Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 48:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેથી તો મેં તને પુરાતન કાળથી વિદિત કર્યું હતું; તે થયા પહેલાં મેં [આગળથી] તને કહી સંભળાવ્યું હતું; રખેને તું કહે, ‘મારી મૂર્તિએ તે કામો કર્યાં છે, ને મારી કોરેલી મૂર્તિએ તથા મારી ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેથી તો મેં વર્ષો પહેલાં ભાવિની જાહેરાત કરી અને બનાવો બને તે પહેલાં તને જણાવ્યા, જેથી તું બડાઈ ન મારે કે એ તો તારી લાકડાની કોરેલી કે ધાતુમાંથી ઢાળેલી મૂર્તિઓએ નિર્માણ કર્યા પ્રમાણે બન્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેથી મેં તમને પુરાતન કાળથી જાહેર કર્યું હતું; તે થયા પહેલાં મેં અગાઉથી તમને કહી સંભળાવ્યું હતું, જેથી તમે કહી ના શકો કે, “મારી મૂર્તિએ તેઓને આ કર્યુ છે,” અથવા “મારી કોરેલી મૂર્તિએ તથા ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેથી મેં તમને લાંબા સમય પહેલાંથી એ બધું કહી રાખ્યું હતું, જેથી તમે એમ ન કહી શકો કે, ‘આ તો મારી મૂર્તિએ કર્યુ છે, મારી કોતરેલી અને ઢાળેલી મૂર્તિઓના હુકમથી એ બન્યું છે.’”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 48:5
10 Iomraidhean Croise  

જુઓ, હું નવું કામ કરનાર છું; તે હમણાં નીકળી આવશે; શું તમે તે જાણશો નહિ? હું તો અરણ્યમાં માર્ગ અને ઉજજડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ.


મેં પુરાતન કાળના લોકોને સ્થાપન કર્યા, ત્યારથી મારા જેવો સંદેશો પ્રગટ કરનાર કોણ છે? [જો કોઈ હોય] તો તે આગળ આવે, પ્રગટ કરે, અને તેનું પ્રતિપાદન કરે! વળી જે થવાનું તથા વીતવાનું છે, તે તેઓ જાહેર કરે!


ગભરાશો નહિ, ને બીશો નહિ; શું મેં ક્યારનું સંભળાવીને તને જાહેર કર્યું નથી? તમે મારા સાક્ષી છો. શું મારા વિના બીજો કોઈ ઈશ્વર છે? કોઈ ખડક નથી; હું કોઈને જાણતો નતી.


વિદેશીઓમાં બચેલા, તમે એકત્ર થઈને આવો; બધા પાસે આવો; પોતાની કોરેલી મૂર્તિનું લાકડું ઉપાડનારા, ને જે તારી ન શકે એવા દેવની પ્રાર્થના કરનારને કંઈ સમજ નથી.


આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દઢ રહેશે, ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ.


આગલી બિનાઓને મેં અગાઉથી પ્રગટ કરી; હા મારા મુખમાંથી તે નીકળી, મેં તે [તને] કહી સંભળાવી; મેં તેમને એકદમ પૂરી કરી, ને તે બની આવી.


તેમણે પોતાના સેવક દાઉદના કુળમાં, આપણે માટે તારણનું શિંગ ઊભું કર્યું છે કે,


પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.’


Lean sinn:

Sanasan


Sanasan