Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 53:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે તો તેની સમક્ષ ફણગાની જેમ, તથા સૂકી ભૂમિમાંની જડની જેમ ઊગ્યો; તેનામાં કંઈ સૌદર્ય નહોતું, ને લાવણ્ય નહોતુમ; આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તે તો તેમની સમક્ષ કુમળા રોપાની જેમ અને સૂકી ભૂમિમાં ઊગી નીકળતા મૂળની જેમ વૃદ્ધિ પામ્યો. તેનામાં કંઈ એવાં સૌંદર્ય કે પ્રભાવ નહોતાં કે આપણે તેના પ્રત્યે આકર્ષાઈએ. તેનામાં કંઈ લાવણ્ય નહોતું કે આપણે તેને ચાહીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે યહોવાહની સમક્ષ રોપાની જેમ ઊગી નીકળ્યો અને સૂકી ભૂમિમાં ફણગાની જેમ ફૂટી નીકળ્યો; તેની પાસે કોઈ સૌંદર્ય કે વૈભવ ન હતા; જયારે આપણે તેને જોયો, તેનામાં આપણને આકર્ષી શકે તેવી સુંદરતા નહોતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે યહોવાની આગળ છોડની જેમ ઊગી નીકળ્યો. એનામાં નહોતું રૂપ કે નહોતી આંખોને આકર્ષતી સુંદરતા કે નહોતી મનમોહક આકૃતિ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 53:2
22 Iomraidhean Croise  

યિશાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, ને તેની જડમાંથી ઊગતી એક ડાળીને ફળ આવશે.


તે દિવસે ઇઝરાયલનાં બચેલાંને માટે યહોવાએ ઉગાડેલો અંકુર સુંદર તથા તેજસ્વી, ને ભૂમિની પેદાશ ઉત્તમ તથા શોભાયમાન થશે.


જે પ્રમાણે ઘણા લોકો તને જોઈને વિસ્મિત થયા (તેનો ચહેરો અને તેનું રૂપ એવાં વિરૂપ થયાં હતાં કે તે જાણે માણસ જ ન હોય),


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે, જે સમયે હું દાઉદના વંશમાં એક ન્યાયી અંકુર ઉગાવીશ, તે રાજા થઈને રાજ કરશે, ને ડહાપણથી વર્તશે, ને દેશમાં ન્યાય તથા નીતિ પ્રવર્તાવશે.


હે પ્રમુખ યાજક યહોશુઆ, તું તથા તારી આગળ બેસનાર તારા સાથીઓ, હવે સાંભળો; કેમ કે તે માણસો અચંબારૂપ છે; કેમ કે જુઓ, મારો સેવક જે અંકુર [કહેવાય છે] તેને હું પ્રગટ કરીશ.


અને તેને કહે કે, સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, ‘જો, અંકુર નામનો પુરુષ! તે પોતાના સ્થાનમાંથી ઊગી નીકળશે, ને તે યહોવાનું મંદિર બાંધશે;


શું એ સુથાર નથી? શું એ મરિયમનો દીકરો, યાકૂબ તથા યોસે તથા યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એમની બહેનો અહીં આપણી પાસે નથી? અને તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી.


અને તેમણે તેઓને કહ્યું, “એલિયા પહેલાં આવીને સર્વને સુધારે છે ખરો; અને માણસના દીકરા વિષે એમ કેમ લખેલું છે કે તેણે ઘણું દુ:ખ સહેવું ને તુચ્છકાર પામવો?


અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો. તેણે તેને લૂગડામાં લપેટીને ગભાણમાં સૂવાડ્યો, કારણ કે તેઓને માટે ધર્મશાળામાં કંઈ જગા ન હોતી.


ઈસુએ તેને કહ્યું, “લોંકડાને દર હોય છે, અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે. પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામઠેકાણું નથી.”


ત્યારે તે બધાએ ફરીથી બૂમ પાડીને કહ્યું, “એને તો નહિ, પણ બરાબાસને” હવે બરાબાસ તો લૂંટારો હતો.


ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા એવા બહાર નીકળ્યા. પછી [પિલાત] તેઓને કહે છે, “જુઓ, આ માણસ!”


કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે [કામ] તેને અશક્ય હતું તે ઈશ્વરે [કર્યું, એટલે] પોતના દીકરાને પાપી દેહની સમાનતામાં, અને પાપાર્થાર્પણને માટે મોકલીને તેમના દેહમાં પાપને શિક્ષા ફરમાવી,


વળી ભૂંડું કરનારાઓને દંડ કરવાને તથા સારું કરનારાઓનાં વખાણ કરવાને તેણે નીમેલા અધિકારીઓને તમે આધીન થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan