Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 50:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હું આવ્યો, તો કોઈ માણસ નહોતું; મેં પોકાર્યું, તો કોઈ ઉત્તર આપનાર નહોતો, એનું કારણ શું? શું, મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે કે, તે તમને છોડાવી શકે નહિ? અને તમને બચાવવાને મારામાં કોઈ શક્તિ નથી? જુઓ, મારી ધમકીથી હું સમુદ્રને સૂકવી નાખું છું, નદીઓને રણ કરી નાખું છું; પાણીની અછતને લીધે તેઓમાંનાં માછલાં ગંધાઈ ઊઠે છે, ને તરસે મરી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “હું તમને બચાવવા આવ્યો ત્યારે અહીં કેમ કોઈ નહોતું? મેં હાંક મારી ત્યારે કેમ કોઈએ જવાબ આપ્યો નહિ? શું તમને છોડાવવા હું પહોંચી વળી શકું તેમ નથી? શું તમને બચાવવાને મારું બાહુબળ પૂરતું નથી? હું ધમકીમાત્રથી સમુદ્રને સૂકવી નાખું છું અને નદીઓને રણ બનાવી દઉં છું. પરિણામે, પાણીને અભાવે તેનાં માછલાં તરસે તરફડી મરે છે અને ગંધાઈ ઊઠે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હું શા માટે આવ્યો પણ ત્યાં કોઈ હતું નહિ? મેં શા માટે પોકાર કર્યો પણ કોઈએ જવાબ આપ્યો નહિ? શું મારો હાથ એટલો બધો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી શકે નહિ? શું તમને બચાવવા માટે મારામાં શક્તિ નથી? જુઓ, મારા ઠપકાથી હું સમુદ્રને સૂકવી નાખું છું; હું નદીઓને રણ કરી નાખું છું; તેમાંની માછલીઓ પાણી વિના મરી જાય છે અને ગંધાઈ ઊઠે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હું તમારો ઉદ્ધાર કરવા આવ્યો, ત્યારે અહીં કેમ કોઇ હતું નહિ? મેં બૂમ પાડી ત્યારે કેમ કોઇએ જવાબ ન આપ્યો? શું તમને એમ લાગ્યું કે, મારો હાથ તમારો ઉદ્ધાર કરવા સમર્થ નથી! શું મારામાં તમને બચાવવાની શકિત નથી? જુઓ, મારી આજ્ઞાથી સાગર સૂકાઇ જાય છે, અને ઝરણા રણ બની જાય છે. તેમાંની માછલીઓ પાણી વિના ગંધાઇ ઊઠે છે અને તરસે મરી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 50:2
46 Iomraidhean Croise  

યહોવાને શું કંઇ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ, ને સારાને દીકરો થશે.”


માટે હવે હિઝકિયાથી તમે છેતરાશો નહિ, તથા તે તમને એ પ્રમાણે ન ભરમાવે, તેમ જ તમારે પણ તેના પર ભરોસો ન રાખવો; કેમ કે કોઈ પ્રજા કે રાજ્યનો દેવ પોતાના લોકને મારા હાથમાંથી તથા મારા પિતૃઓના હાથમાંથી છોડાવી શક્યો નથી; તો મારા હાથમાંથી તમને છોડાવવાને તમારા ઈશ્વર કેટલાક શક્તિમાન નીવડશે?’”


લાલ સમુદ્રને પણ તેમણે ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો; એ પ્રમાણે તેમણે જાણે મેદાનમાં હોય તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોરી લીધા.


તે નદીઓને સ્થાને રાન, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,


અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર તરફ લંબાવ્યો; અને યહોવાએ તે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને સમુદ્રને [પાછો] હઠાવ્યો, ને સમુદ્રને ઠેકાણે કોરી જમીન કરી દીધી, ને તેના પાણીના બે ભાગ થઈ ગયા.


પણ ઇઝરાયલી લોકો સમુદ્ર મધ્યે થઈને કોરી જમીન પર ચાલ્યા ગયા; અને પાણી તેમને જમણે તથા ડાબે હાથે ભીંતરૂપ થઈ ગયાં હતાં.


અને નદીમાંનાં માછલાં મરી જશે, ને નદી ગંધ મારશે; અને મિસરીઓ નદીનું પાણી પીતાં કંટાળશે.’”


અને નદીનાં માછલાં મરી ગયાં. અને નદીનું પાણી પી શકયા નહિ; અને આખા મિસર દેશમાં લોહી લોહી થઈ રહ્યું.


મેં બોલાવ્યા છે, પણ તમે ઇનકાર કર્યો; મેં મારો હાથ લાંબો કર્યો છે, પણ કોઈએ તેની દરકાર કરી નથી;


યહોવા મિસરના સમુદ્રની જીભને સૂકવી નાખશે; અને પોતાના ઉષ્ણ શ્વાસથી તે નદી પર પોતાનો હાથ હલાવશે, ને તેને મારીને સાત નાળાં કરશે, અને લોકો જોડા પહેરીને પાર જશે.


