Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 46:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તમારા ઘડપણ સુધી હું તે જ છું, પળિયાં આવતાં સુધી હું [તમને] ઉપાડી લઈશ; મેં ઉત્પન્ન કર્યું છે ને હું [તમને] ઊંચકી રાખીશ; હા, હું [તમને] ઉપાડી લઈશ, ને [તમને] બચાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તમારી વૃદ્ધાવસ્થા સુધી હું તમારા પ્રત્યે એવો જ ઈશ્વર રહીશ, તમને પળિયાં આવે ત્યારે ય હું તમને ધરી રાખીશ. હું જ તમારો ઉત્પન્‍નર્ક્તા છું. હું જ તમને ધરી રાખું છું; હું જ તમને ઊંચકી લઉં છું અને હું જ છોડાવું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તમારા વૃધ્ધાવસ્થા સુધી હું તે જ છું અને તમારા વાળ સફેદ થતાં સુધી હું તમને ઊંચકી લઈશ. મેં તમને બનાવ્યા છે અને હું તમને સહાય કરીશ, હું તમને સુરક્ષિત સ્થાને ઊંચકી જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમે વૃદ્ધ થશો ત્યારે પણ હું એ જ રહેવાનો છું. તમારા વાળ ધોળા થતા સુધી હું તમને ઉપાડીશ. મેં તમને ઉત્પન્ન કર્યા છે અને હું તમારી સંભાળ રાખીશ. હું તમને ઊંચકી રાખીશ અને હું તમારો ઉદ્ધારક થઇશ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 46:4
17 Iomraidhean Croise  

કેમ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણા દોરનાર થશે.


ધન્ય છે પ્રભુને કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે, તે આપણા તારણના ઈશ્વર છે. (સેલાહ)


હે ઈશ્વર, હું ઘરડો અને પળિયાંવાળો થાઉં ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ! હું આવતી પેઢીને તમારું બળ જણાવું, અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો.


વૃદ્ધાવસ્થાને સમયે મને તજી ન દો; મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કરો.


તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે;


કોણે આ કાર્ય કર્યું છે? જે આરંભથી [મનુષ્યોને] પેઢીઓને બોલાવે છે તેણે. હું યહોવા આદિ છું, ને છેલ્લાની સંઘાતે જે છે તે પણ હું જ.


વળી આજથી હું તે છું; મારા હાથમાંથી કોઈ છોડાવનાર નથી; હું જે કામ કરું છું, તેને કોણ ઊંધું વાળશે?”


જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂંસી નાખે તે હું, હું જુ છું; તારાં પાપોને હું સંભારીશ નહિ.


હે યાકૂબ, ને મારા બોલાવેલા ઇઝરાયલ, મારું સાંભળો; હું તે જ છું. હું આદિ છું, હું અંત પણ છું.


કેમ કે “ [તમારો] પત્ની ત્યાગ હું ધિક્કારું છું, ” એવું ઈઝરાયલના ઈશ્વર યહોવા કહે છે. અને સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “પોતાની પત્ની પર જુલમ કરનારને પણ હું [ધિક્કારું છું].” એ માટે તમારા મન વિષે સાવધાન રહીને કપટથી ન વર્તો.


“કેમ કે હું યહોવા અવિકારી છું. એ માટે, હે યાકૂબના પુત્રો, તમારો સંહાર થયો નથી.


કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.


તેમ જ અરણ્યમાં પણ તમે જેમ જોયું કે તમે આ જગાએ આવ્યા ત્યાં સુધી જે આખે રસ્તે તમે ચાલ્યા તેમાં જેમ પિતા પોતાના પુત્રને કેડે તેડે તેમ યહોવા તારા ઈશ્વરે તને કેડે તેડી લીધો છે, તે પ્રમાણે.


તમે ઝભ્ભાની જેમ તેઓને વાળી લેશો, અને વસ્‍ત્રની જેમ તેઓને બદલવામાં આવશે. પણ તમે એવા ને એવા જ છો. ને તમારાં વર્ષોનો અંત કદી આવશે નહિ.”


ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજે તથા સદાકાળ એવા ને એવા જ છે.


દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.


Lean sinn:

Sanasan


Sanasan