Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 50:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જુઓ, સર્વ અગ્નિ સળગાવનારા, કમરે બળતાં ખોયણાં બાંધનારા, તમે તમારા [સળગાવેલા] અગ્નિની જ્વાળામાં તથા તમે પોતે સળગાવેલાં ખોયણાંમાં ચાલો. મારા હાથથી તમારે માટે એ જ નિર્ણિત થયેલું છે; તમે વિપત્તિ સ્થાનમાં પડી રહેશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 પણ હાલ જેઓ અગ્નિ પેટાવે છે અને સળગતી મશાલો ધરાવે છે તેવા તમે તમારા પેટાવેલ અગ્નિના અને સળગતી મશાલોના પ્રકાશમાં ચાલો. પ્રભુને હાથે તમારા આવા હાલ થશે: તમે વેદનામાં રિબાયા કરશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જુઓ, તમે સર્વ અગ્નિ સળગાવનારા, જે મશાલોથી સજ્જ છો: તમારી સળગાવેલ જ્યોતમાં અને તમારી મશાલોના પ્રકાશમાં ચાલો. યહોવાહ કહે છે, ‘મારા હાથથી,’ ‘આ તમારી પાસે આવશે: તમે વિપત્તિના સ્થાનમાં પડી રહેશો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “પણ તમે બધા તો અગ્નિ પેટાવો છો અને ઝાડના કૂંઠા બાળો છો. તો જાઓ, અગ્નિની જવાળાની વચ્ચે અને તમે જાતે સળગાવેલાં ઝાડના ઠૂંઠા વચ્ચે ચાલો. યહોવાને હાથે તમારી આ દશા થવાની છે. તમે દુ:ખમાં જ સબડવાનાં છો અને વિપત્તિમાં જ પડ્યા રહેવાના છો.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 50:11
30 Iomraidhean Croise  

જેઓ [યહોવાને] બદલે બીજા [દેવને] માને છે, તેઓનો ખેદ વધી પડશે. તેઓના રક્તનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ, અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ.


દુષ્ટ પર ઘણી વિપત્તિઓ આવી પડશે; પણ જે યહોવા પર ભરોસો રાખે છે, તે તેમની કૃપાથી ઘેરાશે.


જેવો બળતાં લાકડાં, તીર તથા પ્રાણઘાતક [વસ્તુઓ] ફેંકનાર ઘેલો માણસ છે,


જે ખોરાક નથી તેને માટે નાણું શા માટે ખરચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ [શા માટે ખરચી નાખો છો?] કાન દઈને મારું સાંભળો, અને સારું જ ખાઓ, ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે.


અને વળી પૃથ્વી પર નજર કરશે, તો જુઓ, વિપત્તિ તથા અંધકાર અને વેદનાની ગ્લાનિ દેખાશે; અને ઘોર અંધકારમાં તેઓને હાંકી કાઢવામાં આવશે.


દુષ્ટતા દવની જેમ બળે છે; તે કાંટાને તથા ઝાંખરાંને બાળી નાખે છે; તેથી વનની ઝાડીઓ સળગી ઊઠે છે, એટલે તેના ધુમાડાના ગોટેગોટા ચક્કર ખાતાં ચઢી જાય છે.


જે વારસો મેં તને આપ્યો તેને તું પોતાની જાતે પડતો મૂકીશ, અને અજાણ્યા દેશમાં હું તારી પાસે તારા વૈરીઓની સેવા કરાવીશ; કેમ કે તમે મારો કોપાગ્નિ સળગાવ્યો છે, તે સર્વકાળ બળતો રહેશે.”


હે ઇઝરાયલ લોકો, તમારા વિષે તો પ્રભુ યહોવા કહે છે કે, જાઓ, તમે સર્વ પોતપોતાની મૂર્તિઓની સેવા કરો, ને જો તમે મારું સાંભળવાને ઇચ્છતા ન હો તો હવે પછી પણ એમ જ કર્યા કરજો; પણ હવે પછી કદી તમે પોતાનાં અર્પણોથી તથા પોતાની મૂર્તિઓથી મારા પવિત્ર નામને લાંછન લગાડશો નહિ.


“મેં મિસરની જેમ તમારા પર મરકી મોકલી છે. મેં તરવારથી તમારા જુવાનોનો સંહાર કર્યો છે, ને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે. મેં તમારી છાવણીની દુર્ગંધ તમારાં નસકોરાંમાં ભરી છે; તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.


હું તમારા પર લૂની તથા ગેરવાની આફત લાવ્યો; તમારાં સંખ્યાબંધ બાગો, દ્રાક્ષાવાડીઓ, અંજીરીઓ તથા જૈતવૃક્ષોને જીવડાં ખાઈ ગયાં છે, તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.


જેઓ ખોટી ને વ્યર્થ બાબતો પર લક્ષ રાખે છે તેઓ પોતા પર કૃપા રાખનારને તજી દે છે.


જુઓ લોકો અગ્નિને માટે શ્રમ કરે છે, ને લોકો નજીવી બાબતોને માટે તૂટી મરે છે, તે શું સૈન્યોના યહોવા [ની આજ્ઞા] થી નથી થતું?


ત્યારે રાજાએ ચાકરોને કહ્યું, “એના હાથપગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.


પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે, જ્યાં રડવું ને દાંત પીસવું થશે.”


એ માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપમાં મરશો; કેમ કે હું [તે] છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપમાં મરશો.”


ત્યારે ઈસુએ કહ્યું, “જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય, માટે ન્યાયને માટે હું આ જગતમાં આવ્યો છું.”


કેમ કે ઈશ્વરના ન્યાયીપણાના વિષે આજ્ઞાન હોવાથી અને પોતાના [ન્યાયીપણા] ને સ્થાપન કરવાને યત્ન કરીને, તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.


જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. આપણા અવયવોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને મલિન કરે છે, તે ભૂમંડળને સળગાવે છે, અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે.


શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે [પકડવામાં આવ્યો]. એ બન્‍નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતાં જ નાખી દેવામાં આવ્યાં.


જો કોઈ જીવનપુસ્તકમાં નોંધેલો માલૂમ પડયો નહિ, તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan