Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 56:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેના ચોકીદારો આંધળા છે, તેઓ સર્વ અજ્ઞાન છે; તેઓ સર્વ મૂંગા કૂતરા છે કે, જેઓ ભસી શકતા નથી; તેઓ સ્વપ્નવશ, સૂઈ રહેનારા, અને ઊંઘણશી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ઇઝરાયલી લોકના એ ચોકિયાતો તો આંધળા અને અજ્ઞાન છે. તેઓ તો ભસી ન શકે તેવા મૂંગા કૂતરા જેવા છે. તેઓ સ્વપ્નમાં રાચનારા, પડી રહેનારા અને નિદ્રાધીન છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓના સર્વ ચોકીદારો અંધ છે; તેઓ સમજતા નથી; તેઓ સર્વ મૂંગા કૂતરા છે; જે ભસી શકતા નથી: તેઓ સપનાં જુએ છે, સૂઈ રહેનારા, ઊંઘણશી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 કારણ કે ઇસ્રાએલના બધાં ચોકીદારો સર્વ આંધળા છે અને કંઇ જાણતા નથી; તેઓ મૂંગા કૂતરા છે કે જે ભસતા નથી, તેના જેવા છે. તેઓ જમીન પર લાંબા થઇને સૂઇ રહેવાનું, આરામ કરવાનું તથા સ્વપ્નો જોવાનું પસંદ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 56:10
24 Iomraidhean Croise  

પણ યોઆશ રાજાના ત્રેવીસમાં વર્ષ સુધી યાજકોએ મંદિરની ભાંગતૂટ સમારી નહોતી.


કેમ કે યહોવાએ ભર ઊંઘનો આત્મા તમારી પર રેડયો છે, ને તમારી આંખો (એટલે પ્રબોધકો) બંધ કરી છે, ને તમારાં શિર (એટલે દષ્ટાઓ) ઢાંકયાં છે.


વિસ્મિત થઈને અચંબો પામો; પોતાને આંધળા કરીને આંધળા થાઓ. તેઓ પીધેલા છે, પણ દ્રાક્ષારસથી નહિ; તેઓ લથડિયાં ખાય છે, પણ દારૂથી નહિ.


સાંભળ, તારા ચોકીદારોની વાણી! તેઓ મોટે સાદે પોકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે; કેમ કે યહોવા શી રીતે સિયોનમાં પાછા આવે છે, તે તેઓ નજરોનજર જુએ છે.


“તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, અને મારા લોકોને તેમના અપરાધો, તથા યાકૂબનાં સંતાનોને તેમનાં પાપ, કહી સંભળાવ.


તેઓ આંધળાઓની જેમ મહોલ્લે મહોલ્‍લે ભમતા ફરે છે, તેઓ રક્તથી ખરડાયા છે, તેથી તેઓનાં વસ્‍ત્રને કોઈ અડકી શકતું નથી.


એટલે ઇઝરાયલના જે પ્રબોધકો યરુશાલેમ વિષે પ્રબોધ કરે છે, ને શાંતિ ન છતાં તેને માટે શાંતિના સંદર્શન જુએ છે તેઓ [નષ્ટ થયા છે] , ” એવું પ્રભુ યહોવા કહે છે.


પણ જો ચોકીદાર તરવારને આવતી જોઈને રણશિંગડું વગાડે નહિ, ને લોકોને ચેતવણી ન મળે, ને તરવાર આવીને તેઓમાંના કોઈ માણસનો સંહાર કરે, તો તે તો પોતાની દુષ્ટતાને લીધે સંહાર પામ્યો છે, પરંતું તેના રક્તનો બદલો હું ચોકીદાર પાસેથી લઈશ.


મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે; તેં જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ; તું તારા ઈશ્વરના નિયમને ભૂલી ગયો છે, તો હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.


હે આશૂરના રાજા, તારા સૂબાઓ ઊંઘે છે, તારા અમીર ઉમરાવો સૂતેલા છે. તારા લોકોને પર્વતો પર વિખેરી નાખવામાં આવ્યા છે, તેમને ભેગા કરનાર કોઈ નથી.


તેઓને રહેવા દો, તેઓ આંધળા દોરનારા છે; અને જો આંધળો આંધળાને દોરે તો બન્‍ને ખાડામાં પડશે.”


કૂતરાઓથી સાવધ રહો, દુષ્કૃત્યો કરનારાઓથી સાવધ રહો, વ્યર્થ સુન્‍નતથી સાવધ રહો.


Lean sinn:

Sanasan


Sanasan