Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 47:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જેઓને માટે તું શ્રમ કરતી આવી છે, તેઓ તારે માટે તેવાં જ થશે; નાનપણતી તારી સાથે વેપાર કરનારાઓ ભટકતા ભટકતા પોતપોતાને સ્થાને જશે; તને બચાવનાર કોઈ મળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તારી બાલ્યાવસ્થાથી જેમની સાથે તું વ્યવહાર રાખતી આવી છે તે સલાહકારો તો એવા છે. તેઓ તારું કંઈ હિત કરી શકે તેમ નથી. તેઓ તને તજીને પોતપોતાને રસ્તે ચાલ્યા જશે અને તેમાંનો કોઈ તને બચાવી શકશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જે લોકોની સાથે તેં તારી યુવાનીના સમયથી વેપાર કર્યો છે, તેઓ તારા માટે પરિશ્રમ સિવાય બીજું કશું જ નહિ હોય; તેઓ દરેક પોતપોતાના માર્ગે ભટકતા રહેશે; તને બચાવનાર કોઈ હશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 બાળપણથી તારી સાથે વહેવાર રાખતા જ્યોતિષીઓ અને સલાહકારો પોતપોતાના રસ્તે ચાલ્યા જશે, કોઇ તને બચાવવા કે સહાય કરવા રહેશે નહિં.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 47:15
8 Iomraidhean Croise  

વળી આજથી હું તે છું; મારા હાથમાંથી કોઈ છોડાવનાર નથી; હું જે કામ કરું છું, તેને કોણ ઊંધું વાળશે?”


તેઓ તેને ખભા પર ઊંચકે છે, તેને ઉપાડી લઈને તેના પોતાના સ્થાનમાં મૂકે છે, તે ઊભો રહે છે; પોતાના સ્થાનમાંથી તે ખસતો નથી. વળી કોઈ તેને હાંક મારે, પણ તે ઉત્તર આપી શકતો નથી; કે એના સંકટમાંથી તે એને તારી શકતો નથી.


અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તારા પર જે આવનાર છે તેથી નક્ષત્રો ઠરાવનાર, જ્યોતિષીઓ, અમાવાસ્યાસૂચકો ઊભા થઈને તારો બચાવ ભલે કરે.


તેમની ગર્જના સિંહના જેવી છે, તેઓ સિંહનાં બચ્ચાંની જેમ ગર્જના કરશે અને ઘૂરકશે. તેઓ શિકારને પકડીને તાણી જશે, ને તેને છોડાવનાર કોઈ મળશે નહિ.


વળી તેઓ ખાઉધરા કૂતરા છે, તેઓ તૃપ્તિ સમજતા નથી; અને ઘેટાંપાળક પોતે કશું સમજતા નથી; તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક પોતાનો સ્વાર્થ સાધવાને માટે, ફરી ગયા છે.


Lean sinn:

Sanasan


Sanasan