Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 45:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 [વળી યહોવા તેને એવું કહે છે કે,] “હું તારી આગળ જઈશ, ને ટીંબાટેકરાને સપાટ કરીશ; હું પિત્તળના દરવાજાના કકડેકકડા કરી નાખીશ, ને લોઢાથી ભૂંગળોને કાપી નાખીશ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુ કોરેશને કહે છે, “હું જાતે તારો માર્ગ તૈયાર કરીશ. પર્વતો અને ડુંગરોને હું સપાટ કરી દઈશ. હું તાંબાના દરવાજાઓને તોડી નાખીશ અને તે પરના લોખંડના પટ્ટા કાપી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “હું તારી આગળ જઈશ અને પર્વતોને સપાટ કરીશ; હું પિત્તળના દરવાજાઓના ટુકડેટુકડા કરી નાખીશ તથા લોખંડની ભૂંગળોને કાપી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “કોરેશ, હું તારી આગળ જઇને પર્વતોને સપાટ કરીશ અને પિત્તળના દરવાજાઓને તથા લોખંડની ભૂંગળોને ભાંગી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 45:2
17 Iomraidhean Croise  

વળી તેમણે પિત્તળના દરવાજા ભાંગ્યા, અને લોઢાની ભૂંગળો તોડી નાખી.


ખુલ્લા પર્વત પર ધ્વજા ઊંચી કરો, તેઓને મોટે અવાજે હાંક મારો, હાથના ઈશારા કરો કે તેઓ અમીરોની ભાગળોમાં પેસે.


હે નગરદ્વાર, વિલાપ કર; હે નગર, આક્રંદ કર; હે પલિસ્તી દેશ, પીગળી જા; કેમ કે ઉત્તર તરફથી ધુમાડો આવે છે, ને તેના સૈન્યમાં કોઈ પાછળ રહી જનાર નથી.


નગરમાં પાયમાલી થઈ રહેલી છે, ને દરવાજામાં વિનાશ થઈ રહ્યો છે.


સર્વ નીચાણ ઊંચું કરવામાં આવશે, ને સર્વ પર્વત તથા ડુંગર નીચા કરવામાં આવશે; ખરબચડી જગાઓ સરખી, ને ખાડાટેકરા સપાટ મેદાન થઈ જશે.


જે માર્ગ આંધળાઓ જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે વાટોની તેમને માહિતી નથી, તેઓ પર હું તેમને ચાલતા કરીશ. તેમની સંમુખ હું અંધકારને અજવાળારૂપ, ને ખરબચડી જગાઓને સપાટ કરીશ. જે કામો હું કરવાનો છું તે એ છે, ને હું તેમને પડતાં મૂકીશ નહિ.


મેં તેને ન્યાયી [ઉદેશથી] ઊભો કર્યો છે, તેના સર્વ માર્ગો હું સીધા કરીશ; તે જ મારું નગર બાંધશે, ને કંઈ મૂલ્ય અથવા બદલો [લીધા] વગર મારા બંદીવાનોને તે છોડી મૂકશે.” સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે.


હું, હું જ બોલ્યો છું; વળી મેં જ તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું, તે પોતાના માર્ગમાં સફળ કરશે.


‘હનાન્યાની પાસે જઈને કહે, યહોવા કહે છે કે, તેં લાકડાંની ઝૂંસરીઓ ભાંગી નાખી છે; પણ તેને બદલે તું લોઢાની ઝૂંસરી બનાવીશ.


બાબિલના શૂરવીરો લડવાનું બંધ કરે છે, તેઓ પોતાના કિલ્લાઓમાં ભરાઈ રહ્યા છે. તેઓનું સામર્થ્ય ખૂટી ગયું છે; તેઓ સ્ત્રીઓના જેવા થઈ ગયા છે; તેનાં ઘરબાર બળી ગયાં છે. તેની ભૂંગળો ભાંગી ગઈ છે.


વળી સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે: બાબિલના પહોળા કોટ છેક પાડી નાખવામાં આવશે, તેના ઊંચા દરવાજાઓ બાળી નાખવામાં આવશે; તે લોકોના શ્રમનો બદલો શૂન્યરૂપ, ને વિદેશીઓ [ના શ્રમનું ફળ] અગ્નિમાં ભસ્મ થશે, અને તેઓ કંટાળી જશે.


પેરસ; એટલે આપના રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે, ને તે માદીઓએ તથા ઇરાનીઓને આપવામાં આવ્યું છે.”


મેં તે મેંઢાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ માથાં મારતો જોયો. અને કોઈ પણ જાનવર તેની આગળ ટકી શકતું નહોતું, ને તેના હાથમાંથી છોડાવી શકે એવું કોઈ પણ નહોતું; તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો, ને બડાઈ મારતો હતો.


જો, તારામાં [રહેનાર] લોકો સ્‍ત્રીઓ [જેવા] છે. તારામાં [રહેનાર] લોકો સ્‍ત્રીઓ [જેવા] છે. તારા દેશના દરવાજા તારા શત્રુઓ આગળ છેક ખુલ્‍લા મૂકવામાં આવ્યા છે; અગ્નિએ તારી ભૂંગળોને ભસ્મ કરી છે.


દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચો કરાશે. વાંકું સીધું કરવામાં આવશે, ખાડાટેકરાવાળા માર્ગ સપાટ થશે. q1


તે દિવસોમાં ભાઈઓની વચમાં (તે વખતે આશરે એકસો વીસ માણસો ભેગાં હતાં) પિતરે ઊભા થઈને કહ્યું,


Lean sinn:

Sanasan


Sanasan