Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 46:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તમે કોની સાથે મને સરખાવશો, ને કોનો બરાબરિયો મને કરશો? કોની સાથે મારો મુકાબલો કરીને મને સરખાવશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 વળી, પ્રભુ કહે છે, “તમે કોની સાથે મારી સરખામણી કરશો? શું મારા જેવો બીજો કોઈ છે? કોની સાથે મારી તુલના કરીને મને સરખાવશો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તમે કોની સાથે મને સરખાવશો? અને મારા જેવું બીજું કોણ છે, જેની સાથે મારી સરખામણી કરશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “આ કોની સાથે તમે મારી તુલના કરશો? કોણ મારો બરોબરિયો છે? મારા જેવો બીજો કોણ છે?

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 46:5
13 Iomraidhean Croise  

આપણા ઈશ્વર યહોવા જેવો કોણ છે? તે પોતાનું રહેઠાણ ઉચ્ચસ્થાનમાં રાખે છે.


હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી; અને તમારા કૃત્યો જેવાં કોઈનાં નથી.


આકાશમાં એવો કોણ છે કે જેની સરખામણી યહોવાની સાથે થાય? ઈશ્વરદૂતોમાં યહોવાના જેવો કોણ છે?


હે સૈન્યોના ઈશ્વર યહોવા, હે યાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે? તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે.


હે યહોવા, દેવો મધ્યે તમારા જેવો કોણ છે? તમારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રોમાં ભયયોગ્ય તથા આશ્ચર્યકર્તા [બીજો] કોણ છે?


તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો?


વળી પવિત્ર [ઈશ્વર] પૂછે છે, “તમે મને કોની સાથે સરખાવશો કે, હું તેના જેવો ગણાઉં?”


યાકૂબનો હિસ્સો તેમના જેવો નથી, કેમ કે તે સર્વના બનાવનાર છે; અને ઇઝરાયલ તેમના વારસાની કોમ છે: તેમનુમ નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે.


પોતે ઈશ્વરના રૂપમાં છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છયું નહિ.


તે અદશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે;


તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે, તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન [પિતા] ની જમણી તરફ ઉચ્‍ચસ્થાને બેઠા છે.


અને અજગરે શ્વાપદને અધિકાર આપ્યો હતો તેથી તેઓએ તેની આરાધના કરી વળી, તેઓએ શ્વાપદની પણ આરાધના કરી અને કહ્યું, “શ્વાપદના જેવું બીજું કોણ છે? અને એની સામે લડી શકે એવું કોણ છે?”


Lean sinn:

Sanasan


Sanasan