યશાયા 45:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 [તમારી દલીલો] જાહેર કરીને તેમને પાસે લાવો; એકત્ર થઈને તેઓ મસલત કરે; પુરાતન કાળથી આ કોણે કહી સંભળાવ્યું? આગળથી એની ખબર કોણે આપી? શું મેં યહોવાએ એમ નથી કર્યું? મારા સિવાય બીજો ઈશ્વર નથી; હું ન્યાયી ઈશ્વર તથા ત્રાતા; મારા વિના કોઈ નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 આવો, તમારો દાવો રજૂ કરો, ભેગા મળીને મસલત કરો અને જણાવો કે પ્રાચીન સમયથી કોણે એના વિષે ભવિષ્ય ભાખ્યું હતું? કોણે એની અગાઉથી જાહેરાત કરી હતી? શું મેં પ્રભુએ એમ કર્યું નથી? અલબત્ત, મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. હું ન્યાયી ઈશ્વર છું; હું જ ત્રાતા છું. બીજો કોઈ નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પાસે આવો અને મને જાહેર કરો, તમારા પુરાવા રજૂ કરો! તેઓને સાથે ષડયંત્ર રચવા દો. પુરાતનકાળથી આ કોણે બતાવ્યું છે? કોણે આ જાહેર કર્યું છે? શું તે હું, યહોવાહ નહોતો? મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી, ન્યાયી ઈશ્વર અને તારનાર; મારા જેવો બીજો કોઈ નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ21 આગળ આવો અને તમારો દાવો રજૂ કરો; ભેગા મળીને નક્કી કરો. “ભૂતકાળમાં કોણે આ ભવિષ્ય ભાખ્યું હતું? કોણે આ પહેલાથી કહ્યું હતું? શું હું એ યહોવા નહોતો? મારા સિવાય બીજો કોઇ દેવ નથી, જે વિજયવંત અને ઉદ્ધાર કરવા માટે સમર્થ હોય. Faic an caibideil |