Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 43:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તેં મારે માટે નાણાં ખરચીને અગર વેચાતું લીધું નથી, ને તારા યજ્ઞોના મેદથી મને તૃપ્ત કર્યો નથી; ખરું જોતાં તેં મારા પર તારાં પાપનો બોજો મૂક્યો છે, અને તારા અન્યાયે મને કાયર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 તેં પૈસા ખર્ચીને મારે માટે ધૂપ વેચાતું લીધું નથી અને તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી. એને બદલે, તેં તો તારા પાપનો બોજ મારા પર મૂક્યો છે અને તારા અન્યાયોથી મને ત્રાસ પમાડયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેં મારા માટે નાણાં ખર્ચ્યા નથી, અગર વેચાતું લીધું નથી, કે તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી; પરંતુ તેં મારા પર તારા પાપનો બોજો મૂક્યો છે અને તારા અન્યાયે મને કાયર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તમે કઇં મારે માટે ધૂપસળી પાછળ પૈસા ર્ખચ્યા નથી કે મને બલિદાનોની ચરબીથી તૃપ્ત કર્યો, તમે તો કેવળ પાપ અર્પણ કર્યા છે, અને તમારા એ અન્યાયોથી હું થાકી ગયો છું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 43:24
18 Iomraidhean Croise  

ચાલીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો, “તે લોકો ભૂલકણા હ્રદયના છે, અને તેઓએ મારા માર્ગો જાણ્યા નથી.”


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું તારી પાસે સુગંધીદાર કરિયાણું લે, એટલે નાટાફ તથા શહેલેથ તથા હેલ્બનાએ, સુગંધીદાર કરિયાણું ચોખ્ખા લોબાન સહિત લે; દરેકને સરખા તોલ પ્રમાણે લે.


અને હારુન તે પર સુગંધીદાર ધૂપ બાળે. રોજ સવારે જ્યારે તે બત્તીઓને સાફસૂફ કરે ત્યારે તે ધૂપ બાળે.


તમારાં ચંદ્રદર્શનનાં તથા બીજાં પર્વોથી મારું મન કંટાળે છે. તેઓ મને બોજારૂપ થઈ પડે છે. સહન કરી કરીને હું થાકી ગયો છું.


તે માટે સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના સમર્થ પ્રભુ, એવું કહે છે: “હાશ! મારા શત્રુઓ ઉપર વૈર વાળીને હું સંતોષ પામીશ.


પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો; માટે તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડયા.


પછી યશાયાએ કહ્યું, “હે દાઉદના વંશજો, સાંભળજો. માણસને કાયર કરો છો એ થોડું કહેવાય કે, તમે મારા ઈશ્વરને પણ કાયર કરવા માગો છો?


તમારાં દુષ્કર્મોને તથા તમારાં કરેલાં ધિક્કારપાત્ર કૃત્યોને યહોવા સહન કરી શક્યા નહિ; એથી જેમ આજે છે, તેમ તમારો દેશ ઉજ્જડ, વિસ્મયજનક, શાપરૂપ તથા વસતિહીન થયો છે.


શેબાથી લોબાન તથા દૂર દેશથી ઉત્તમ અગરુ મારી પાસે શા માટે લાવો છો? તમારાં દહનીયાર્પણો માન્ય નથી, ને તમારાં બલિદાનો મને ગમતાં નથી.”


તેં તારી જુવાનીના દિવસોનું સ્મરણ ન કરતાં, આ બધી બાબતોમાં મને ચીડ ચઢાવી છે, એ માટે, જો, પ્રભુ યહોવા કહે છે કે, હું પણ તારાં આચરણોનો બદલો તને આપીશ. તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત [આ] લંપટપણું તેં નથી કર્યું?


તમારામાંના જેઓ બચી જશે તેઓ, જે પ્રજાઓમાં તેઓને ગુલામ તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મારું સ્મરણ કરશે કે, મારાથી દૂર થઈ ગયેલા તેમના દુરાચારી હ્રદયથી, ને તમની મૂર્તિઓની પાછળ મોહિત થઈ જતી તેમની આંખોથી મારું હ્રદય કેવું ભંગ થયું છે! અને પોતે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્કર્મો તેઓએ કર્યા છે તેમને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.


અને યાજક વેદી પર તેમનું દહન કરે; તે સુવાસને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે; બધી ચરબી યહોવાની છે.


અને જેમ શાંત્યર્પણના યજ્ઞની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે; અને યાજક યહોવા પ્રત્યે સુવાસને માટે વેદી પર તેનું દહન કરે; અને યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


જુઓ, જેમ પૂળાથી ભરેલું ગાડું દબાઈ જાય છે, તેમ હું તમને તમારી જગાએ દાબી નાખીશ.


પણ જે ઠગ માનતા માનીને પોતાના ટોળામાં નર હોવા છતાં યહોવાને ખોડવાળા જાનવરનું અર્પણ ચઢાવે છે તે શાપિત થાઓ, કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું મહાન રાજા છું, ને મારું નામ વિદેશીઓમાં ભયપાત્ર છે.”


Lean sinn:

Sanasan


Sanasan