Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 49:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તારાં છોકરાં ઉતાવળ કરે છે; તારો વિનાશ કરનારા તથા તને ઉજ્જડ કરનારા તારામાંથી નીકળી જવાના છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તને ફરીથી બાંધનારા ઉતાવળે આવી રહ્યા છે. તને ખેદાનમેદાન કરી નાખનારા નાસી જવા મંડયા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જ્યારે તારો નાશ કરનાર દૂર જાય છે, ત્યારે તારા છોકરાં ઉતાવળથી પાછાં ફરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તને ફરી બાંધનારાઓ થોડા જ સમયમાં આવી પહોંચશે. અને તારો નાશ કરનારા સર્વને ભગાડી મૂકશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 49:17
14 Iomraidhean Croise  

ત્યારે યરુશાલેમમાં યહોવાનું મંદિર બાંધવાને જવા માટે જે કોઈના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી હતી તે સર્વ, યહૂદિયાના તથા બિન્યામીનના પિતૃઓના કુટુંબોના વડીલો, યાજકો અને લેવીઓ તત્પર થયા.


પછી મેં તેઓને કહ્યું, “આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો, યરુશાલેમ ઉજજડ પડેલું છે, તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. ચાલો, આપણે યરુશાલેમનો કોટ બાંધીએ, જેથી આપણે નિંદાપાત્ર ન થઈએ.


કેમ કે ત્યાં અમને બંદીવાસમાં લઈ જનારાઓએ ગીત ગાવાનું ફરમાવ્યું. અમારા પજવનારાઓએ કહ્યું, “અમને ગમત થાય માટે સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”


અધર્મી પ્રજાની સામે હું તેને મોકલીશ, ને મારા કોપને પાત્ર થએલા લોકોની વિરુદ્ધ તેને આજ્ઞા આપીશ કે, તે લૂંટ કરે, ને શિકાર પકડે, ને તેઓને ગલીઓના કાદવની જેમ ખૂંદી નાખે.


હે યહોવા, ખરેખર આશૂરના રાજાઓએ બીજી પ્રજાઓનો તથા તેઓના દેશનો નાશ કર્યો છે,


તારી ઉજ્જડ તથા વસતિ વિનાની જગાઓ, ને તારો પાયમાલ થયેલો દેશ, તે તો હવે વસતિ માટે પૂરો પડશે નહિ, અને તને ગળી જનારા આઘા રહેશે.


પણ તારા કર્તા, આકાશોને પ્રસારનાર, તથા પૃથ્વીનો પાયો નાખનાર યહોવાને તું વીસરી ગયો છે; જુલમગાર વિનાશ કરવાને તૈયારી કરે છે ત્યારે તું આખો દિવસ સતત તેના ક્રોધને લીધે બીએ છે? વળી જુલમીનો ક્રોધ ક્યાં છે?


તારી દષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો: તેઓ સર્વ ભેગા થાય છે, તેઓ તારી પાસે આવે છે; તારા પુત્રો દૂરથી આવશે, ને તારી પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં આવશે.


જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે; અને જેમ વર કન્યાથી હરખાય છે, તેમ તારો ઈશ્વર તારાથી હરખાશે.


ઇઝરાયલ લોકોની આસપાસના તેઓનો તિરસ્કાર કરનારા લોકોમાંથી કોઈ પણ માણસ તેમને ભોંકાતા ઝાંખરારૂપ કે દુ:ખકારક કાંટારૂપ હવે પછી તેમને નડશે નહિ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ યહોવા છું.”


હું તમારા પર મનુષ્યોની વસતિ વધારીશ, એટલે ઇઝરાયલનો આખો વંશ, હા, આખો [વંશ વધારીશ] અને નગરોમાં વસતિ થશે, ને વેરાન જગાઓમાં ઈમારતો બાંધવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan