Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 58:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 “તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, અને મારા લોકોને તેમના અપરાધો, તથા યાકૂબનાં સંતાનોને તેમનાં પાપ, કહી સંભળાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ કહે છે, “ઘાંટો પાડીને પોકાર; કહેવામાં કશુ જ બાકી રાખીશ નહિ. રણશિંગડાની જેમ ઊંચે સાદે પોકાર; મારા લોકને તેમના અપરાધ અને યાકોબના વંશજોને તેમનાં પાપ જણાવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મોટા આવજે પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, મારા લોકોને તેઓના અપરાધો અને યાકૂબના ઘરનાંને તેઓનાં પાપ કહી સંભળાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવા કહે છે, “કોઇ પણ સંકોચ વિના મોટે સાદે પોકાર કર કઇ પણ બાકી ન રાખ. રણશિંગા જેવો તારો સાદ ઊંચો કર. મારા લોકો યાકૂબના વંશજોને તેઓના પાપ વિષે જણાવી દે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 58:1
37 Iomraidhean Croise  

હે યાકૂબના વંશજો, ચાલો, આપને યહોવાના પ્રકાશમાં ચાલીએ!


વળી તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશૂર દેશમાં જેઓ ખોવાયેલા હતા તેઓ, તથા મિસરમાં જેઓ કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ આવશે; અને તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાનું ભજન કરશે.


“પોકાર, ” એવું કોઈ કહે છે. મેં પૂછયું, “શું પોકારું?” જવાબ મળ્યો, “સર્વ મનુષ્ય ઘાસ જ છે, ને તેમનુમ સર્વ સૌંદર્ય ખેતરના ફૂલ જેવું છે:


તારા આદિપિતાએ પાપ કર્યું છે, ને તારા મધ્યસ્થોએ મારી વિરુદ્ધ અપરાધ કર્યા છે.


યહોવા એવું પૂછે છે, “જે ફારગતીથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે? અથવા મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા છે? જુઓ, તમારા અન્યાયને લીધે તમે વેચાયા હતા, ને તમારા અપરાધોને લીધે તમારી માને તજી દીધી હતી.


તેના ચોકીદારો આંધળા છે, તેઓ સર્વ અજ્ઞાન છે; તેઓ સર્વ મૂંગા કૂતરા છે કે, જેઓ ભસી શકતા નથી; તેઓ સ્વપ્નવશ, સૂઈ રહેનારા, અને ઊંઘણશી છે.


હું તારું ધર્મિષ્ઠપણું [કેવું છે તે] ઉઘાડું કરીશ; તારાં કામોથી તને કંઈ લાભ થશે નહિ.


કેમ કે અમારા અપરાધો તમારી આગળ ઘણા થયા છે, ને અમારાં ફાપ અમારી વિરુદ્ધ સાક્ષી આપે છે; કેમ કે અમારા અપરાધો અમારી સાથે છે, ને અમારાં અન્યાયી કૃત્યોને તો અમે જાણીએ છીએ.


“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે, ‘રાનમાં, પડતર પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે સમયે યુવાવસ્થામાં જે તારો સ્નેહ, તથા વિવાહસંબંધ થતી વખતનો તારો પ્રેમ, તે હું તારા લાભમાં સંભારું છું.


યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના પાંચમા વર્ષના નવમા માસમાં યરુશાલેમમાંના સર્વ લોકો, તથા યહૂદિયાનાં નગરોમાંથી જેઓ યરુશાલેમમાં આવ્યા હતા તેઓએ યહોવાની આગળ ઉપવાસ કરવાનું ફરમાવ્યું.


મેં તમારા પર ચોકીદારો ઠરાવીને કહ્યું કે, રણશિંગડાના સાદને કાન દો; પણ તેઓએ કહ્યું, ‘અમે તો કાન નહિ દઈએ.’


તારા પ્રબોધકોએ તારે માટે નિરર્થક તથા ઘેલાં સંદર્શનો જોયાં છે; અને તેઓએ તારો અન્યાય ઉઘાડો કર્યો નહિ કે, જેથી તારો બંદિવાસ પાછો ફેરવાઈ ગયો હોત; પણ તેઓએ તારે માટે અસત્ય વચનો તથા દેશનિકાલ થાય. એવાં સંદર્શનો જોયાં છે.


એ માટે તેઓની વિરુદ્ધ ભવિષ્ય ભાખ, હે મનુષ્યપુત્ર, ભવિષ્ય ભાખ.”


“હે મનુષ્યપુત્ર, યરુશાલેમને તેનાં ધિક્કારપાત્ર કૃત્યો જણાવીને


હે મનુષ્યપુત્ર, શું તું તેમનો ન્યાય કરશે, શું તું તેમનો ન્યાય કરશે? તેઓના પૂર્વજોના ધિક્કારપાત્ર કૃત્યો તેઓને જણાવ.


“હે મનુષ્યપુત્ર, શું તું ન્યાય કરશે, શું તું ખૂની નગરનો ન્યાય કરશે? એમ હોય તો તેને તેનાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો જણાવ.


વળી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તું ઓહિલા તથા ઓહોલિબાનો ન્યાય કરશે? એમ હોય તો તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યો તેઓને કહી બતાવ.


અને જો તે તરવારને દેશ પર આવતી જોઈને રણશિંગડું વગાડીને લોકોને ચેતાવે;


રણશિંગડું તારા મુખમાં મૂક, યહોવાના લોકોની સામે ગરૂડની જેમ તે આવે છે; કેમ કે તેઓએ મારો કરાર તોડ્યો છે, ને મારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે.


“ઊઠ મોટા નગર નિનવે જા, ને એની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે.”


આ વાતો તું કહે, બોધ કર, અને પૂરા અધિકારથી ઠપકો આપ. કોઈ તારો અનાદર ન કરે.


પ્રભુને દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી સાંભળી,


એ બનાવો બન્યા પછી મેં જોયું, તો જુઓ, આકાશમાં એક દ્વાર ઊઘડેલું હતું! અને જે પહેલી વાણી મેં સાંભળી તે રણશિંગડાના અવાજ જેવી મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે જે થવાનું જ છે તે હું તને બતાવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan