Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 57:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે શાંતિમાં પ્રવેશ કરે છે; જે સીધો ચાલે છે તે પોતાના બિછાના પર વિશ્રાંતિ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 સીધે માર્ગે ચાલનારાઓ મૃત્યુશૈયા પર નિરાંતે પોઢી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે શાંતિમાં પ્રવેશ કરે છે; જેઓ સીધા ચાલે છે તેઓ પોતાના બિછાના પર વિશ્રાંતિ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 દેવનો ડર રાખીને સત્યને માર્ગે ચાલનારાઓ મૃત્યુમાં શાંતિ અને આરામ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 57:2
19 Iomraidhean Croise  

અને ઇબ્રામ નવ્વાણું વર્ષનો થયો, ત્યારે યહોવાએ ઇબ્રામને દર્શન આપ્યું ને તેને કહ્યું, “સર્વસમર્થ ઈશ્વર હું છું; તું મારી સમક્ષ ચાલ, ને પરિપૂર્ણ થા.


દાઉદનગરમાં તેણે પોતાને માટે જે કબર ખોદાવી હતી તેમાં લોકોએ તેને દાટ્યો, તેનાં કફનમાં સુગંધીઓ તથા ગાંધીએ તૈયાર કરેલાં વિવિધ પ્રકારનાં સુગંધીદ્રવ્યો ભરીને તેઓએ તેમાં તેને સુવાડ્યો. અને તેઓએ તેને માટે બહૂ મોટું દહન કર્યું.


ત્યાં દુષ્ટો બડબડાટ કરતા બંધ પડે છે, અને ત્યાં થાકેલા આરામ પામે છે.


નિર્દોષ માણસનો વિચાર કર, અને યથાર્થીને જો; કેમ કે શાંતિપ્રિય માણસને બદલો મળશે.


અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે.


દેશોના સર્વ રાજાઓ તો પોતપોતાના ઘરમાં માન સહિત સૂતેલા છે.


ન્યાયીનો માર્ગ સીધો છે; તમે ન્યાયીનો રસ્તો સરળ કરી બતાવો છે.


યહોવા આમ બોલે છે, “માર્ગોમાં ઊભા રહીને જુઓ, ને પુરાતન માર્ગોમાં જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તેમાં ચાલો, એટલે તમારા જીવને વિશ્રાંતી મળશે. પણ તેઓએ કહ્યું, ‘અમે [તે માર્ગમાં] ચાલીશું નહિ.’


તેઓએ તેને માટે તથા તેના સર્વ જનસમૂહને માટે કતલ થયેલાઓમાં શય્યા બિછાવી છે; તેની કબરો તેની આસપાસ છે, તેઓ સર્વ બેસુન્નત તથા તરવારથી કતલ થયેલા છે; કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, ને તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે. કતલ થયેલાઓમાં તેને મૂકવામાં આવ્યો છે.


પણ અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા; કેમ કે તું વિશ્રામ પામશે, ને તે મુદતને અંતે તું તારા હિસ્સા [ના વતન] માં ઊભો રહેશે.”


ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું, ‘શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો ‌છે; હું તને ઘણા પર ઠરાવીશ. તું તારા પ્રભુના આનંદમાં પેસ.’


તેઓ બન્‍ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતાં હતાં.


તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો, અને તેને દાટવામાં આવ્યો.


“ઓ સ્વામી, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા દાસને શાંતિથી જવા દો છો;


પછી તેમણે તે‍ સ્‍ત્રીને કહ્યું, “તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિથી જા.”


કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય, તો આકાશમાં ઈશ્વરે રચેલું, હાથે બાંધેલું નહિ, એવું અમારું સનાતન ઘર છે.


માટે અમે હિંમતવાન છીએ, અને શરીરથી વિયોગી થવું તથા પ્રભુની પાસે વાસો કરવો, એ અમને વધારે પસંદ છે.


કેમ કે આ બે વચ્ચે હું ગૂંચવણમાં છું: [દેહમાંથી] નીકળવાની તથા ખ્રિસ્તની સાથે રહેવાની મારી ઇચ્છા છે, કેમ કે તે ઘણે દરજ્જે વધારે સારું છે.


પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી, “તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મરણ પામે છે, તેઓને ધન્ય છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે; કેમ કે તેઓનાં કામ તેઓની સાથે આવે છે.”


Lean sinn:

Sanasan


Sanasan