Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 57:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તમે કોની મશ્કરી કરો છો? કોની સામે મુખ પહોળું કરીને જીભ કાઢો છો? શું તમે અધર્મિના છોકરાં, અને જૂઠાઓનાં સંતાન નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તમે કોની મશ્કરી કરો છો? તમે મુખ પહોળું કરી જીભ હલાવી કોને ચાળા પાડો છો? શું તમે બંડખોરના વંશજો અને કપટીનાં સંતાન નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તમે કોની મશ્કરી કરો છો? તમે કોની સામે મુખ પહોળું કરો છો અને કોની સામે જીભ કાઢો છો? શું તમે બળવાખોરનાં, કપટકરનારનાં સંતાનો નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમે કોની મશ્કરી કરો છો? તમે કોની સમક્ષ મોં પહોળું કરી, જીભ કાઢી ચાળા પાડો છો? શું તમે પાપીઓનાં અને જૂઠાઓના સંતાનો નથી?

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 57:4
33 Iomraidhean Croise  

પણ તેઓએ ઈશ્વરના સંદેશિયાઓને મશ્કરીમાં ઉડાવ્યાં. તેમનાં વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો, તેથી યહોવાએ પોતાના લોક ઉપર એટલો બધો ક્રોધ ચઢ્યો કે, કંઈ જ ઉપાય રહ્યો નહિ.


ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની જેમ તેઓ મારી સામે પોતાનું મોં વિકાસે છે.


હું મારાં સર્વ હાડકાં ગણી શકું છું; તેઓ મને ધારીને જુએ છે.


જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે; તેઓ મોં મરડીને અને માથું ધુણાવીને કહે છે,


તેઓ મારી વિરુદ્ધ પહોળા મોઢે બહુ બોલ્યા છે; તેઓએ કહ્યું, “આહા, આહા, અમે તે નજરે જોયું છે.”


ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે; અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.


શું હજી પણ તું મારા લોકો ઉપર ગર્વ કરીને તેઓને જવા દેતો નથી.?


અરે! પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાએલા લોકો, પાપ કરનારાં સંતાન, વંઠી ગએલાં છોકરાં; તેઓએ યહોવાનો ત્યાગ કર્યો છે, તેઓએ ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ને ધિકકાર્યા છે, તેઓ વિમુખ થઈને પાછા [ફરી ગયા છે].


શું કુહાડી તેને વાપરનાર પર સરસાઈ કરે? શું કરવત તેને વાપરનારની સામે બડાઈ કરે? જેમ છડી તેને ઝાલનારાને હલાવે, ને જે લાકડું નથી તેને [એટલે માણસને] સોટી ઉઠાવે તેમ એ છે!”


યહોવાએ કહેલું છે, “અફસોસ છે બળવાખોર આગેવાનોને! તેઓ યોજના કરે છે, પણ મારી નહિ; તેઓ પાપ પર પાપ ઉમેરવા માટે પેયાર્પણ રેડે છે, પણ તે મારા આત્માને અનુસરીને નહિ;


કેમ કે આ લોકો બળવાખોર લબાડ છોકરા છે, તેઓ યહોવાનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી એવા છોકરાઓ છે.


તેં કોની નિંદા તથા કોના વિષે દુર્ભાષણ કર્યાં છે? તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે ને તારી આંખો ઊંચી કરી છે? ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની વિરુદ્ધ જ.


મારા પર તારા ક્રોધાયમાન થયાને લીધે તથા તારી ઉદ્ધતાઈ મારા સાંભળવામાં આવ્યાને લીધે હું તારા નાકમાં મારી કડી તથા તારા હોઠોની વચ્ચે મારી લગામ નાખીને જે માર્ગે તું આવ્યો છે તે માર્ગે થઈને હું તને પાછો ફેરવીશ.’


વળી તેં સાભળ્યું નહિ; વળી તેં જાણ્યું નહિ; વળી તારા કાન અગાઉથી ઊઘડયા નહિ; કેમ કે હું જાણતો હતો કે, તું તદ્દન કપટી છે, ને ગર્ભસ્થાનથી માંડીને તું બંડખોર કહેવાતો આવ્યો છે.


તમે એલોનવૃક્ષો તથા હરેક લીલા ઝાડ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો. નાળાંઓમાં ખડકોની ફાટ નીચે છોકરાંને મારી નાખો છો.


કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે બૂમ પાડું છું; બલાત્કાર તથા લૂંટ, એવી બૂમ પાડું છું; કેમ કે યહોવાનું વચન [બોલ્યાને લીધે] આખો દિવસ મારી નિંદા તથા તિરસ્કાર થય છે.


એ પુત્રો ઉદ્ધતને કઠણ હ્રદયના છે; હું તને તેમની પાસે મોકલું છું. તારે તેઓને કહેવું, ‘પ્રભુ યહોવા આમ કહે છે.’


હે ઇઝરાયલ, ગિબયામાં ભૂંડા લોકોની સામે તેઓને યુદ્ધ કરવું ન પડે એ મતલબથી તેઓ ત્યાં ટકી રહ્યા છે.


એ કારણ માટે તું તથા તારી આખી ટોળી યહોવાની વિરુદ્ધ એકત્ર થયા છો. અને હારુન તે કોણ કે તમે તેની સામે કચકચ કરો છો?”


અને ખેતર જગત છે અને સારાં બી રાજ્યનાં સંતાન છે. પણ કડવા દાણા શેતાનનાં સંતાન છે.


અને તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો, ને તેમના જમણા હાથમાં સોટી આપી ને તેમની સામા ઘૂંટણે પડીને તેમના ઠઠ્ઠા કરતાં કહ્યું, “ઓ યહૂદીઓના રાજા, સલામ!”


જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે. અને જે કોઈ તમારો નકાર કરે છે તે મારો નકાર કરે છે; અને જે કોઈ મારો નકાર કરે છે તે મારા મોકલનારનો નકાર કરે છે.”


તે જમીન પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી, “શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?”


તમને કોઈ નિરર્થક વાતોથી ન ભૂલાવે, કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે.


એ કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર ઈશ્વરનો કોપ આવે છે.


સર્વ લોક માક્કેદાની છાવણીમાં યહોશુઆ પાસે સહીસલામત પાછા આવ્યા. ઇઝરાયલ પ્રજામાંના કોઈની વિરુદ્ધ કોઈ પણ એકે શબ્દ બોલી શક્યો નહિ.


તેઓ ધોળે દિવસે ભોગવિલાસમાં આનંદ કરે છે. તેઓ ડાઘ તથા કલંક છે. તેઓ પ્રેમભોજનોમાં મોજશોખ કરીને તમારી સાથે ભોજન કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan