Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 48:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તારો ઉદ્ધાર કરનાર યહોવા, ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] એવું કહે છે, “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, તારા ઉદ્ધારક પ્રભુ આમ કહે છે, “હું પ્રભુ તારો ઈશ્વર છું. હું તમને હિતકારક શિક્ષણ આપું છું અને તારે જે માર્ગે જવું જોઈએ તેમાં ચાલવાની દોરવણી આપું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઇઝરાયલના પવિત્ર આ કહે છે: “હું યહોવાહ તારો ઈશ્વર છું, જે તને સફળ કેવી રીતે થવું તે તને શીખવું છું. તારે જે માર્ગે જવું જોઈએ તે પર હું તને લઈ જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 ઇસ્રાએલના પરમપવિત્ર દેવ યહોવા, તમારા તારક એમ કહે છે કે, “હું યહોવા તારો દેવ છું, હું તારા હિત માટે તને શીખવું છું, તારે જે માર્ગે જવું જોઇએ તે માર્ગે હું તને લઇ જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 48:17
32 Iomraidhean Croise  

અને મેં માથું નમાવીને યહોવાનું ભજન કર્યું; અને મારા ઘણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા જે તેના દિકરા માટે મારા ધણીના ભાઈની દીકરી લેવાને મને સીધે માર્ગે દોરી લાવ્યા હતા તેમની મેં સ્તુતિ કરી.


તો તે તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા લોક ઇઝરાયલના પાપની ક્ષમા કરજો, કેમ કે જે સુમાર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો; અને તમારો જે દેશ તમે તમારા લોકને વારસા તરીકે આપ્યો છે, તેમાં વરસાદ મોકલજો.


જો, ઈશ્વર પોતાના સામર્થ્ય વડે મહિમાવાન કાર્યો કરે છે; તેમના જેવો‍શિક્ષક કોણ છે?


જે યહોવાથી બીએ છે તે કયું માણસ છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને તે શીખવશે.


કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.


હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે; તેમ હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું.


તમે તમારા બોધથી મને માર્ગ બતાવશો, અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.


ઘણા લોકો જઈને કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના મંદિર પાસે, ચઢી જઈએ; તે આપણને તેમના માર્ગ શીખવશે, ને આપણે તેમના રસ્તામાં ચાલીશું. કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે.


તે કોને જ્ઞાન શીખવશે! કોને સંદેશો સમજાવશે? શું તે ધાવણ મુકાવેલાઓને તથા થાન છોડાવેલાઓને સમજાવશે?


પ્રભુ તમને સંકટરૂપી રોટલી તથા વિપત્તિરૂપી પાણી આપશે, તો પણ તારો શિક્ષક ફરી સંતાશે નહિ, પણ તારી આંખો તારા શિક્ષકને જોશે.


જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પાછળથી એવી વાત આવતી સાંભળશે, “માર્ગ આ છે, તે પર તમે ચાલો.”


હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના માણસ, બીશો નહિ; યહોવા કહે છે કે, હું તને મદદ કરીશ, વળી હુમ તારો છોડાવનાર તે ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] છું.


તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] યહોવા એવું કહે છે, “તમારે માટે મેં [સૈન્યને] બાબિલ મોકલ્યું છે, અને હું સર્વને, એટલે તેઓનાં મોજ કરવાનાં વહાણોમાં ખાલદીઓને નાસી જનારની જેમ પાડી નાખીશ.


જે યહોવા સમુદ્રમાં માર્ગ, ને જબરાં પાણીમાં રસ્તો કરી આપે છે,


ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] તથા એનો બનાવનાર યહોવા કહે છે, “ભવિષ્યની બિનાઓ વિષે તમે મને પૂછશો? મારા પુત્રો સંબંધી તથા મારા હાથનાં કાર્યો સંબંધી મને આજ્ઞા કરશો?


બાબિલમાંથી નીકળો, ખલદીઓની પાસેથી નાસી જાઓ. હર્ષનાદથી આ જાહેર કરીને સંભળાવો; પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો; કહો કે, યહોવાએ પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.


હું તારા પર જુલમ કરનારાઓને તેઓનું પોતાનું જ માંસ ખવડાવીશ; અને જાણે નવા દ્રાક્ષારસથી [મસ્ત થાય] તેમ પોતાના લોહીથી તેઓ મસ્ત થશે! ત્યારે સર્વ માણસો જાણશે કે, હું યહોવા તારો ત્રાતા છું, ને તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ [ઈશ્વર] છું.”


જેને માણસો બહુ ધિક્કારે છે, જેનાથી લોકો કંટાળે છે, જે અધિકારીઓનો સેવક છે, તેને ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર યહોવા, જે તેના પવિત્ર [ઈશ્વર] છે, તે એવું કહે છે, “યહોવા જે સત્ય છે, ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] છે, જેમણે તને પસંદ કર્યો છે, તેમને લીધે રાજાઓ [તને] જોઈને ઊભા થશે; સરદારો [તને] જોઈને પ્રણામ કરશે.”


તારાં સર્વ સંતાન યહોવાનાં શિષ્ય થશે; અને તારાં છોકરાંને ઘણી શાંતિ મળશે.


કેમ કે તારા કર્તા તારા પતિ છે. તેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે; તારો ઉદ્ધાર કરનાર ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] છે. તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાશે.


ક્રોધના આવેશમાં મેં પળવાર તારા તરફથી મારું મુખ ફેરવ્યું હતું, પણ હવે અખંડ કૃપાથી હું તારા પર દયા રાખીશ, તારો ઉદ્ધાર કરનાર યહોવા એવું કહે છે.


યહોવા આમ બોલે છે, “માર્ગોમાં ઊભા રહીને જુઓ, ને પુરાતન માર્ગોમાં જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તેમાં ચાલો, એટલે તમારા જીવને વિશ્રાંતી મળશે. પણ તેઓએ કહ્યું, ‘અમે [તે માર્ગમાં] ચાલીશું નહિ.’


ઘણી પ્રજાઓ કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના ઈશ્વરને મંદિરે જઈએ. તે આપણને તેના માર્ગો વિષે શીખવશે, ને આપણે તેમના પંથમાં ચાલીશું; કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી તથા યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે.


પ્રબોધક [નાં પુસ્તકો] માં એમ લખેલું છે કે, ‘તેઓ સર્વ ઈશ્વરથી શીખેલા થશે. જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.


જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિષેનું શક્ષણ પામ્યા હો, તો


તોપણ તમારી અને તેની વચ્ચે લગભગ બે હજાર હાથનું અંતર રહે. તેની છેક પાસે ન જશો, જેથી જે માર્ગે થઈને તમારે ચાલવું તે તમે જાણો; કેમ કે અગાઉ એ માર્ગે તમે ગયા નથી.”


Lean sinn:

Sanasan


Sanasan