Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 44:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તે જ કોરેશ વિષે કહે છે કે તે મારો ઘેટાંપાળક છે, તે મારો બધો મનોરથ પૂરો કરશે, વળી તે યરુશાલેમ વિષે કહે છે, ‘તું [ફરી] બંધાઈશ; અને મંદિરનો પાયો નાખવામાં આવશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 હું કોરેશને કહું છું, ‘તું મારા લોકનો ઘેટાંપાળક છે. તું મારા મનની બધી ઇચ્છાઓ પૂરી કરશે. તું આજ્ઞા આપીશ કે યરુશાલેમ ફરીથી બંધાય અને મંદિરનો પાયો ફરીથી નંખાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તે કોરેશ વિષે કહે છે, ‘તે મારો ઘેટાંપાળક છે, તે મારા બધા મનોરથો પૂરા કરશે’ વળી તે યરુશાલેમ વિષે કહે છે, ‘તું ફરી બંધાઈશ’ અને સભાસ્થાન વિષે કહે છે, ‘તારો પાયો નાખવામાં આવશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 હું કોરેશને કહું છું, “તું તો મારો મોકલેલો પ્રજાનો પાલક છે, અને તું મારા બધા મનોરથો પૂર્ણ કરશે; અને તું યરૂશાલેમને ફરી બાંધવાનો અને મંદિરનો પાયો નાખવાનો આદેશ આપશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 44:28
23 Iomraidhean Croise  

હવે ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે, યર્મિયાના મુખથી બોલાયેલું યહોવાનું વચન પૂરું થવા માટે તેના મનમાં યહોવાએ પ્રેરણા કર્યા પ્રમાણે તેણે પોતાના આંખા રાજ્યમાં એક એવો લિખિત ઢંઢેરો પિટાવ્યો,


“ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે કે, આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે. અને યહૂદિયામાંના યરુશાલેમમાં યહોવાને માટે એક મંદિર બાંધવાની યહોવાએ મને આજ્ઞા આપી છે. તેમના લોકમાંનો જે કોઈ તમારામાં હોય, તે ત્યાં જાય. તેમનો ઈશ્વર યહોવા તેમની સાથે હોજો.” .


ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે યહોવાએ, યર્મિયાના મુખથી અપાયેલું યહોવાનું વચન પૂરું કરવા માટે, કોરેશ રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે, તેણે પોતાના આખા રાજ્યમાં લિખિત જાહેરાત કરી.


તેમાં તેણે પોતે કહ્યું, “આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે, ને યહૂદિયામાંના યરુશાલેમમાં પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે.


તેના સર્વ લોકોમાંનો જે કોઈ તમારામાં હોય, તેના ઈશ્વર તેની સાથે હો, ને તે યહૂદિયાના યરુશાલેમમાં જઈને ઇઝરાયલના ઈશ્વર યહોવાનું મંદિર બાંધે, (યહોવા તે જ [ખરા] ઈશ્વર છે).


તો દેશના એલચીઓને કેવો ઉત્તર આપવો? તે આ-યહોવાએ સિયોનનો પાયો નાખેલો છે, ને તેના લોકોમાંના જેઓ દુ:ખી છે તેઓ એના આશ્રયમાં આવી રહેશે.”


સિયોનને હું પ્રથમ [કહેનાર] છું કે, જો, તેઓને જો; અને હું યરુશાલેમને વધામણી઼ કહેનાર મોકલી આપીશ.


હું પર્વતોને તથા ડુંગરોને ઉજજડ કરીશ, ને તેમની સર્વ લીલોતરીને સૂકવી નાખીશ; હું નાળાંઓના બેટ કરી નાખીશ, અને તળાવોને હું સૂકવી નાખીશ.


યહોવા કહે છે, “કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે, તેની આગળ હું રાજાઓની કમરો ઢીલી કરી નાખીશ; જેથી દરવાજા ખૂલી જશે, ને દ્વારો બંધ કરવામાં આવશે નહિ.”


મેં તેને ન્યાયી [ઉદેશથી] ઊભો કર્યો છે, તેના સર્વ માર્ગો હું સીધા કરીશ; તે જ મારું નગર બાંધશે, ને કંઈ મૂલ્ય અથવા બદલો [લીધા] વગર મારા બંદીવાનોને તે છોડી મૂકશે.” સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે.


હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને તને બોલાવનાર ઇઝરાયલનો ઈશ્વર યહોવા છું.


પૂર્વથી ગીધ પક્ષીને, એટલે દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર પુરુષને, હું બોલાવનાર છું; હું બોલ્યો છું, અને તે પાર પણ પાડીશ; મેં ધારણા કરી છે, તે હું પૂરી કરીશ.


હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી, દિલાસા વગરની [નગરી] , જો, હું તારા પથ્થરો સુરમામાં બેસાડીશ, ને તારા પાયા નીલમના કરીશ.


જેઓ તારાથી ઉત્તન્ન થશે તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે. ઘણી પેઢીઓના પાયા [પર] તું ચણતર કરીશ; તું ફાટોને સમારનાર, ને ધોરી માર્ગોને મરામત કરનાર કહેવાઈશ.


ત્યારે તેમના લોકોએ પુરાતન સમયનું [તથા] મૂસાનું સ્મરણ કર્યું, અને કહ્યું, “સમુદ્ર પાસેથી જે અમોને પોતાના ટોળાના પાળક સહિત ઉપર લાવ્યા તે આત્મા મૂકયો,


તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.


હવે મેં આ બધા દેશો મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં આપ્યાં છે; અને તેની સેવા કરવા માટે વગડામાંના પશુઓ પણ મેં તેને આપ્યાં છે.


અને તેઓને કહે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, હું મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને તેડી મંગાવીશ, ને જે પથ્થરો મેં સંતાડયા છે, તેઓ પર તેનું રાજ્યાસન ઊભું કરીશ; અને તે પોતાનો ભવ્ય મંડપ તેઓ ઉતર ઊભો કરશે.


ઈરાનના રાજા કોરેશને ત્રીજે વર્ષે દાનિયેલ, જેનું નામ બેલ્ટશાસ્સાર પાડેલું હતું, તેને એક બાબત પ્રગટ કરવામાં આવી. એ બાબત એક મોટા યુદ્ધની હતી, ને તે ખરી હતી; તેને એ બાબતની સમજણ પડી, ને તેને સંદર્શન વિષે સમજૂતી મળી.


Lean sinn:

Sanasan


Sanasan