સમુદ્રનાં પાણી ઓસરી જશે, ને નદીનાં પાણી ઓછાં થઈને સુકાઈ જશે.


પ્રભુએ પોતાનો હાથ સમુદ્ર પર લાંબો કર્યો છે, તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; યહોવાએ કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો.


એ દેશોના સર્વ દેવોમાંથી કયા દેવે પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યો છે કે, યહોવા યરુશાલેમને મારા હાથમાંથી છોડાવે?’”


જ્યારે હું જોઉ છું, ત્યારે કોઈ માણસ દેખાતો નથી; તેઓમાં એવો કોઈ મંત્રી પણ નથી કે હું જ્યારે તેઓને પૂછું ત્યારે તેઓ ઉત્તર આપે.


હું પર્વતોને તથા ડુંગરોને ઉજજડ કરીશ, ને તેમની સર્વ લીલોતરીને સૂકવી નાખીશ; હું નાળાંઓના બેટ કરી નાખીશ, અને તળાવોને હું સૂકવી નાખીશ.


જે યહોવા સમુદ્રમાં માર્ગ, ને જબરાં પાણીમાં રસ્તો કરી આપે છે,


તે જ સાગરને કહે છે કે, સુકાઈ જા, હું તારી નદીઓને સૂકવી નાખીશ;


જેણે સમુદ્રને, તેનાં અગાધ પાણીને સુકવી નાખ્યાં, જેણે ઉદ્ધાર પામેલાઓને પાર ઉતારવાને અર્થે સમુદ્રનાં ઊંડાણોમાં થઈને માર્ગ કરી આપ્યો, તે જ તું નથી?


તજેલી તથા મનમાં ઉદાસ રહેતી પત્નીની જેમ, એટલે જુવાનીમાં પરણેલી પણ પછીથી ધિક્કારપાત્ર થયેલી પત્નીની જેમ, યહોવાએ તને બોલાવી છે. એવું તારા ઈશ્વર કહે છે.


જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે! અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે!


તેમણે જોયું કે કોઈ માણસ નથી, ને કોઈ મધ્યસ્થ નથી; તે જોઈને તે વિસ્મય પામ્યા, ને તેમણે પોતાને માટે પોતાને જ હાથે તારણ સાધ્યું; અને તેમનું પોતાનું ન્યાયીપણું તે તેમનો આધાર થયું.


જેમણે અમને જાણે મેદાન પર ઘોડો ચાલતો હોય તેમ ઊંડાણમાં એવી રીતે ચલાવ્યા કે અમે ઠોકર ખાધી નહિ, તે ક્યાં છે?”


અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ, અમારાં સર્વ સારાં કાર્યો મેલા લૂગડાના જેવાં છે, અમે સર્વ પાંદડાની જેમ સુકાઈ જઈએ છીએ, અને અમારા અપરાધો વાયુની જેમ અમને ઉડાવી દે છે.


તમને હું તરવારને માટે નિર્માણ કરીશ, ને તમારે સૌએ સંહારને શરણ થવું પડશે; કેમ કે મેં હાંક મારી, ને તમે ઉત્તર આપ્યો નહિ; હું બોલ્યો, ને તમે સાંભળ્યું નહિ; પણ મારી દષ્ટિમાં જે ભૂંડું હતું તે તમે કર્યું, ને જે હું ચાહતો ન હોતો તે તમે પસંદ કર્યું.”


હું પણ તેઓને માટે આફતો પસંદ કરીશ, ને તેઓ જેનાથી ડરે છે તે બધું તેઓ પર લાવીશ; કેમ કે મેં હાંક મારી, ત્યારે કોઈ ઉત્તર આપનાર નહોતો; હું બોલ્યો, પણ તેઓએ [મારું] સાંભળ્યું નહિ; અને તેઓએ મારી દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને જે હું ચાહતો નથી તે તેઓએ પસંદ કર્યું.”


વિસ્મિત થયેલા માણસના જેવા, જે પરાક્રમી છતાં બચાવ કરી ન શકે, એવા તમારે કેમ થવું જોઈએ? પણ હે યહોવા, તમે અમારી વચમાં છો, ને તમારા નામથી અમે ઓળખાયા છીએ: અમારો ત્યાગ ન કરો.”


રેખાબના પુત્ર યોનાદાબે દ્રાક્ષારસ પીવા વિષે પોતાના પુત્રોને નિષેધ કર્યો હતો તે માનવામાં આવ્યો છે, ને આજ સુધી તેઓ તે પીતા નથી, તેઓ પોતાના પિતાની આજ્ઞા પાળતા આવ્યા છે, પણ મેં તો પ્રાત:કાળે ઊઠીને આગ્રહથી તમને કહ્યું છે; તોપણ તમે મારું કહ્યું સાંભળ્યું નહિ.


મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને એટલે મારા પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા, ને કહ્યું કે, તમે તમારા દુષ્ટ માર્ગોથી ફરો, ને તમારી કરણીઓ સુધારો, ને અન્ય દેવોની પાછળ વંઠી જઈને તેઓની ઉપાસના ન કરો, તો જે દેશ મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તમે વસશો, પણ તમે કાન ધર્યો નહિ, ને મારું સાંભળ્યું નહિ.


