Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 57:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હું તારું ધર્મિષ્ઠપણું [કેવું છે તે] ઉઘાડું કરીશ; તારાં કામોથી તને કંઈ લાભ થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 પણ હું તારી ધાર્મિક્તા અને તારાં કાર્યો ખુલ્લાં પાડી દઈશ ત્યારે એ મૂર્તિઓ તને મદદ કરવાની નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હું તારું “ન્યાયીપણું” જાહેર કરીશ પણ તારાં કામો, તને મદદરૂપ બનશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પરંતુ હવે હું તારાં એ પુણ્ય કૃત્યો અને ‘ન્યાયીપણું’ જાહેર કરીશ; એ બંનેમાંથી એક પણ તારો બચાવ કરી નહિ શકે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 57:12
20 Iomraidhean Croise  

જેઓ યહોવાથી પોતાની યોજના સંતાડવાને ઊંડો વિચાર કરે છે, ને જેઓ અંધારામાં પોતાનું કામ કરે છે ને જેઓ કહે છે, “અમને કોણ જુએ છે? અમારા વિષે કોણ જાણે છે?” તેઓને અફસોસ!


કોરેલી મૂર્તિના બનાવનાર સર્વ શૂન્યવત છે. તેઓના પ્રિય પદાર્થો કશા કામના નથી; તેમના સાક્ષીઓ પોતે જોતા નથી ને જાણતા નથી; એથી તેઓ બદનામ થાય છે.


“તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, અને મારા લોકોને તેમના અપરાધો, તથા યાકૂબનાં સંતાનોને તેમનાં પાપ, કહી સંભળાવ.


જે હોંસથી ધાર્મિકપણાએ વર્તે છે તેને, તથા જેઓ તમારા માર્ગોમાં રહીને તમારું સ્મરણ કરે છે તેઓને તમે મળો છો; જુઓ, તમે કોપાયમાન થયા હતા, કેમ કે અમે તો પાપ કર્યું; તે [પાપ કરવા] માં અમે લાંબી મુદતથી [પડયા] છીએ, [એમ છતાં] શું અમે તારણ પામીશું?


યહોવાએ કહ્યું છે, તેમના ઉરમાં તમારા પોતાના અપરાધોનો બદલો, તથા તમારા પૂર્વજો કે, જેઓએ પર્વતો પર ધૂપ બાળ્યો હતો, ને ડુંગરો પર મને નિંદ્યો હતો, તેમના અપરાધોનો હું એકત્ર બદલો વાળીશ. વળી હું પ્રથમ તેમની કરણીઓનું ફળ તેમના ઉરમાં માપી આપીશ.’


“કેમ કે હું તેઓનાં કામ તથા તેઓના વિચારો [જાણું છું] ; સર્વ પ્રજાઓને તથા સર્વ ભાષાઓ બોલનાર લોકોને એકત્ર કરવાનો [સમય] આવે છે; તેઓ આવીને મારો મહિમા જોશે.


તેઓને કહો કે, જે દેવોએ આકાશ તથા પૃથ્વી બનાવ્યાં નહિ તેઓ પૃથ્વી પરથી તથા આકાશ નીચેથી નાશ પામશે.


દરેક માણસ પશુવત તથા જ્ઞાનહીન થયો છે! દરેક સોની પોતાની કોતરેલી મૂર્તિથી લજ્જિત થયો છે! કેમ કે તેની ગાળેલી મૂર્તિ અસત્ય છે; તેઓમં શ્વાસ નથી.


તેઓ વ્યર્થતા છે, તેઓ ભ્રાન્તિરૂપ છે. તેઓના શાસનની વેળાએ તેઓ નાશ પામશે.


તેઓ વ્યર્થતા છે, તેઓ ભ્રમણારૂપ છે. તેઓના શાસનને સમયે તેઓ નાશ પામશે.


અને, ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. [


અને લોકો તેઓને જુએ એવા હેતુથી તેઓ પોતાનાં બધાં કામ કરે છે. તેઓ પોતાનાં સ્મરણપત્રોને પહોળાં બનાવે છે, ને પોતાનાં વસ્ત્રોની કોર વધારે છે.


Lean sinn:

Sanasan


Sanasan