Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 48:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 મારે પોતાને માટે, મારે પોતાને માટે જ હું તે કામ કરીશ; કેમ કે [મારું નામ] કેવું ભ્રષ્ટ કરવામાં આવ્યું છે? હું મારો મહિમા બીજાને આપીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 હું આ બધું મારે પોતાને ખાતર કરું છું. હું મારા નામને કલંક લાગવા દઈશ નહિ અને મારા મહિમામાં બીજા કોઈને ભાગીદાર થવા દઈશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 મારા પોતાની ખાતર, મારા પોતાની ખાતર હું તે કાર્ય કરીશ; કેમ કે હું કેવી રીતે મારું નામ અપમાનિત થવાની મંજૂરી આપી શકું? હું મારો મહિમા બીજા કોઈને આપીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 કેવળ મારા પોતાના માટે, હા, મારા પોતાના માટે, હું કાર્ય કરીશ, જેથી મારું નામ ષ્ટ થાય નહિ, હું મારું ગૌરવ બીજા કોઇને આપીશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 48:11
23 Iomraidhean Croise  

તોપણ તેમણે પોતાના નામની ખાતર અને પોતાનું પરાક્રમ બતાવવાને માટે, તેમને તાર્યા;


હે યહોવા, અમોને નહિ, અમોને નહિ, પણ તમારી કૃપા તથા તમારી સત્યતાને લીધે તમારા નામનો મહિમા થાય, એમ કરો.


હે યહોવા, તમારા નામની ખાતર મારા અન્યાયની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે.


મારી જુવાનીનાં પાપ તથા મારા અપરાધોનું સ્મરણ ન કરો. હે યહોવા, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો.


વળી હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.’”


હું યહોવા છું; એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને, તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.


જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂંસી નાખે તે હું, હું જુ છું; તારાં પાપોને હું સંભારીશ નહિ.


તેથી તો મેં તને પુરાતન કાળથી વિદિત કર્યું હતું; તે થયા પહેલાં મેં [આગળથી] તને કહી સંભળાવ્યું હતું; રખેને તું કહે, ‘મારી મૂર્તિએ તે કામો કર્યાં છે, ને મારી કોરેલી મૂર્તિએ તથા મારી ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.’


મારા પોતાના નામની ખાતર હું મારો કોપ શમાવીશ, ને મારી સ્તુતિને અર્થે તારા પ્રત્યે મારા [રોષને] હું કબજામાં રાખીશ કે, જેથી હું તને નાબૂદ ન કરું.


પણ હવે યહોવા કહે છે, “અહીં મારે શું કરવું, કેમ કે મારા લોકને વગર કારણે લઈ જવામાં આવ્યા છે; તેમના અધિકારીઓ બૂમ પાડે છે, ” એમ યહોવા કહે છે; “અને નિત્ય મારું નામ આખો દિવસ નિંદાય છે.


[મારા લોકો પોકારે છે,] “હે યહોવા, જો કે અમારા અપરાધો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તોપણ તમારા નામની ખાતર કંઈક કરો; કેમ કે અમે વારંવાર પાછા હઠયા છીએ, તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.


પણ મારા નામની ખાતર મેં એવું કર્યું કે જે પ્રજાઓના દેખતાં હું તેઓને બહાર કાઢી લાવ્યો હતો તેઓના દેખતાં [મારા નામ] ને લાંછન ન લાગે.


પરંતું મેં મારો હાથ પાછો ખેંચી લીધો, ને મારા નામની ખાતર મેં એવું કર્યું કે, જે પ્રજાઓના દેખતાં હું તેઓને બહાર કાઢી લાવ્યો હતો તેઓના દેખતાં [મારા નામ] ને લાંછન ન લાગે.


હે ઇઝરાયલ લોકો, તમારા વિષે તો પ્રભુ યહોવા કહે છે કે, જાઓ, તમે સર્વ પોતપોતાની મૂર્તિઓની સેવા કરો, ને જો તમે મારું સાંભળવાને ઇચ્છતા ન હો તો હવે પછી પણ એમ જ કર્યા કરજો; પણ હવે પછી કદી તમે પોતાનાં અર્પણોથી તથા પોતાની મૂર્તિઓથી મારા પવિત્ર નામને લાંછન લગાડશો નહિ.


પ્રભુ યહોવા કહે છે કે, હે ઇઝરાયલ લોકો, જ્યારે મારા નામની ખાતર હું તમને તમારાં ભૂંડાં આચરણ પ્રમાણે તેમ જ તમારાં ભ્રષ્ટ કૃત્યો પ્રમાણે [શિક્ષા] નહિ કરું, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”


પણ મિસર દેશમાંથી તેમને કાઢી લાવતાં મેં જે પ્રજાઓના દેખતાં મારી ઓળખાણ તેઓને આપી હતી, તથા જેઓની સાથે તેઓ રહેતા હતા, તેઓના દેખતાં તેને લાંછન ન લાગે એવું મેં મારા નામની ખાતર કર્યું.


એ માટે ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે ઇઝરાયલના વંશજો, હું [એ] તમારી ખાતર [નથી કરતો] , પણ મારા પવિત્ર નામની ખાતર કરું છું. જો કે જે પ્રજાઓમાં તમે ગયા તેઓમાં તમે [મારા નામને] બટ્ટો લગાડ્યો છે.


માટે હવે હે અમારા ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના તથા તેની વિનંતીઓ સાંભળીને તમારા પાયમાલ થયેલા પવિત્રસ્થાન ઉપર, પ્રભુની ખાતર, તમારી કૃપાદષ્ટિ પડવા દો.


કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે, દીકરાને જે માન નથી આપતો, તે તેના મોકલનાર પિતાને પણ માન નથી આપતો.


કેમ કે [શાસ્‍ત્રમાં] લખેલું છે તે પ્રમાણે, તમારે લીધે વિદેશીઓમાં ઈશ્વરના નામની નિંદા થાય છે.


કેમ કે યહોવા પોતાના મોટા નામની ખાતર પોતાના લોકને તજી દેશે નહિ, કારણ કે તમને પોતાના ખાસ લોક કરવા એ યહોવાને સારું લાગ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan