Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 48:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 બાબિલમાંથી નીકળો, ખલદીઓની પાસેથી નાસી જાઓ. હર્ષનાદથી આ જાહેર કરીને સંભળાવો; પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો; કહો કે, યહોવાએ પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 બેબિલોનમાંથી નીકળી જાઓ, ખાલદીઓથી નાસી છૂટો. હર્ષનાદ સહિત જાહેર કરો અને પૃથ્વીના છેડે છેડે આ સંદેશો પહોંચાડો કે, “પ્રભુએ પોતાના સેવક યાકોબનો ઉદ્ધાર કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 બાબિલમાંથી બહાર નીકળો, ખાલદીઓની પાસેથી નાસી જાઓ! હર્ષનાદના અવાજથી આ જાહેર કરો! આ વાત પ્રગટ કરો, પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો અને કહો, “યહોવાહે પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 છતાં હજી બાબિલમાંથી બહાર ચાલ્યા જાઓ. ખાલદીઓ પાસેથી ભાગી જાઓ, અને ત્યાંથી પાછા ફરતાં હર્ષનાદ સાથે પોકાર કરો, ધોષણા કરો, અને પૃથ્વીના છેડા સુધી એના સમાચાર મોકલો કે, “યહોવાએ પોતાના સેવક યાકૂબના વંશજોનો ઉદ્ધાર કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 48:20
39 Iomraidhean Croise  

અને તમારા લોક જેવી એટલે ઇઝરાયલ જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે, જેને પોતાના લોકો થવા માટે છોડાવવા, પોતાનું નામ [અમર] કરવા, અને જે પોતાના લોકને તમે પોતાને માટે મિસરમાંથી, દેશજાતિઓ તથા તેઓનાં દેવદેવીઓ પાસેથી છોડાવ્યા છે તેઓના જોતાં તમારે માટે મહાન કૃત્યો તથા તમારા દેશને માટે ભયંકર કૃત્યો કરવા તમે જે ઈશ્વર તે સિધાવ્યા હોય?


બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકને બંદિવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંથી જે માણસો છૂટીને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તેઓ તેઓ આ પ્રમાણે છે:


જ્યારે યહોવા બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું.


તે સમયે તું કહેશે, “હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ; જો કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ શમી ગયો છે, ને તમે મને દિલાસો આપો છો.


તે દિવસે તમે કહેશો, “યહોવાની આભારસ્તુતિ કરો, તેમનું નામ લઈને તેમને હાંક મારો, લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.


તેઓ મોટે સાદે બૂમ પાડશે, યહોવાના મહિમાને લીધે તેઓ સમુદ્રને સામે પારથી પોકારશે.


તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે: અમારું એક મજબૂત નગર છે; તેના કોટ તથા મોરચા [ઈશ્વર] તારણને અર્થે ઠરાવી આપશે.


સમુદ્રમાં પર્યટન કરનાર તથા તેમાં સર્વ રહેનારા ટાપુઓ તથા તેઓના રહેવાસીઓ, તમે યહોવા પ્રત્યે નવું ગીત ગાઓ; પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી તેમનાં સ્તોત્ર ગાઓ.


પણ હવે, હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.


મેં તારા અપરાધ મેઘની જેમ, તથા તારાં પાપ વાદળની જેમ ભૂંસી નાખ્યાં છે; મારી તરફ પાછો ફર; કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે.


તેં તે સાંભળ્યું છે; આ સર્વ જો; અને શું તમે તે વિષે સાક્ષી પૂરશો નહિ? હવેથી નવી ને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તેં જાણી નથી, તે હું તને કહી સંભળાવું છું.


હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, આનંદ કર; પર્વતો, તમે જયઘોષ કરવા માંડો, કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, પોતાના દુ:ખી માણસો પર દયા કરશે.


તે તો કહે છે, “તું યાકૂબનાં કુળોને ઊભાં કરવા માટે, તથા ઇઝરાયલમાંના [નાશમાંથી] બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય, એ થોડું કહેવાય; માટે પૃથ્વીના છેડા સુધી મારું તારણ પહોંચવા માટે વિદેશીઓને અર્થે હું તને પ્રકાશરૂપ ઠરાવીશ.”


જે દબાયેલો છે તે જલદીથી મુક્ત થશે; તે મરશે નહિ ને કબરમાં ઊતરશે નહિ, વળી તેનું અન્ન ખૂટશે નહિ.


યહોવાએ સર્વ વિદેશીઓના જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; પૃથ્વીની સર્વ સીમાઓ આપણા ઈશ્વરે [કરેલું] તારણ જોશે.


જાઓ, જાઓ, ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો નહિ; તેની વચમાંથી નીકળો; યહોવાનાં પાત્રો ઊંચકનારા, તમે શુદ્ધ થાઓ;


યરુશાલેમનાં ખંડિયેર, તમે બધા હર્ષનાદ કરવા માંડો; કેમ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, યરુશાલેમનો ઉદ્ધાર કર્યો છે.


જુઓ, યહોવાએ પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે. તમે સિયોનની દીકરીને કહો, “જો તારું તારણ આવે છે; જો, તેનું ઇનામ તેની સાથે છે, ને તેનું પ્રતિફળ તેની આગળ છે.


તેમનાં સર્વ દુ:ખોમાં તે દુ:ખી થયા, ને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો; તેમણે જ પોતાના પ્રેમથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો. પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.


હે પ્રજાઓ, યહોવાનું વચન સાંભળો, ને દૂરના દ્વીપોમાં તે પ્રગટ કરીને કહે કે, જેમણે ઇઝરાયલને વિખેરી નાખ્યો તે તેને ભેવો કરશે, ને ઘેટાંપાળકની જેમ તે પોતાના ટોળાને સંભાળશે.


કેમ કે યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કર્યો છે, ને તેના કરતાં બળવાનના હાથમાંથી તેને છોડાવ્યો છે.


“તારે માટે માર્ગમાં નિશાનો કરી મૂક, તારે માટે સ્તંભો ઊભા કર; જે માર્ગે તું ગઈ હતી તે રાજમાર્ગ તું ધ્યાનમાં રાખ. હે ઇઝરાયલની કુમારી, પાછી આવ, આ તારાં નગરોમાં પાછી આવ.


“પ્રજાઓમાં પ્રગટ કરીને સંભળાવો, ધ્વજા ચઢાવો; પ્રગટ કરો, ને ગુપ્ત ન રાખો. કહો કે, બાબિલને જીતી લેવામાં આવ્યું છે, બેલ લજ્જિત થયો છે, મેરોદાખના ભાંગીને કકડેકકડા થઈ ગયા છે. તેની મૂર્તિઓ લજ્જિત થઈ છે, તેનાં પૂતળાં ભાંગીતૂટી ગયાં છે.


આપણા ઈશ્વર યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સ્વર સંભળાય છે.


બાબિલમાંથી નાસો, ખાલદીઓના દેશમાંથી નીકળી જાઓ, ને ટોળાંની આગળ ચાલનારા બકરા જેવા થાઓ.


રે મારા લોકો, તમે તેમાંથી નીકળી જાઓ, ને તમારામાંનો દરેક યહોવાના ભારે કોપથી પોતાને બચાવો.


ત્યારે આકાશ તથા પૃથ્વી અને તેઓમાં જે સર્વ છે, તેઓ બાબિલ વિષે જયજયકાર કરશે, કેમ કે ઉત્તર દિશાથી વિનાશકો તેના પર આવશે, એવું યહોવા કહે છે.


તમે દરેક તમારા પ્રાણ બચાવો, બાબિલમાંથી નાસો. [ત્યાં રહીને] તેની દુષ્ટતા [ની શિક્ષા] માં તમે નાશ ન પામો; કેમ કે બદલો લેવાનો યહોવાનો સમય આવ્યો છે; તે તેને પ્રતિફળ આપશે.


હું સીટી વગાડીને તેઓને એકત્ર કરીશ; કેમ કે મેં તેઓનો ઉદ્ધાર કર્યો છે. અને [પૂર્વે] જેમ તેઓની વૃદ્ધિ થઈ હતી તેમ તેઓની વૃદ્ધિ થશે.


હે સિયોનની પુત્રી, ગાયન તથા આનંદ કર; કેમ કે યહોવા કહે છે, ‘જો, હું આવું છું, ને હું તારી સાથે વાસો કરીશ.


જો તમારામાં દેશ બહાર કરાયેલામાં [નો કોઈ] આકાશના છેડા સુધી હશે, તો ત્યાંથી પણ યહોવા તારા ઈશ્વર તને એકત્ર કરીને તને ત્યાંથી લાવશે.


ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો; કેમ કે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે.”


પછી આકાશમાંથી મેં બીજી એક વાણી બોલતી સાંભળી, “ઓ મારા લોકો, તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે, માટે તેમાંથી નીકળી જાઓ.


Lean sinn:

Sanasan


Sanasan