Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 50:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવા એવું પૂછે છે, “જે ફારગતીથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે? અથવા મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા છે? જુઓ, તમારા અન્યાયને લીધે તમે વેચાયા હતા, ને તમારા અપરાધોને લીધે તમારી માને તજી દીધી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ પૂછે છે, “મેં તમારી માતાથી લગ્નવિચ્છેદ કર્યો હોય તો તેનું પ્રમાણપત્ર ક્યાં છે? અથવા મારા કયા લેણદારને ત્યાં મેં તેને વેચી દીધી છે? તમે તો તમારા પાપને લીધે વેચાયા હતા અને તમારા અપરાધને લીધે તમારી માતાને કાઢી મૂકવામાં આવી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહ પૂછે છે કે, “છૂટાછેડાનો પત્ર ક્યાં છે જેનાથી મેં તારી માને છૂટાછેડા આપ્યા? અને મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા હતા? જો, તમારાં પાપોને લીધે તમે વેચાયા હતા અને તમારા બળવાને કારણે તમારી માને મેં તજી દીધી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવા પૂછે છે, “શુ મેં તમને મારા લેણદારોને વેચી દીધા છે? તેને લીધે શું તમે અહીં આવ્યા નથી? મેં તમારી માતાને છૂટાછેડા આપીને કાઢી મૂક્યાનું ફારગતીપત્ર ક્યાં છે? ના, તમારા અપરાધોને લીધે જ તમે પોતાને વેંચી દીધા હતા અને તમારું દેવું ચૂકવવાને માટે જ તમારી માતાને પણ કાઢી મૂકવામાં આવીં હતી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 50:1
27 Iomraidhean Croise  

(પણ આહાબ જેણે પોતાની પત્ની ઇઝબેલના ઉશ્કેર્યાથી યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરવાને માટે પોતાને વેચ્યો હતો, તેના જેવો તો કોઈ જ નહોતો.


અને તેમના દીકરા તથા દીકરીઓને તેઓએ અગ્નિમાં થઈને ચલાવ્યાં હતાં, ને તેઓ શકુનવિદ્યા તથા જાદુક્રિયાનો ઉપયોગ કરતા હતા, ને યહોવાની ર્દષ્ટિમાં જે ભૂડું હતું તે કરવા માટે પોતાને વેચીને યહોવાને રોષ ચઢાવ્યો હતો.


હવે પ્રબોધકોના પુત્રોની પત્નીઓમાંની એક સ્ત્રીએ એલિશાને કરગરીને કહ્યું, “તમારા સેવક મારા ભરથાર મરણ પામ્યા છે. તમે જાણો છો કે તમારા સેવક યહોવાનો ડર રાખતા હતા. અને લેણદાર મારા બે છોકરાને પોતાના ગુલામ કરવા માટે લઈ જવા આવ્યો છે.”


અને હવે જો કે અમારો દેહ અમારા ભાઈઓના દેહ જેવો, અને અમારાં બાળકો તેઓનાં બાળકો જેવાં જ છે, તોપણ, અમે અમારા પુત્રોને તથા અમારી પુત્રીઓને દાસદાસીઓ થવાને ગુલામની અવસ્થામાં લાવીએ છીએ, ને અમારી પુત્રીઓમાંની કેટલીક તો ગુલામ થઈ ચૂકી છે. અમે તદ્દન નિરુપાય છીએ, કેમ કે અમારાં ખેતરો તથા દ્રાક્ષાવાડીઓના માલિક બીજા થયા છે.”


કારણ કે અમે, એટલે હું તથા મારા લોક, નાશ પામવા, મારી નંખાવા, તથા કતલ થઈ જવા માટે વેચાયાં છીએ. પણ જો અમે ગુલામો તથા ગુલામડીઓ થવા માટે વેચાયાં હોત તો હું મૂગી બેસી રહેત; પણ જે નુકસાન રાજાને થશે તેને મુકાબલે અમારું દુ:ખ કંઈ વિસાતમાં નથી.”


તમે તમારા લોકને મફત વેચી દો છો, અને તેમની કિંમતથી તમને કંઈ લાભ થતો નથી.


