27 તેમનામાંનો કોઈ થાક્તો નથી કે કોઈ ઠોકર ખાતો નથી કે કોઈ ઝોકાં ખાતો નથી કે ઊંઘતો નથી. તેમનામાંના કોઈનો કમરપટ્ટો છૂટી ગયો નથી કે કોઈનું પગરખું તૂટી ગયું નથી.
વળી સરુયાના દીકરા યોઆબે મને જે કર્યું, એટલે કે તેણે ઇઝરાયલનાં સેન્યનાં બે અધિપતિઓને, એટલે નેરના દીકરા આબ્નેરને, તથા યેથેરના દીકરા અમાસાને જે કર્યું તે તું જાણે છે, તેણે તેઓને મારી નાખીને શાંતિના સમયમાં યુદ્ધના જેવું રક્ત પાડીને તે યુદ્ધરકત પોતાની કમરે બાંધેલાં કમરબંધને તથા પોતાના પગમાંનાં પગરખાંને લગાડ્યું.
યહોવા કહે છે, “કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે, તેની આગળ હું રાજાઓની કમરો ઢીલી કરી નાખીશ; જેથી દરવાજા ખૂલી જશે, ને દ્વારો બંધ કરવામાં આવશે નહિ.”