Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 5:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તેઓ કહે છે, “યહોવાએ ઉતાવળ કરવી, ને તેમણે પોતાનું કામ જલદી કરવું કે, અમે તે જોઈએ; અને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની ધારણા અમલમાં આવે છે કે નહિ, તે અમે જાણીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તમે કહો છો, “પ્રભુએ જે કરવા ધાર્યું હોય તે જલદી કરે, જેથી અમે તે જોઈએ; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર તેમની યોજના પાર પાડે, જેથી અમે તેમનું મન જાણીએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જેઓ કહે છે, “ઈશ્વરને ઉતાવળ કરવા દો, તેમને કામ જલદી કરવા દો, કે જેથી અમે તે જોઈ શકીએ; અને ઇઝરાયલના પવિત્રની યોજના અમલમાં આવે, જેથી અમે તે જાણી શકીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તમે કહો છો કે, “દેવે ઉતાવળ કરવી જોઇએ. તેને તેનું કામ ઝડપથી સ્થપાવા દો, જેથી અમે જોઇ શકીએ છીએ! ભલે ઇસ્રાએલના પવિત્ર દેવ જે કરવા માગે છે તે ઝડપથી કરશે, અમે તે જાણીશું!”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 5:19
13 Iomraidhean Croise  

માર્ગમાંથી નીકળી જાઓ, રસ્તા પરથી બાજુએ ખસી જાઓ, અમારી આગળથી ઈઝરાયલના પવિત્ર ઈશ્વર ને દૂર કરો.’”


યહોવાનાં વચન [સાંભળીને] ધ્રૂજનારા, તમે પ્રભુની વાત સાંભળો:“તમારા ભાઈઓ કે જે જે તમારો દ્વેષ કરે છે, ને મારા નામને લીધે તમને કાઢી મૂકે છે, તેઓએ કહ્યું છે કે, ‘યહોવા પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ.’ પણ તેઓ લજવાશે.


જુઓ, તેઓ મને પૂછે છે, ‘યહોવાનું વચન ક્યાં છે? કૃપા કરીને તે સંભળાવ.’


પણ યહોવાનું વચન જાણવાને તથા સાંભળવાને યહોવાના મંત્રીમંડળમાં કોણ ઊભો રહ્યો છે? કોણે મારા વચન પર લક્ષ લગાડયું છે, ને કોણે તે સાંભળ્યું છે?


‘યહોવાની ઈશ્વરવાણી, ’ એમ તમે ફરી બોલશો નહિ; કેમ કે દરેકનું વચન તે જ પોતાની દેવવાણીરૂપ થશે; કેમ કે જીવતા ઈશ્વર, એટલે સૈન્યોના [ઈશ્વર] યહોવા જે આપણા ઈશ્વર છે, તેમનાં વચનો તમે મરડી નાખ્યાં છે.


જ્યારે યેહૂદીએ ત્રણ ચાર પાનાં વાંચ્યાં ત્યારે [રાજાએ] ચપ્પૂ વડે તે કાપીને સગડીમાં નાખ્યાં, ને એ પ્રમાણે આખું ઓળિયું બાળી નાખવામાં આવ્યું.


“હે મનુષ્યપુત્ર, ‘દિવસોને વિલંબ લાગે છે ને દરેક સંદર્શન નિષ્ફળ જાય છે, ’ એવી કહેવત ઇઝરાયલ દેશમાં, તમારા લોકોમાં, ચાલે છે, તે શું છે?


“હે મનુષ્યપુત્ર, જો, ઇઝરાયલ લોકો કહે છે કે, ‘જે સંદર્શન તને થાય છે તે ઘણા દિવસો પછીના વખતને માટે છે, ને તે ઘણા દૂરના સમયો વિષે ભવિષ્ય કહે છે.’


ખરેખર, હવે તેઓ કહેશે, “અમારે શિર તો કોઈ રાજા નથી, કેમ કે, અમે યહોવાથી બીતા નથી! વળી રાજા અમારે માટે શું કરી શકે છે?”


તમે તમારા શબ્દોથી યહોવાને કંટાળો ઉપજાવ્યો છે. તોપણ તમે પૂછો છો, “શી રોતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાની નજરમાં સારો છે, અને તેમનાથી તે રાજી થાય છે; અથવા ઈનસાફો ઈશ્વર ક્યાં છે?” એમ કહીને તમે તેમને [કંટાલો ઉપજાવ્યો છે].


Lean sinn:

Sanasan


Sanasan