Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 45:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નહિ એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે કે, મારી આગળ સર્વ લોકો ઘૂંટણે પડશે, ને સર્વ જીભ સમ ખાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 મેં મારી જાતના સોગંદ ખાધા છે, અને પૂરી પ્રામાણિક્તાથી હું પોતે બોલ્યો છું. એ મારું અફર વચન આવું છે: સૌ મારી આગળ આવીને મને ધૂંટણે નમશે અને મારા પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા લેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ‘મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નથી એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે: મારી આગળ દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “મેં મારી જાત પર સમ લીધાં છે, મેં વચન આપ્યું છે, હું તેને તોડીશ નહિ. કારણ કે તે સત્ય છે કે પૃથ્વીની સર્વ પ્રજાઓ મારી સમક્ષ ઘૂંટણિયે પડશે અને મારા નામ પ્રત્યેની વફાદારી પોતાની જીભેજ કબૂલ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 45:23
29 Iomraidhean Croise  

ઇબ્રાહિમના ઈશ્વર તથા નાહોરના ઈશ્વર, એટલે તેઓના પિતાના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” અને યાકૂબે પોતાના પિતા ઇસહાક જેમનું ભય રાખતા હતા તેમના સમ ખાધા.


તેઓ પોતાના ભાઈઓને તથા પોતાના અમીરોને વળગી રહ્યા, તેઓએ શાપનો સ્વીકાર કર્યો, અને પ્રતિજ્ઞા લીધી કે, “ઈશ્વરના સેવક મૂસાની મારફત અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમારે વર્તવું. અમારા પ્રભુ યહોવાની સર્વ આજ્ઞાઓ, તેમના હુકમો તથા તેમના વિધિઓ પાળવા અને તેનો અમલ કરવો.


તેણે યહોવાની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ [ઈશ્વર] ની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા કરી કે,


પરંતુ રાજા તો ઈશ્વરમાં આનંદ કરશે; જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે; કેમ કે જૂઠું બોલનારાનાં મોં તો બંધ કરી દેવામાં આવશે.


યહોવાએ પોતાનું તારણ જણાવ્યું; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દષ્ટિમાં પ્રગટ કર્યું છે.


અને ધનુર્ધારરીઓની સંખ્યાનો શેષ, -કેદારીઓના શૂરવીરો, થોડા થશે; કેમ કે, હું ઇઝરાયલનો ઈશ્વર યહોવા બોલ્યો છું.”


ગુપ્તમાં, અંધકારના પ્રદેશમાં, હું બોલ્યો નથી; યાકૂબનાં સંતાનોને મને ફોગટ શોધવાનું મેં કહ્યું નથી. હું યહોવા, સત્ય વાત કહેનાર, તથા સાચી વાત પ્રગટ કરનાર છું.


હે યાકૂબનાં સંતાનો, તમે આ સાંભળો; તમે તો ઇઝરાયલના નામથી ઓળખાઓ છો, ને યહૂદિયાના ઝરાથી નીકળી આવેલાં છો; તમે તો યહોવાના નામના સમ ખાઓ છો, અને ઇઝરાયલના ઈશ્વરનું સ્મરણ કરો છો, પણ સચ્ચાઈથી નહિ, ને પ્રામાણિકપણાથી નહિ.


ચારે તરફ દષ્ટિ ફેરવીને જો; આ સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે. યહોવા કહે છે કે, મારા જીવના સોગન કે તું તે સર્વને આભૂષણની જેમ ધારણ કરીશ, અને કન્યાની જેમ તું તેઓને કમરે બાંધીશ.


તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે [સફળ] થશે; મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું, તેમાં સફળ થયા વિના, તે ફોગટ મારી પાસે પાછું વળશે નહિ.


જેઓએ મારા પર જુલમ કર્યો તેઓના પુત્રો તારી પાસે નમતા આવશે; અને જેઓએ તને તુચ્છ માન્યું તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે; અને તેઓ તને યહોવાનું નગર, ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] નું સિયોન, કહેશે.


જેમ ભૂમિ પોતામાંથી પીલો ઉગાડે છે, ને જેમ વાડી તેમાં રોપેલાંને ઉગાડે છે; તેમ પ્રભુ યહોવા ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્ન કરશે.


યહોવાએ પોતાના જમણા હાથના, તથા પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે કે, “હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ; અને જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ;


જે દેશમાં કોઈ પોતાના પર આશીર્વાદ માગશે, તે સત્ય ઈશ્વરને નામે પોતાના પર આશીર્વાદ માગશે; અને દેશમાં જે કોઈ સમ ખાશે તે સત્ય ઈશ્વરના સમ ખાશે; કેમ કે પ્રથમની વિપત્તિઓ વિસારે પડી છે, ને તેઓ મારી આંખોથી સંતાઈ રહે છે.


પણ જો તમે આ વચનો નહિ માનશો, તો યહોવા કહે છે, હું પોતાના સમ ખાઈને કહું છું કે, આ મહેલ ઉજજડ થઈ જશે.


અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, યહોવા જીવે છે એવા સમ ખાઈશ; તો સર્વ પ્રજાઓ મારામાં પોતાને આશીર્વાદિત ગણશે, તથા મારામાં અભિમાન કરશે.”


કેમ કે યહોવા કહે છે, મેં મારા પોતાના સમ ખાધા છે કે, બોસ્ત્રા વિસ્મય, નિંદા, તથા શાપરૂપ અને ઉજ્જડ થશે. તેનાં સર્વ નગરો સદાકાળ ઉજ્જડ રહેશે.


સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે, પ્રભુ યહોવાએ પોતાના સોગન ખાધા છે. “હું યાકૂબના ગર્વથી કંટાળું છું, ને તેના મહેલોને ધિક્કારું છું. એ માટે નગરને તથા તેની અંદર જે કંઈ છે તે સર્વને હું પારકાને સ્વાધીન કરી દઈશ.


યહોવા આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવા એક જ મનાશે, ને તેમનું નામ એક જ હશે.


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહિ કરે? અથવા પોતાનું બોલવું તે પૂરું નહિ કરે?


પણ ઈશ્વરવાણી તેને શું કહે છે? “મેં મારે માટે સાત હજાર પુરુષોને રાખી મૂક્યા છે કે, જેઓ બાલની આગળ ઘૂંટણે પડયા નથી.”


યહોવા તારા ઈશ્વરનો ડર રાખ. અને તેમની જ સેવા કર, ને તેમના નામમાં પ્રતિજ્ઞા લે.


આકાશમાંનાં, ભૂમિ પરનાં તથા ભૂમિ નીચેનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે.


Lean sinn:

Sanasan


Sanasan