Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 57:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ તમે જાદુગરણના દીકરા, જારકર્મી તથા વ્યભિચારિણીનાં સંતાન, અત્રે પાસે આવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પણ તમે જાદુગરણના પુત્રો, વ્યભિચારિણી અને વેશ્યાનાં સંતાન, તમે અહીં પાસે આવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ તમે જાદુગરના દીકરાઓ, વ્યભિચારિણી તથા ગણિકાનાં સંતાન તમે પાસે આવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “પરંતુ તમે જાદુગરના પુત્રો, વ્યભિચારી અને વારાંગનાના સંતાનો! અહીં પાસે આવો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 57:3
23 Iomraidhean Croise  

અને તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”


પતિવ્રતા નગરી કેમ વ્યભિચારિણી થઈ ગઈ છે! તે ઇનસાફથી ભરેલી હતી! ન્યાયીપણું તેમાં વસતું, પણ હાલ ઘાતકીઓ વસે છે.


અરે! પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાએલા લોકો, પાપ કરનારાં સંતાન, વંઠી ગએલાં છોકરાં; તેઓએ યહોવાનો ત્યાગ કર્યો છે, તેઓએ ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ને ધિકકાર્યા છે, તેઓ વિમુખ થઈને પાછા [ફરી ગયા છે].


વિદેશીઓમાં બચેલા, તમે એકત્ર થઈને આવો; બધા પાસે આવો; પોતાની કોરેલી મૂર્તિનું લાકડું ઉપાડનારા, ને જે તારી ન શકે એવા દેવની પ્રાર્થના કરનારને કંઈ સમજ નથી.


મારી પાસે આવો, આ સાંભળો; પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું. અને હવે પ્રભુ યહોવાએ પોતાના આત્મા સહિત મને મોકલ્યો છે.”


મોટા અને ઊંચા પર્વત પર તેં તારું બિછાનું પાથર્યું છે; વળી તું યજ્ઞ કરવા માટે ત્યાં ચઢી ગઈ.


તોપણ તેઓ જાણે ન્યાયીપણું કરનારી પ્રજા હોય, ને પોતાના ઈશ્વરના ન્યાય ચૂકાદાને તજનારા ન હોય તે પ્રમાણે, તેઓ રોજ રોજ મને શોધે છે, ને મારા માર્ગોને જાણવા ચાહે છે. તેઓ મારી પાસે ધર્મના વિધિઓ માગે છે, તેઓ ઈશ્વરની પાસે આવવાને ચાહે છે.


વળી યોશિયા રાજાના સમયમાં યહોવાએ મને પૂછયું, “મારો ત્યાગ કરનાર ઇઝરાયલે જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે વ્યભિચાર કર્યો છે.


તેનાં પુષ્કળ જારકર્મથી તેણે દેશને ભ્રષ્ટ કર્યો, તેણે પથ્થરની સાથે તથા લાકડાની સાથે વ્યભિચાર કર્યો.


યહોવા પહેલવહેલાં હોશિયાની સાથે બોલ્યા, ત્યારે યહોવાએ હોશિયાને કહ્યું, “જઈને એજ વેશ્યા સાથે લગ્ન કર, ને વેશ્યાના છોકરાંને પોતાનાં કરી લે; કેમ કે દેશ યહોવાનો ત્યાગ કરીને પુષ્કળ વ્યભિચાર કરે છે.”


હાં, તેનાં છોકરાં પર હું દયા રાખીશ નહિ; કેમ કે તેઓ વ્યભિચારનાં છોકરાં છે.


એથી જો, હું તારો માર્ગ કંટાથી બંધ કરી દઈશ, ને હું તેની વિરુદ્ધ એવો કોટ કરીશ કે, તેને માર્ગે જડશે નહિ.


“વળી ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને જાદુગરો તેમ જ વ્યભિચારીઓ તથા જૂઠા સોગન ખાનારાઓની વિરુદ્ધ, મજુર પર તેની મજૂરીના સંબંધમાં [જુલમ કરનારની] , અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, અને પરદેશી [નો હક] પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


ઓ સર્પોના વંશ, તમે ભૂંડા છતાં તમારી વાતો સારી શી રીતે હોઈ શકે? કેમ કે મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે.


ભૂંડી તથા વ્યભિચારી પેઢી ચિહ્ન માગે છે, પણ યૂનાના ચિહ્ન વગર બીજું કોઈ ચિહ્ન તેઓને અપાશે નહિ.” અને તેઓને મૂકીને તે ચાલ્યા ગયા.


ઓ સર્પો, સાપોના વંશ, નરકના દંડથી તમે કેવી રીતે બચશો?


પણ ફરોશીઓમાંનાં તથા સદૂકીઓમાંના ઘણાને તેનાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને તેણે તેઓને કહ્યું, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતાવ્યા?


ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા માટે આવ્યા. તેઓને તેણે કહ્યું, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યા?


ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલૂમ નથી કે, જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે.


આથી ઈશ્વરનાં છોકરાં તથા શેતાનનાં છોકરાં ઓળખાઈ આવે છે: જે કોઈ ન્યાયીપણું કરતો નથી, અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી, તે ઈશ્વરનો નથી.


Lean sinn:

Sanasan


Sanasan