Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 52:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે પ્રભુ યહોવા કહે છે, “પ્રથમ મારા લોક મિસરમાં પ્રવાસ કરવા માટે ગયા; અને આશૂરે વિના કારણ તેમના પર જુલમ કર્યો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તમે તો પોતે ઇજિપ્તમાં વસવા ગયા હતા. છેલ્લે આશ્શૂરે તમને વિનાકારણ રંજાડયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે પ્રભુ યહોવાહ એવું કહે છે, “શરૂઆતમાં મારા લોકો મિસરમાં અસ્થાયી વસવાટ કરવા માટે ગયા હતા; આશ્શૂરે હમણાં જ તેમના ઉપર જુલમ કર્યો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 કારણ કે યહોવા જે દેવ છે તેણે કહ્યું, “આરંભમાં તમે વસવાટ કરવા માટે મિસર ગયા હતા, પછી આશ્શૂરના લોકોએ તમારા ઉપર વિના કારણ જુલમ કર્યો.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 52:4
11 Iomraidhean Croise  

અને તેઓનાં ઢોરઢાંક તથા જે સંપત્તિ તેઓએ કનાન દેશમાં મેળવી હતી તે લઈને યાકૂબ તથા તેની સાથે તેનું આખું કુટુંબ મિસરમાં આવ્યું;


એટલે તેના દિકરા તથા તેની સાથે તેના દિકરાઓના દિકરા, ને તેની દીકરીઓ તથા તેના દિકરાઓની દીકરીઓને તથા તેનાં સર્વ સંતાનને તે પોતાની સાથે મિસરમાં લાવ્યો.


યહોવાએ શેતાનને પૂછયું, “શું તેં મારા સેવક અયૂબને લક્ષમાં લોધો છે? પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ, પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી; જોકે તેને વિનાકારણ પાયમાલ કરવાને તેં મને ઉશ્કેર્યો હતો, તોપણ હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દઢતાથી વળગી રહ્યો છે.”


તમારી વાટ જુએ છે તેઓમાંનો કોઈ લજવાશે નહિ. જેઓ વગર કારણે કપટ કરે છે તેઓની લાજ જશે.


તમે તમારા લોકને મફત વેચી દો છો, અને તેમની કિંમતથી તમને કંઈ લાભ થતો નથી.


જેઓ વિનાકારણ મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે તેઓ બળવાન છે. જે મેં લૂંટી લીધું નહોતું, તે મારે પાછું આપવું પડ્યું.


એટલે મારા દેશમાં હું આશૂરના કકડેકકડા કરીશ, અને મારા પર્વતો પર હું તેને ખૂંદી નાખીશ; તે વખતે એની ઝૂંસરી તેઓ પરથી નીકળી જશે, ને એનો ભાર તેઓની ખાંધ પરથી ઉતારવામાં આવશે.


ઇઝરાયલ રખડેલ ઘેટો છે. સિંહોએ તેને નસાડી મૂક્યો છે; પ્રથમ તો આશૂરનો રાજા તેને ખાઈ ગયો; અને હવે છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેનાં હાડકાં ભાંગી નાખ્યા છે.


પણ તેઓના નિયમશાસ્‍ત્રમાં લખ્યું છે કે, ‘તેઓએ વિનાકારણ મારાં પર દ્વેષ રાખ્યો છે, ’ તે પૂર્ણ થવા માટે [એમ થયું].


Lean sinn:

Sanasan


Sanasan