Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 47:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જેની પાછળ તું નાનપણથી શ્રમ કરતી આવી છે, તે તારા ધંતરમંતર તથા તારાં પુષ્કળ જાદુ લઈને ઊભી રહેજે; તું કદાચિત લાભ પ્રાપ્ત કરી શકે, કદાચિ ભય ઉત્પન્ન કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તું છેક તારી બાલ્યાવસ્થાથી ધંતરમંતર અને જાદુક્રિયામાં મંડી રહી છે. તેના પર આધાર રાખ; કદાચ, તું તેનાથી સફળ થાય અને તારા દુશ્મનો પર ધાક પણ બેસાડે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેં બાળપણથી વિશ્વાસુપણે જે પઠન કર્યું છે તે તારા મંત્રો અને પુષ્કળ જાદુને ચાલુ રાખજે; કદાચ તું સફળ થશે, કદાચ તું વિનાશને ભય પમાડી શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 બાળપણથી જાદુમંત્ર અને કામણટૂમણ તું વાપરતી આવી છે તેને વળગી રહે, કદાચ તે કામ આવી શકે અને તું શત્રુઓને ડરાવી શકે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 47:12
22 Iomraidhean Croise  

તેઓએ મારા નાનપણથી મને બહુ દુ:ખ દીધું છે, એમ ઇઝરાયલ હમણાં કહો.


ત્યારે ફારુને પણ જ્ઞાનીઓને તથા જાદુગરોને બોલાવ્યા. અને મિસરના તે જાદુગરોએ પણ તેમના મંત્રતંત્ર વડે તે પ્રમાણે કર્યું.


અને જાદુગરો પણ તેમના મંત્રતંત્ર વડે તે પ્રમાણે કરીને મિસર ઉપર દેડકાં લાવ્યાં.


અને જાદુગરો ગૂમડાંના કારણથી મૂસાની આગળ ઊભા રહી શક્યા નહિ. કેમ કે જાદુગરોને તેમ જ સર્વ મિસરીઓને ગૂમડાં થયાં હતાં.


મિસરની હિંમત તેમાંથી જતી રહેશે; અને તેની મસલત હું વ્યર્થ કરીશ; તેઓ મૂર્તિઓની પાસે, ઈલમીઓની પાસે, ભૂવાઓની પાસે તથા જાદુગરોની પાસે જઈને પ્રશ્ન પૂછશે.


તે દંભીઓનાં ચિહ્નોને ખોટાં ઠરાવે છે, ને શકુન જોનારાઓને તે બેવકૂફ બનાવે છે; તે જ્ઞાનીઓને ઊંધા કરી નાખે છે, ને તેમની વિદ્યાને તે મૂર્ખાઈ ઠરાવે છે;


જ્યારે તેઓ તમને કહે, ‘ભુવાઓ પાસે, ને ઝીણે અવાજે બડબડનાર ધંતરમંતર કરનારની પાસે જઈને ખબર કાઢો.’ [ત્યારે તારે કહેવું,] ‘લોકોએ પોતાના ઈશ્વરની પાસે જઈને ખબર નહિ કાઢવી? જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું?’


“પણ તારા જે દેવો તેં તારે માટે બનાવ્યા છે તેઓ ક્યાં છે? તેઓ તારા સંકટમાં જો તને બચાવી શકે તો ભલે તેઓ ઊઠે; કેમ કે, હે યહૂદિયા, જેટલાં તારાં નગરો તેટલા તારા દેવો પણ છે.”


પ્રભુ યહોવા કહે છે કે, પાઘડી કાઢી નાખ ને મુગટ ઉતાર, આ [સ્થિતિ] એવી ને એવી રહેવાની નથી. અધમને ઊંચ સ્થિતિએ ચઢાવ, ને ઊંચને અધમ સ્થિતિમાં લાવ.


જે વાત રાજા [જાણવા] માગે છે તે તો દુર્લભ છે, અને દેવો કે જેમનો વાસો દેહમાં નથી તેઓ સિવાય બીજો કોઈ એવો નથી કે જે રાજાને તે વિદિત કરી શકે.”


ત્યારે રાજાએ આજ્ઞા કરી, “મારાં સ્વપ્નોનો ખુલાસો કરી બતાવવા માટે જાદુગરોને, મંત્રવિદ્યા જાણનારાઓને, શકુન જોનારાઓને તથા ખાલદીઓને તેડાવો.” તેથી તેઓ હજૂરમાં આવીને રાજાની સંમુખ ઊભા રહ્યા.


આ લેખ વાંચીને તેનો અર્થ મને સમજાવવા માટે મંત્રવિદ્યા જાણનારા જ્ઞાનીઓને મારી હજૂરમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ તેઓ તેનો અર્થ મને બતાવી શક્યા નહિ.


દષ્ટાઓ લજ્‍જિત થશે, ને જોષીઓ ભોંઠા પડશે. હા, તેઓ સર્વ પોતાના હોઠ ઢાંકી દેશે. કેમ કે ઈશ્વર તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી.


તેનું કારણ એ છે કે, ખૂબસુરત વેશ્યા જે જાદુક્રિયાઓમાં પ્રવીણ છે, જે પ્રજાઓને પોતાના વ્યભિચારોથી ને કુટુંબોને પોતાની જાદુક્રિયાઓથી વેચી દે છે, તેના વ્યભિચાર પુષ્કળ [છે].


અને ગધેડીએ યહોવાના દૂતને જોયો, ને ભીંત સાથે દબાઈ, ને ભીંત સાથે બલામના પગને ભીંસ્યો; અને તેણે ફરીથી તેને મારી.


વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, પોતાની જાદુક્રિયા, પોતાના વ્યભિચાર તથા પોતાની ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan