Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 49:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 [પ્રભુ કહે છે] “શું સ્ત્રીઓ પોતાના પેટના દીકરા પર દયા ન કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વીસરી જાય? હા, કદાચ તેઓ વીસરે, પરંતુ હું તને વીસરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તેથી પ્રભુ કહે છે, “શું માતા પોતાના ધાવણા બાળકને ભૂલી જાય? શું તે પોતાના પેટના સંતાનને વહાલ ન કરે? કદાચ, માતા પોતાના બાળકને વીસરી જાય, પણ હું તને કદી ભૂલી જઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 શું સ્ત્રી પોતાના બાળકને, અરે પોતાના સ્તનપાન કરતા બાળકને ભૂલી જાય, પોતાના પેટના દીકરા પર તે દયા ન કરે? હા, કદાચ તે ભૂલી જાય પરંતુ હું તને ભૂલીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પરંતુ યહોવા કહે છે, “કોઇ માતા પોતાના બાળકને કઇં રીતે ભૂલી જઇ શકે? પોતાના પેટના સંતાનને હેત કરવાનું કઇ રીતે ભૂલી જઇ શકે? કદાચ માતા ભૂલી જાય, પણ હું તને નહિ ભૂલું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 49:15
24 Iomraidhean Croise  

જનેતા તેને ભૂલી જશે; કીડો મઝાથી તેનું ભક્ષણ કરી જશે; પાછળથી તેને કોઈ સંભારશે નહિ; અને અનીતિને [સળેલા] ઝાડની જેમ ભાંગી નાખવામાં આવશે.


જેમ પિતા પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે.


મારા પિતાએ તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવા મને સંભાળશે.


કૃપાળુ થવાને ઈશ્વર વીસરી ગયા છે? શું કોપ કરીને તેમણે મહેરબાની બંધ કરી છે?” (સેલાહ)


“મારા દીકરા, હું શું [કહું] ? હે મારા પેટના દીકરા, શું [કહું] ? હે મારી માનતાઓના દીકરા, શું [કહું] ?


કેમ કે યહોવા યાકૂબ પર દયા કરશે, ને ફરીથી ઈઝરાયલને પસંદ કરશે, અને તેઓને પોતાની ભૂમિમાં વસાવશે. પરદેશીઓ તેઓની સાથે જોડાશે, ને તેઓ યાકૂબનાં સંતાનોની સાથે મળીને રહેશે.


[પ્રભુ કહે છે,] “હે યાકૂબ, હે ઇઝરાયલ, એ વાતો તું સંભાર; કેમ કે તું મારો સેનક છે; મેં તને બનાવ્યો છે; તું મારો સેવક છે. હે ઇઝરાયલ, હું તને ભૂલી જનાર નથી.


પણ સિયોને, કહ્યું, “યહોવાએ મને તજી દીધી છે, પ્રભુ મને વિસરી ગયા છે.”


પર્વતો ખસી જાય, ને ડુંગરો ચળે; પણ મારી કૃપા તારા પરથી ટળશે નહિ, અને [તારી સાથેનો] મારો શાંતિનો કરાર ચળી જશે નહિ, તારા પર કૃપા રાખનાર યહોવા એવું કહે છે.


શું એફ્રાઈમ મારો લાડકો દીકરો નથી? શું તે પ્રિય પુત્ર નથી? કેમ કે જ્યારે જ્યારે હું તેની વિરુદ્ધ બોલું છું ત્યારે ત્યારે તે મને ખરેખર યાદ આવે છે. તેથી તેને માટે મારી આંતરડી કકળે છે! હું ખચીત તેના પર દયા કરીશ, ” એવું યહોવા કહે છે.


કેમ કે જો તેઓનો દેશ ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની વિરુદ્ધના પાપથી ભરપૂર છે, તોપણ તેઓના ઈશ્વર, સૈન્યોના [ઈશ્વર] યહોવાએ ઇઝરાયલને તેમ જ યહૂદિયાને પણ તજ્યા નથી.


દયાળુ સ્‍ત્રીઓએ પોતાને હાથે પોતાનાં બાળકોને બાફ્યાં છે! મારા લોકોની દીકરીના નાશને સમયે એ જ તેઓનો ખોરાક હતો.


શિયાળ પણ પોતાનાં બચ્ચાને થાને વળગાળીને ધવડાવે છે! પણ મારા લોકોની દીકરી રાનમાંની શાહમૃગી જેવી નિર્દય થઈ છે.


ઇઝરાયલ બાળકિ હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો, ને મારા પુત્રને મેં મિસરમાંથી બોલાવ્યો.


અને તમે તમારા દીકરાઓનું માંસ ખાશો, ને તમારી દીકરીઓનું માંસ ખાશો.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તેઓ મારા યશે; જે [દિવસે] હું આ કરીશ, તે દિવસે તેઓ મારું [ખાસ દ્રવ્ય] થશે. અને જેમ કોઈ પિતા પોતાની સેવા કરનાર પોતાના પુત્ર પર દયા રાખે તેમ હું તેમના પર દયા રાખીશ.


તે માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંઓને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલાં વિશેષે કરીને તે સારાં વાનાં આપશે?


બુદ્ધિહીન, વિશ્વાસઘાતી, કુદરતી મમતાહીન, [તથા] નિર્દયી હતા :


કેમ કે યહોવા પોતાના મોટા નામની ખાતર પોતાના લોકને તજી દેશે નહિ, કારણ કે તમને પોતાના ખાસ લોક કરવા એ યહોવાને સારું લાગ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan