Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 56:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવા કહે છે, “ન્યાયનું પાલન કરો ને પ્રમાણિકપણે વર્તો; કેમ કે મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ પોતાના લોકને કહે છે, “ન્યાયનું પાલન કરો અને પ્રામાણિકપણે વર્તો. કારણ, હું થોડા જ વખતમાં તમારો ઉદ્ધાર કરીશ અને તમારે માટે છુટકારો જાહેર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહ એવું કહે છે, “ન્યાયનું પાલન કરો, પ્રામાણિકપણે વર્તો; કેમ કે મારું તારણ પાસે છે અને મારું ન્યાયીપણું પ્રગટ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવા કહે છે કે, “સર્વની સાથે ન્યાય અને પ્રામાણિકતાથી વતોર્. ન્યાયને અનુસરો, કારણ હું મુકિત આપવાની તૈયારીમાં છું, અને ન્યાયને વિજયી બનાવનારો છું.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 56:1
26 Iomraidhean Croise  

ન્યાય પાળનારાઓને, તથા પવિત્રતાને ધોરણે નિત્ય ચાલનારને, ધન્ય છે.


જે ઉપકારસ્તુતિનાં અપર્ણ ચઢાવે છે તે મારો મહિમા [પ્રગટ] કરે છે; અને જે પોતાની વર્તણૂક [નિયમસર] રાખે છે, તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ.”


નિશ્ચે તેમનું તારણ તેમના ભક્તોની પાસે છે; જેથી અમારા દેશમાં ગૌરવ રહે.


યહોવા મોટા મનાયા છે; કેમ કે તે ઉચ્ચસ્થાને રહે છે; તેમણે ઇનસાફથી તથા ધાર્મિકપણાથી સિયોનને ભરપૂર કર્યું છે.


હું મારો ન્યાય પાસે લાવું છું, તે છેટે રહેનાર નથી, મારા તારણને વાર લાગવાની નથી; હું સિયોનમાં મારું તારણ [મૂકીશ] , ને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ.”


મારું ન્યાયીપણું પાસે છે, મારું ઉદ્ધારકાર્ય પ્રગટ થયું છે, ને મારા ભુજ લોકોનો ન્યાય કરશે; દ્વીપો મારી રાહ જોશે, ને મારા ભુજ પર તેઓ ભરોસો રાખશે.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, ને આધર્મી માણસ પોતાના વિચારો તજી દે; અને યહોવા પાસે તે પાછો આવે, તો તે તેના પર કૃપા કરશે; અને આપણા ઈશ્વરની પાસે [આવે] , કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે.


કેમ કે હું યહોવા ઇનસાફ ચાહું છું, અન્યાયથી કરેલી લૂંટફાટનો હું ધિક્કાર કરું છું; હું સત્યતા પ્રમાણે તેમની મહેનતનો બદલો આપીશ, ને તેઓની સાથે સર્વકાળનો કરાર કરીશ.


જે હોંસથી ધાર્મિકપણાએ વર્તે છે તેને, તથા જેઓ તમારા માર્ગોમાં રહીને તમારું સ્મરણ કરે છે તેઓને તમે મળો છો; જુઓ, તમે કોપાયમાન થયા હતા, કેમ કે અમે તો પાપ કર્યું; તે [પાપ કરવા] માં અમે લાંબી મુદતથી [પડયા] છીએ, [એમ છતાં] શું અમે તારણ પામીશું?


અપરાધ બંધ પાડવાને, પાપનો અંત લાવવાને, ને દુરાચરનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયીપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, તારા લોકોને શિર તથા તારા પવિત્ર નગરને શિર સિત્તેર અઠવાડિયાં નિર્માણ કરેલાં છે.


કનાન [ઠગ છે] , તેના હાથમાં ખોટાં ત્રાજવાં છે; તેને છળકપટ ગમે છે.


હે મનુષ્ય, સારું શું છે તે પ્રભુએ તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે?


તે તારા પક્ષની હિમાયત કરીને મને દાદ આપશે ત્યાં સુધી હું યહોવાનો રોષ સહન કરીશ, કેમ કે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે, તે મને બહાર અજવાળામાં લાવશે, [ને] હું તેમનું ન્યાયીપણું જોઈશ.


મારા સેવક મૂસાનો ‘નિયમ’ કે જે મેં તેને હોરેબમાં સર્વ ઈઝરાયલને માટે ફરમાવ્યો તે, એટલે વિધિઓ તથા આ ઓ, તમે યાદ રાખો.


“પસ્તાવો કરો; કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.


ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યા, “પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.”


“સમય પૂરો થયો છે, ને ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો, ને સુવાર્તા પર વિશ્વાસ કરો.”


જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, એ ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.


કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે [ન્યાયીપણું] વિશ્વાસથી છે, અને વિશ્વાસને અર્થે છે. જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’


Lean sinn:

Sanasan


Sanasan