યશાયા 57:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 નાળામાંના લીસા [પથ્થરો] માં તારો ભાગ છે. તેઓ જ તારો હિસ્સો છે. વળી તેઓને તેં પેયાર્પણ રેડયું છે ને ખાદ્યાર્પણ ચઢાવ્યું છે. આવી બાબતો બનવા છતાં હું મૂંગો રહું? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 એ કોતરોના સુંવાળા પથ્થરોમાંથી ઘડેલી દેવમૂર્તિઓ જ તમારો હિસ્સો છે. તમે તેમના પર પેયાર્પણ તરીકે દ્રાક્ષાસવ રેડો છો અને અન્નનું અર્પણ ચડાવો છો. શું આ બધું મને પ્રસન્ન કરે ખરું? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 નાળાંમાંના સુંવાળા પથ્થરોમાં તમારો ભાગ છે. તેઓ તારી ભક્તિનો હેતુ છે. તેઓને તેં પેયાર્પણ રેડ્યું અને ખાદ્યાર્પણ ચઢાવ્યું છે. શું આ બાબતોમાં મારે આનંદ કરવો જોઈએ?” Faic an caibideilપવિત્ર બાઈબલ6 ખાડીમાંના સુંવાળા પથ્થરો તમારો વારસો છે, તમે તેને જ લાયક છો, તમે તેમને પેયાપર્ણ અને ખાદ્યાર્પણ ચઢાવો છો. યહોવા કહે છે કે, શું આ બધાને હું નજર અંદાજ કરીશ? Faic an caibideil |
બળદને કાપનાર તે માણસને મારી નાખનારના જેવો; હલવાનનો યજ્ઞ કરનાર તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું લોહી ચઢાવનાર જેવો; ધૂપથી સ્મારક અર્પણ કરનાર તે મૂર્તિને આશિષ આપનાર જેવો ગણાય છે; તેઓએ પોતાના માર્ગોને પસંદ કર્યા છે, ને તેઓના જીવ તેઓના ધિક્કારપાત્ર પદાર્થોમાં આનંદ માને છે.