Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 45:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હું જ યહોવા છું, ને બીજો કોઈ નથી. મારા સિવાય કોઈ ઈશ્વર નથી; જો કે તેં મને ઓળખ્યો નથી, તોપણ હું તારી કમર બાંધીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 હું પ્રભુ છું. મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. જો કે તું મને ઓળખતો નથી છતાં હું તને બળવાન કરીશ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હું જ યહોવાહ છું અને બીજો કોઈ નથી; મારા સિવાય કોઈ ઈશ્વર નથી. જો કે તેં મને ઓળખ્યો નથી, તો પણ હું તને યુદ્ધ માટે તૈયાર કરીશ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હું જ યહોવા છું, મારા સિવાય બીજો દેવ નથી. તું મને ઓળખતો નથી, છતાં હું તને શસ્રોથી સજ્જ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 45:5
28 Iomraidhean Croise  

કે જેથી પૃથ્વીની સર્વ પ્રજાઓ જાણે કે યહોવા એ જ ઈશ્વર છે, બીજો કોઈ નથી.


તેમાં તેણે પોતે કહ્યું, “આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે, ને યહૂદિયામાંના યરુશાલેમમાં પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે.


રાજાઓનાં બંધન તે તોડી નાખે છે, અને તેઓની કમરે સાંકળ બાંધે છે.


રાજાઓ પર તે ફિટકાર વરસાવે છે, અને બળવંતોના હાંજા ગગડાવી નાખે છે.


કેમ કે યહોવા વિના બીજો ઈશ્વર કોણ છે? અને અમારા ઈશ્વર વિના બીજો ગઢ કોણ છે?


ઈશ્વર જે મારી કમરે સામર્થ્ય [રૂપી પટો] બાંધે છે, અને મારો માર્ગ સીધો કરે છે.


તે મારા પગ હરણીના જેવા કરે છે. અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે.


કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્ય [રૂપી પટો] બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારાને તમે મારે તાબે કર્યા છે.


કેમ કે તમે મોટા છો ને આશ્ચર્યકારક કૃત્યો કરો છો; તમે એકલા જ ઈશ્વર છો.


કેમ કે આ વખતે મારા બધા અનર્થો હું તારા હ્રદય ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર મોકલીશ; એ માટે કે તું જાણે કે આખી પૃથ્વીમાં મારા જેવો કોઈ નથી.


હું તેને તારો પોષાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ; અને તે યરુશાલેમ ના રહેવાસીઓ સાથે, તથા યહૂદિયાના માણસો સાથે પિતા પ્રમાણે વર્તશે.


હવે, હે અમારા ઈશ્વર યહોવા, તેના હાથમાંથી અમારો બચાવ કરજો કે, પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા યહોવા છો.”


યહોવા કહે છે, “તમે મારા સાક્ષી છો, ને મારા સેવકને મેં પસંદ કર્યો છે કે જેથી તમે મને જાણો, ને મારો ભરોસો કરો, ને સમજો કે હું તે છું; મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી, ને મારી પાછળ કોઈ થવાનો નથી.


ઇઝરાયલનો રાજા, તેનો ઉદ્ધાર કરનાર, સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે, “હું આદિ છું, હું અંત છું; મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી.


ગભરાશો નહિ, ને બીશો નહિ; શું મેં ક્યારનું સંભળાવીને તને જાહેર કર્યું નથી? તમે મારા સાક્ષી છો. શું મારા વિના બીજો કોઈ ઈશ્વર છે? કોઈ ખડક નથી; હું કોઈને જાણતો નતી.


યહોવા કહે છે, “કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે, તેની આગળ હું રાજાઓની કમરો ઢીલી કરી નાખીશ; જેથી દરવાજા ખૂલી જશે, ને દ્વારો બંધ કરવામાં આવશે નહિ.”


એથી તેઓ જાણે કે ઉગમણથી તે આથમણ સુધી મારા વિના કોઈ નથી; હું જ યહોવા છું, ને બીજો કોઈ નથી.


પુરાતન કાળની બિનાઓનું સ્મરણ કરો; કેમ કે હું ઈશ્વર છું, ને બીજો કોઈ નથી; હું ઈશ્વર છું, ને મારા જેવો કોઈ નથી,


હવે, હે વિલાસિની, નિશ્ચિંત બેસી રહેનારી, હું જ છું, ને બીજું કોઈ નથી, હું વિધવા થઈને બેસીશ નહિ, હું પુત્રહાનિ જાણીશ નહિ, એમ પોતાના મનમાં કહેનારી, તું આ સાંભળ:


વળી હું બાબિલના રાજાના હાથ બળવાન કરીશ, ને મારી તરવાર તેના હાથમાં આપીશ, પણ હું ફારુનના હાથ ભાંગી નાખીશ; ને પ્રાણઘાતક ઘા વાગેલો માણસ જેમ કણે તેમ જ એ [બાબિલના રાજા] ની આગળ કણશે.


ત્યારે તમે જાણશો કે હું ઇઝરાયલમાં છું, ને હું તમારો ઈશ્વર યહોવા છું, ને બીજો કોઈ નથી; અને મારા લોકો કદી લજ્જિત થશે નહિ.


આરંભે શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સંઘાતે હતો. અને શબ્દ ઈશ્વર હતો.


હવે જુઓ, એ તો હું, હા, હું જ તે છું, અને મારા વગર કોઈ ઈશ્વર નથી. હું મારું છું, ને હું જીવાડું છું; મેં ઘાયલ કર્યાં છે, ને હું સાજાં કરું છું; અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.


એ બધું તને દર્શાવવાનું કારણ એટલું જ કે તું જાણે કે યહોવા તે જ ઈશ્વર છે; અને તે વિના બીજો કોઇ નથી.


માટે આજ તું જાણ તથા તારા અંત:કરણમાં ઠસાવ કે, આકાશમાં તથા નીચે પૃથ્વીમાં યહોવા તે જ ઈશ્વર છે. તેમના સિવાય બીજો કોઈ નથી.


Lean sinn:

Sanasan


Sanasan