Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 45:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને તને બોલાવનાર ઇઝરાયલનો ઈશ્વર યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 હું તને અંધારી ગુપ્ત જગ્યાઓમાં છુપાયેલા ખજાના આપીશ, જેથી તું જાણે કે હું પ્રભુ છું, અને તને નામ દઈને બોલાવનાર તો હું, ઇઝરાયલનો ઈશ્વર છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને બોલાવનાર ઇઝરાયલનો ઈશ્વર યહોવાહ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 અને હું તને અંધારા ભોંયરામાં ભંડારી રાખેલા ગુપ્ત ખજાના આપીશ: ત્યારે તને ખાતરી થશે કે તને નામ દઇને બોલાવનાર હું યહોવા છું. ઇસ્રાએલનો દેવ છું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 45:3
15 Iomraidhean Croise  

માટે હવે, હે યહોવા, ઇઝરાયલના ઈશ્વર, તમે જે વચન તમારા સેવક દાઉદને આપ્યું છે તે પૂર્ણ કરો.


તેમાં તેણે પોતે કહ્યું, “આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે, ને યહૂદિયામાંના યરુશાલેમમાં પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે.


અને મૂસાએ યહોવાને કહ્યું, “જુઓ, તમે મને કહો છો, ‘આ લોકોને દોરી લઈ જા;’ પણ મારી સાથે તમે કોને મોકલશો તે તમે મને જણાવ્યું નથી. પરંતુ તમે કહ્યું છે, ‘હું તને ઓળખું છું, તારું નામ પણ જાણું છું, ને વળી મારી દષ્ટિમાં તું કૃપા પામ્યો છે.’


અને યહોવાએ મૂસાને કહ્યું, “જે વાત તું બોલ્યો છે તે પ્રમાણે પણ હું કરીશ; કેમ કે તું મારી દષ્ટિમાં કૃપા પામ્યો છે, ને હું તને નામે ઓળખું છું.”


હવે પછી જે જે બિનાઓ બનવાની છે તે અમને કહો, જેથી તમે દેવો છો તે અમે જાણીએ; વળી સારું કરો કે ભૂંડું કરો કે, અમે આશ્ચર્ય પામીને તે જોઈએ.


પણ હવે, હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.


હું, હું જ બોલ્યો છું; વળી મેં જ તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું, તે પોતાના માર્ગમાં સફળ કરશે.


હે ટાપુઓ, તમે મારું સાંભળો; હે લોકો, દૂરથી ધ્યાન આપો; હું ગર્ભસ્થાનમાં હતો ત્યારથી જ યહોવાએ મને બોલાવ્યો છે. હું મારી માના ઉદરમાં હતો ત્યારથી પ્રભુએ મારા નામનું સ્મરણ કર્યું છે.


પણ તેઓમાંના દશ માણસોએ ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખ; કેમ કે ઘઉંના, જવના, તેલના તથા મધના ભંડારો અમે અમારા ખેતરમાં સંતાડેલાં છે.” તેથી ઇશ્માએલે પોતાનો હાથ અટકાવીને તેઓને તેઓના ભાઈઓની જેમ મારી નાખ્યા નહિ.


છેક છેડેથી તેના પર ચઢી આવો, તેના કોઠારોને ઉઘાડી; તેના ઢગલા કરી નાખો, ને તેનો નાશ કરો; તેમાંથી કંઈ પણ બાકી રહેવા ન દો.


તેના ઘોડાઓ પર, તેના રથો પર તથા તેઓમાંના મિશ્ર લોકો પર તરવાર આવી છે, તેઓ સ્ત્રીઓના જેવા થશે; તેના ખજાનાઓ પર તરવાર આવી છે, ને તેઓને લૂંટી લેવામાં આવશે.


તું ઘણાં પાણીની પાસે વસેલું છે, તારા ધનના ભંડારો ભરપૂર છે, તારો અંત આવ્યો છે, તારી લૂંટનું માપ કરવામાં આવ્યું છે.


જો કે બાબિલ આકાશ સુધી ચઢી જાય, ને જો કે તે પોતાના સામર્થ્યનો કિલ્લો મજબૂત કરે, તોપણ મારી પાસેથી તેના પર વિનાશકો આવશે, એવું યહોવા કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan