ થયેલાં વતનોને વહેંચી આપે;


[તેઓ કહે છે કે,] ‘અમે ઉપવાસ કર્યો છે, ને તમે તે જોયું નથી, એમ કેમ? અમે અમારા આત્માને દુ:ખી કર્યો છે, ને તે તમે કેમ ધ્યાનમાં લેતા નથી!’ જુઓ તમારા ઉપવાસ કરવાને દિવસે તમે તમારાં કામકાજ કરો છો, ને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.


યહોવાએ માન્ય કરેલું કૃપાનું વર્ષ, આપણા ઈશ્વરના પ્રતિકારનો દિવસ પ્રસિદ્ધ કરવા માટે; સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા માટે;


અને એ સદાને માટે તમારો વિધિ થાય. સાતમા માસમાં તે માસને દશમે દિવસે તમે આત્મકષ્ટ કરો, ને કોઈ પ્રકારનું કામ ન કરો, પછી આ દેશનો હો, કે તમારા મધ્યે પ્રવાસ કરતો પરદેશી હો;


તે તમારે આત્મકષ્ટ કરવું. તે સદાને માટે વિધિ છે.


“દેશના સર્વ લોકોને તથા યાજકોને કહે કે, તમે આ સિત્તેર વર્ષો થયાં, પાંચમા તથા સાતમા [માસ] માં ઉપવાસ તથા શોક કર્યો, તે ઉપવાસ તમે જરાયે પણ મારે માટે, હા, મારે માટે કર્યો હતો?


વળી જ્યારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની જેમ લેવાઈ ગયેલા મોંના ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાનાં મોં કસાણાં કરે છે. હું તમને ખરેખર કહું છું કે તેઓ પોતાનો બદલો પામી‍ ચૂક્યા છે.


તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા માટે તેમણે મને મોકલ્યો છે.”


આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.


તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.


Lean sinn:

Sanasan


Sanasan