અને જો કોઈ માણસ પોતાની દીકરીને દાસી થવા માટે વેચે, તો દાસોની પેઠે તે ન છૂટે.


પણ દ્રોહીઓનો તથા પાપીઓનો વિનાશ સાથે થશે, યહોવાથી વિમુખ થનાર નાશ પામશે.


તમે ઇઝરાયલને કાઢી મૂકીને, તેને દૂર કરીને તેની સાથે લડાઈ કરો છો; પૂર્વના વાયુને દિવસે પ્રભુએ પોતાના તોફાની વાયુથી ઇઝરાયલને દૂર કરી છે.


તારા આદિપિતાએ પાપ કર્યું છે, ને તારા મધ્યસ્થોએ મારી વિરુદ્ધ અપરાધ કર્યા છે.


હે બંડખોર લોકો, આનું સ્મરણ કરો, અને લજવાઓ; તમે એ ફરી ધ્યાનમાં લાવો.


કેમ કે યહોવા કહે છે, “તમે મફત વેચાયા હતા, અને નાણાં વિના તમે છોડાવી લેવાશો.”


તજેલી તથા મનમાં ઉદાસ રહેતી પત્નીની જેમ, એટલે જુવાનીમાં પરણેલી પણ પછીથી ધિક્કારપાત્ર થયેલી પત્નીની જેમ, યહોવાએ તને બોલાવી છે. એવું તારા ઈશ્વર કહે છે.


મેં ક્ષણવાર તને તજી હતી:પણ હવે પુષ્કળ દયાથી હું તને સમેટીશ.


“તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, અને મારા લોકોને તેમના અપરાધો, તથા યાકૂબનાં સંતાનોને તેમનાં પાપ, કહી સંભળાવ.


અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ, અમારાં સર્વ સારાં કાર્યો મેલા લૂગડાના જેવાં છે, અમે સર્વ પાંદડાની જેમ સુકાઈ જઈએ છીએ, અને અમારા અપરાધો વાયુની જેમ અમને ઉડાવી દે છે.


તેઓ કહે છે, ‘જો પુરુષ પોતાની સ્ત્રીને કાઢી મૂકે, અને તે [સ્ત્રી] તેની પાસેથી જઈને બીજા પુરુષની [સ્ત્રી] થાય, તો શું તે તેની પાસે પાછો જાય? [જો એવું થાય] તો તે દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?’ પણ તેં ઘણા આશકોની સાથે વ્યભિચાર કર્યો છે! તથાપિ મારી પાસે પાછી આવ, ” એવું યહોવા કહે છે.


મેં જોયું કે, મારો ત્યાગ કરનાર ઇઝરાયલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને કાઢી મૂકી હતી, ને તેને છૂટાછેડા આપ્યા હતા, તોપણ તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા બીધી નહિ; તેણે પણ વ્યભિચાર કર્યો.


તારી ચાલ તથા તારી કરણીઓને લીધે તારી એવી સ્થિતિ થઈ છે; આ તારી દુષ્ટતા છે; ખરેખર તે કડવી છે, તે તારા હ્રદયને વીંધે છે.


તું દિવસે ઠોકર ખાઈને પડશે, ને પ્રબોધક પણ તારી સાથે રાત્રે ઠોકર ખાઈને પડશે; અને હું તારી માનો નાશ કરીશ.


અને જો તારો સાથી ભાઈ કંગાલાવસ્થામાં આવી પડયાથી પોતે તારે ત્યાં વેચાયો હોય, તો તું તેની પાસે ગુલામી ન કરાવ.


પણ વાળી આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના શેઠે તેને તથા તેની સ્‍ત્રીને તથા તેનાં છોકરાંને તથા તેની પાસે જે કંઈ હતું તે બધું વેચીને દેવું વાળવાની આજ્ઞા કરી.


જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, અને યહોવાએ તેમને સોંપી દીધા ન હોત, તો હજારની પાછળ એક કેમ ઘાત, અને દેશ હજારને બે [કેમ] નસાડી મૂકત?


Lean sinn:

Sanasan


Sanasan