યશાયા 44:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 લુહાર ઓજાર [તૈયાર કરે છે] , તે અંગારામાં કામ કરે છે, હથોડાથી તેને બનાવે છે, ને પોતાના જબરા હથથી તે તેને ઘડે છે! વળી તેને ભૂખ લાગે છે ત્યારે તેનામાં કંઈ બળ રહેતું નથી. તે પાણી પીતો નથી, એટલે તે નિર્ગત થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 ધાતુના ટુકડાને ઘડવા માટે લુહાર તેને અગ્નિમાં તપાવે છે. તે હથોડાથી ટીપીટીપીને મૂર્તિને ઘડે છે. તે પોતાના બાહુબળથી તેને ઘાટ આપે છે. દરમ્યાનમાં, જો તે ભૂખ્યો થાય તો તે થાકી જાય છે અને તેને તરસ લાગે તો તે નિર્ગત થાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 લુહાર ઓજાર તૈયાર કરે છે, તે અંગારામાં કામ કરે છે, તે હથોડાથી તેને બનાવે છે અને પોતાના બળવાન હાથથી તેને ઘડે છે. વળી તેને ભૂખ લાગે છે ત્યારે તેનામાં કઈ બળ રહેતું નથી. તે પાણી પીતો નથી અને નિર્બળ થાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 લુહાર ધાતુને અગ્નિમાં તપાવીને હથોડાથી ટીપી ટીપીને ધાટ આપે છે. પોતાના બળવાન બાહુ વડે ઘડતાં ઘડતાં તે ભૂખ્યો થાય છે અને થાકી જાય છે. ને તરસથી પાણી પીધા વિના નબળો અને નિર્ગત થઇ જાય છે. Faic an caibideil |