યશાયા 54:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી, દિલાસા વગરની [નગરી] , જો, હું તારા પથ્થરો સુરમામાં બેસાડીશ, ને તારા પાયા નીલમના કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 “હે દુ:ખિત, વાવાઝોડાની થપાટો ખાતી અને દિલાસાવિહોણી યરુશાલેમ નગરી, હું તારા પથ્થરો સુરમામાં બેસાડીશ અને તારા પાયા નીલમના કરીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી, દિલાસા વગરની, જુઓ, હું તારા પથ્થરો પીરોજમાં બેસાડીશ અને તારા પાયા નીલમના કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ11 “હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી દિલાસા વિહોણી નગરી! હું તને નીલમના પાયા ઉપર ફરીથી ચણી લઇશ અને મૂલ્યવાન પથ્થરોમાંથી તમારા ઘરની ભીંતો બનાવીશ. Faic an caibideil |
હવે મેં મારા સંપૂર્ણ બળથી મારા ઈશ્વરના મંદિરને માટે સોના [ની વસ્તુઓ] ને માટે સોનું, રૂપા [ની વસ્તુઓ] ને માટે રૂપું, પિત્તળ [ની વસ્તુઓ] ને માટે પિત્તળ, લોઢા [ની વસ્તુઓ] ને માટે લોઢું તથા લાકડાં [ની વસ્તુઓ] ને માટે લાક્કડ, તેમ જ ગોમેદ મણિ તથા જડાવકામને માટે તથા ચિત્રવિચિત્ર કામને માટે તરેહ તરેહના રંગનાં, અને સર્વ પ્રકારનાં મૂલ્યવાન જવાહિરો તથા સંગેમરમરના પુસ્કળ પાષાણો તૈયાર કર્યા છે.