યરુશાલેમના મહોલ્લાઓમાં આમતેમ ફરો, અને જુઓ ને જાણો, ને તેના ચોકોમાં શોધો, ન્યાય કરનાર અને સત્યને માર્ગે ચાલનાર એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ હોય, તો હું તેને ક્ષમા કરીશ.


યહોવા કહે છે, હમણાં તમે એ સર્વ કામો કર્યાં છે, ને હું પ્રાત:કાળે ઊઠીને તમને કહેતો હતો, પણ તમે સાંભળ્યું નહિ:મેં તમને બોલાવ્યા, પણ તમે ઉત્તર આપ્યો નહિ.


તું આ બધાં વચન તેમને કહી સંભળાવીશ, પણ તેઓ તારું સાંભળશે નહિ. તું તેઓને બોલાવીશ પણ તેઓ તને ઉત્તર આપશે નહિ.


મેં ચિત્ત દઈને સાંભળ્યું, પણ તેઓ યથાયોગ્ય બોલ્યા નહિ; ‘મેં આ શું કર્યું?’ એમ કહીને કોઈ પણ પોતાની દુષ્ટતાનો પશ્ચાતાપ કરતો નથી! જેમ લડાઈમાં ઘોડો વેગથી ધસે છે, તેમ તેઓમાંનો દરેક પોતપોતાના માર્ગમાં આગળ ધસી જાય છે.


તો હવે તમે રણશિંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારનાં વાજિંત્રોનો સૂર સાંભળો તે વખતે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી બનાવેલી મૂર્તિને પૂજવા તૈયાર થશો તો ઠીક; પણ જો તમે પૂજા કરશો નહિ તો તે જ ઘડીએ તમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે; અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે?”


માટે હું એવો હુકમ ફરમાવું છું કે જે કોઈ માણસ, પ્રજા કે [ગમે તે] ભાષા [બોલનાર લોકો] શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની વિરુદ્ધ કંઈપણ અયોગ્ય બોલશે, તે સર્વના કાપીને ટુકડેટુકડા કરવામાં આવશે, ને તેમના ઘરોનો ઉકરડો કરી નાખવામાં આવશે, કેમ કે આવી રીતે [પોતાના સેવકોને] છોડાવી શકે એવો બીજો કોઈ ઈશ્વર નથી.”


જ્યારે તે બિલ આગળ દાનિયેલની પાસે આવ્યો ત્યારે તેણે રડતે સાદે દાનિયેલને હાંક મારી, રાજાએ દાનિયેલને કહ્યું, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, શું તારા ઈશ્વર, જેમની તું નિરંતર ઉપાસના કરે છે, તે તને સિંહોથી બચાવી શક્યા છે?”


તે બચાવે છે ને છોડાવે છે, ને તે આકાશમાંથી તથા પૃથ્વી પર ચિહ્‍નો તથા ચમત્કારો કરે છે! તેમણે દાનિયેલને સિંહોના પંજામાંથી બચાવ્યો.”


જેમ જેમ [પ્રબોધકોએ] તેમને તેડાવ્યા’ તેમ તેમ તેઓ તેમનાથી દૂર જતા ગયા. તેઓએ બાલીમને બલિદાન આપ્યા, ને ઘડેલી મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો.


મારા લોકનું વલણ મારી પાસેથી પાછું હઠી જવાનું છે; જો કે તેઓ તેઓને સ્વર્ગવાસી [ઈશ્વર] પાસે બોલાવે, તે છતાં કોઈ પણ તેને માન આપશે નહિ.


તે સમુદ્રને ધમકાવીને તેને સૂકો કરી નાખે છે, ને બધી નદીઓને સૂકવી નાખે છે. બાશાન ઝૂરે છે, ને કાર્મેલ તથા લબાનોનનું ફૂલ કરમાય છે.


શું યહોવા નદીઓ પર નારાજ થયા? શું તમારો રોષ નદીઓ ઉપર છે કે, તમારો કોપ સમુદ્ર ઉપર છે કે, તેને લીધે તમે તમારા ઘોડાઓ પર, તમારા વિજયી રથોમાં [બેસીને] સવારી કરો છો?


અને યહોવાએ મૂસાને કહ્યું, “શું યહોવાનો હાથ ટૂંકો પડયો છે? મારું વચન તારા પ્રત્યે પૂરું થશે કે નહિ એ તું હવે જોઈશ.”


અને તેમણે ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું, “છાનો રહે, શાંત થા.” અને પવન બંધ થયો, ને મહા શાંતિ થઈ.


તે પોતાનાંની પાસે આવ્યો, પણ પોતાના [લોકો] એ તેનો અંગીકાર કર્યો નહિ.


અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે, જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાનાં કરતાં અંધારું ચાહ્યું; કેમ કે તેઓનાં કામ ભૂંડાં હતાં.


ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી રહ્યું, અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદામનગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું. અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.


Lean sinn:

Sanasan


Sanasan