Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 56:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 [તેઓ કહે છે કે,] “આવો, હું દ્રાક્ષારસ લાવું, ને આપણે પુષ્કળ દારૂ પીએ; અને આવતી કાલનો દિવસ આજના જેવો થશે, બલકે તે કરતાં પણ બહુ જ આનંદનો થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 એ દારૂડિયા કહે છે, “ચાલો, દ્રાક્ષાસવ લાવીએ અને દારૂ ઢીંચીએ. આવતી કાલ પણ આજના જ જેવી, બલ્કે એથીય વધારે આનંદની થશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 “આવો” તેઓ કહે છે, “આપણે દ્રાક્ષાસવ અને દારૂ પીઈએ; આવતીકાલનો દિવસ આજના જેવો, વળી તે કરતાં પણ મહાન થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પ્રત્યેક વ્યકિત કહે છે, “ચાલો, હું દ્રાક્ષારસ લઇ આવું અને આપણે ધરાઇને પીએ અને ઉજાણી કરીએ; અને આવતીકાલ આજના કરતાં પણ વધારે સરસ થશે!”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 56:12
23 Iomraidhean Croise  

[ઈશ્વર] તેમને નિર્ભય સ્થિતિ આપે છે, અને તે પર તેઓ આધાર રાખે છે; અને તેમની દષ્ટિ તેઓના માર્ગો પર છે.


તે પોતાના હ્રદયમાં વિચાર કરે છે કે, હું ડગનાર નથી; પેઢી દરપેઢી હું વિપત્તિમાં નહિ આવું.


દ્રાક્ષારસનું ફળ ઠઠ્ઠા છે મદ્યનું ફળ ઝઘડા છે; જે કોઈ [પીવાની] ભૂલ કરે છે તે જ્ઞાની નથી.


[તું કહેશે,] “લોકોએ મને માર્યો છે, પણ મને વાગ્યું નથી; તેઓએ મને ઝૂડી નાખ્યો છે, પણ મને તે માલૂમ પડ્યું નથી; હું ક્યારે જાગીશ? મારે ફરી એક વાર પીવું છે.”


આવતી કાલ વિષે ફુલાશ ન માર; કેમ કે એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી.


ખાવું, પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવવી, એ કરતાં માણસને માટે બીજું કશું શ્રેષ્ઠ નથી. વળી મને માલૂમ પડયું કે એ ઈશ્વરના હાથથી જ મળે છે.


જેઓ સવારે વહેલા ઊઠીને દારૂની પાછળ મંડે છે, ને દ્રાક્ષારસ પીને મસ્તાન બની જાય ત્યાં સુધી મોડી રાત સુધી બેસી રહે છે, તેઓને અફસોસ!


વળી તેમની ઉજાણીઓમાં સિતાર, વીણા, ડફ, વાંસળી તથા દ્રાક્ષારસ છે; પણ તેઓ યહોવાના કામ પર લક્ષ આપતા નથી, અને યહોવાના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.


જેઓ દ્રાક્ષારસ પીવામાં શૂરા, અને દારૂ મિશ્રિત કરવામાં કુશળ માણસ તેઓને અફસોસ!


ત્યારે તેઓએ કહ્યું, “ચાલો, યર્મિયાનો ઘાટ ઘડીએ; કેમ કે યાજકની પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાનીની પાસે સલાહ, તથા પ્રબોધકની પાસે [પ્રબોધનું] વચન ખૂટવાનું નથી. ચાલો, તેની સામે આરોપ યોજી કાઢીએ, ને તેનાં કોઈ પણ વચનો પર ધ્યાન આપીએ નહિ.”


વ્યભિચાર, દ્રાક્ષારસ ને નવો દ્રાક્ષારસ બુદ્ધિનું હરણ કરે છે.


હે સમરુનના પર્વત પરની, ગરીબો પર જુલમ કરનારી, દરિદ્રીઓને કચરી નાખનારી તથા “લાવો, આપણે પીએ, ” એમ પોતાના ધણીઓને કહેનારી બાશાનની ગાયો, તમે આ વચન સાંભળો.


કેમ કે જો કે તેઓ ગૂંથાઈ ગયેલા કાંટાઓ જેવા હશે, ને જાણે કે પોતાના મદ્યપાનથી પલળી ગયા હશે તોપણ સૂકા કચરાની જેમ તેઓને ભસ્મ કરવામાં આવશે.


પણ તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ છટકાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.


જો એફેસસમાં માણસની જેમ હું સાવજોની સામે લડ્યો, તો મને શો લાભ છે? જો મૂએલાં ઊઠતાં નથી તો ભલે ખાઈએ તથા પીઈએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ.


કેમ કે અધ્યક્ષ ઈશ્વરનો કારભારી છે, માટે તેણે નિર્દોષ હોવું જોઈએ. સ્વચ્છંદી કે તામસી કે દારૂડિયો કે મારનારા કે નીચ લાભનો લોભી એવો નહિ [હોવો જોઈએ].


Lean sinn:

Sanasan


Sanasan