યશાયા 57:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેણે લોભથી કરેલા અન્યાયને લીધે ક્રોધાયમાન થઈને મેં તેને માર્યો, ને હું રોષમાં સંતાઈ રહ્યો; અને તે તો પોતાના હ્રદયને માર્ગે વળી જઈને ચાલ્યો ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 તેમના લોભના પાપને લીધે હું તેમના પર ગુસ્સે થયો હતો. મેં તેમને શિક્ષા કરી અને હું તેમનાથી વિમુખ થયો. પણ તેમણે તો પોતાના મનફાવ્યા માર્ગે જ ચાલવાનું ચાલુ રાખ્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેણે લોભથી પ્રાપ્ત કરવાને કરેલાં પાપને કારણે હું તેના પર રોષે ભરાયો હતો અને મેં તેને શિક્ષા કરી; મેં તેનાથી મારું મુખ ફેરવ્યું અને હું રોષમાં હતો, પણ તેં પાછો વળીને પોતાના હૃદયને માર્ગે ચાલ્યો ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 તેમનાં લોભ અને પાપને કારણે ગુસ્સે થઇને મેં તેમને ફટકાર્યાં હતાં અને મેં તેમનાથી મારી જાતને છુંપાવી દીધી હતી. છતાં તેમણે હઠપૂર્વક મનમાન્યા માર્ગે જવાનું ચાલુ રાખ્યું. Faic an caibideil |
બળદને કાપનાર તે માણસને મારી નાખનારના જેવો; હલવાનનો યજ્ઞ કરનાર તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું લોહી ચઢાવનાર જેવો; ધૂપથી સ્મારક અર્પણ કરનાર તે મૂર્તિને આશિષ આપનાર જેવો ગણાય છે; તેઓએ પોતાના માર્ગોને પસંદ કર્યા છે, ને તેઓના જીવ તેઓના ધિક્કારપાત્ર પદાર્થોમાં આનંદ માને છે.