Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 5:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હું તો મારા સ્નેહી વિષે, તેની દ્રાક્ષાવાડી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં. “મારા વહાલા મિત્રને રસાળ ટેકરી પર એક દ્રાક્ષાવાડી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 તો હવે તમે મારું ગીત સાંભળો. આ ગીત તો મારા પ્રિયતમ અને તેની દ્રાક્ષવાડી વિષેનું છે: ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની એક દ્રાક્ષવાડી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હું મારા પ્રિયતમ માટે, તેની દ્રાક્ષવાડી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં, મારા વહાલા પ્રિયતમને ફળદ્રુપ ટેકરી પર એક દ્રાક્ષવાડી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હવે હું મારા પ્રિયતમ અને જેને હું સ્નેહ કરું છું તેની સમક્ષ તેની દ્રાક્ષવાટિકા વિષે ગીત ગાઉં છું. ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની એક દ્રાક્ષની વાડી હતી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 5:1
23 Iomraidhean Croise  

કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવા, હું તમારી જ સ્તુતિ કરીશ.


મારું હ્રદય ઉત્તમ વિષયથી ઊભરાઈ જાય છે; જે કવિતા મેં રાજાને માટે રચી છે તે હું બોલું છું; મારી જીભ લહિયાની કલમ જેવી ચપળ છે.


તમારા પ્રિય લોક છૂટી જાય, માટે તમારા જમણા હાથથી તેઓનું તારણ કરીને મને ઉત્તર આપો.


તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા; તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો.


મારો પ્રીતમ મારો જ છે, ને હું પણ તેની જ છું; તે [પોતાનાં ટોળાં] ગુલછડીઓમાં ચારે છે.


તેનું મુખ અતિ મધુર છે; હા, [તે] અતિ મનોહર છે. હે યરુશાલેમની પુત્રીઓ, આ મારો પ્રીતમ, અને આ મારો મિત્ર છે.


હું ઊંઘતી હતી, પણ મારું મન જાગતું હતું; એ મારા પ્રીતમનો સ્વર છે કે, જે [દ્વાર] ઠોકે છે [ને કહે છે કે,] હે મારી પ્રાણપ્રિયા, મારી પ્રિયતમા, મારી હોલી, મારી નિર્મળા, મારે માટે ઉઘાડ; કેમ કે મારું માથું ઝાડળથી, તથા મારી લટો રાતનાં ટીપાંથી ભરાઈ ગઈ છે!!


હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે; તે ગુલછડીઓમાં [પોતાનું ટોળું] ચારે છે.


ઘણા ભરવાડોએ મારી દ્રાક્ષાવાડીનો નાશ કર્યો છે, તેઓએ મારો વિભાગ પગ નીચે ખૂંદ્યો છે, તેઓએ મારો રળિયામણો વિભાગ ખેદાનમેદાન કરી નાખ્યો છે.


પણ મેં તને રોપ્યો, તે સમયે તું ઉત્તમ દ્રાક્ષાવેલો હતો, ને તદ્દન શુદ્ધ બીજ હતો; તો તું કેમ બદલાઈને મારી પ્રત્યે દ્રાક્ષાવેલાનો નકામો છોડવો થઈ ગયો છે?


“હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવૃક્ષ [એટલે] વનનાં વૃક્ષોમાં દ્રાક્ષાની ડાળી [બીજા] કોઈ વૃક્ષ કરતાં શું અધિક છે?


તારી મા તારા જેવી રૂપાળી, જળાશયને કિનારે રોપેલા દ્રાક્ષાવૃક્ષ જેવી હતી. પુષ્કળ પાણી મળવાથી તે ખૂબ ફાલીને ડાળીઓથી ભરપૂર થઈ.


ઇઝરાયલ ફાલેલો તથા ફળતો દ્રાક્ષાવેલો છે; તેના ફળની અધિકતાના પ્રમાણમાં તેણે પોતાને માટે વેદીઓ વધારી છે. તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં તેઓએ સુશોભિત ભજનસ્તંભો બનાવ્યા છે.


“એક બીજું દ્દષ્ટાંત સાંભળો. એક ઘરધણી હતો, જેણે દ્રાક્ષાવાડી રોપી, ને તેની આસપાસ વાડ કરી, ને તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો, ને બુરજ બનાવ્યો, ને ખેડૂતોને તે ઇજારે આપી, ને પરદેશ ગયો.


અને તે તેઓને દ્દષ્ટાંતોમાં કહેવા લાગ્યા : “એક માણસે દ્રાક્ષાવાડી રોપી, ને તેની આસપાસ વાડ કરી, ને દ્રાક્ષાકુંડ ખોદ્યો, ને બુરજ બાંધ્યો, ને ખેડૂતોને તે ઈજારે આપીને પરદેશ ગયો,


તે લોકોને એક દ્દષ્ટાંત કહેવા લાગ્યા, “એક માણસે દ્રાક્ષાવાડી રોપી, ને તે ખેડૂતોને ઇજારે આપી, અને લાંબી મુદત સુધી પરદેશ જઈ રહ્યો.


હું ખરો દ્રાક્ષાવેલો છું, અને મારા પિતા માળી છે.


અને તું ખાઈને તૃપ્ત થશે, ને જે ઉત્તમ દેશ યહોવા તારા ઈશ્વરે તને આપ્યો છે તેને લીધે તું તેમની સ્તુતિ કરશે.


કેમ કે યહોવા તારા ઈશ્વર તને એક ઉત્તમ દેશમાં લઈ જાય છે, એટલે પાણીનાં વહેળિયાંવાળા દેશમાં;


Lean sinn:

Sanasan


Sanasan