Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 43:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 મેં આ લોકને મારે પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, જેથી તેઓ મારી સ્તુતિ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 એ લોકોને મેં મારે માટે બનાવ્યા છે, તેથી તેઓ મારી સ્તુતિ જાહેર કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 43:21
22 Iomraidhean Croise  

આ વાત તો આવનાર પેઢીને માટે લખવામાં આવશે; જે લોકો ઉત્પન્‍ન થનાર છે તેઓ યાહની સ્તુતિ કરશે.


કેમ કે તેમણે પોતાના ઉચ્ચ પવિત્રસ્થાનમાંથી જોયું છે; આકાશમાંથી યહોવાએ પૃથ્વીને નિહાળી;


પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાએ પોતાને માટે પસંદ કર્યો છે. હું યહોવાને વિનંતી કરું, ત્યારે તે મારું સાંભળશે.


પછી અમે તમારા લોક તથા તમારા ચારાનાં ઘેટાં નિરંતર તમારી આભારસ્તુતિ કરીશું; પેઢી દરપેઢી અમે તમારું સ્તવન કરીશું.


યહોવાએ દરેક વસ્તુને પોતપોતાના ઉપયોગને માટે સરજી છે; હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે [સરજ્યા છે].


તેઓ યહોવાને મહિમા આપે, અને ટાપુઓમાં તેમની સ્તુતિ પ્રગટ કરે.


પણ હવે, હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.


પણ પ્રભુ યહોવા મને મદદ કરશે; તેથી હું ઝંખવાયો નથી; તેથી મેં તો મારું મુખ ચકમકના પથ્થર જેવું [કઠણ] કર્યું છે, હું જાણું છું કે મારી બદનામી થવાની નથી.


વળી તારા સર્વ લોક ધાર્મિક થશે, તેઓ મારા મહિમાને અર્થે મારા રોપેલા રોપના અંકુરો, મારા હાથની કૃતિ થશે, તેઓ સદાકાળ દેશનો વારસો ભોગવશે.


સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ, શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર આપવા માટે તેણે મને મોકલ્યો છે; જેથી તેઓ તેના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાની રોપણી કહેવાય.


કેમ કે યહોવા કહે છે કે, જેમ કમરબંધ માણસની કમરને વળગી રહે છે, તેમ ઇઝરાયલ તથા યહૂદાના આખા વંશને મેં મારી કમરે વળગાડયો છે; જેથી તેઓ મારા લોકો, મારું નામ, મારી પ્રશંસા તથા મારું ભૂષણ થાય; પણ તેઓએ માન્યું નહિ.


હું તેઓનું સર્વ પ્રકારે હિત કરું છું તે વિષે જ્યારે પૃથ્વીની પ્રજાઓ સાંભળશે, ત્યારે તે સર્વ [પ્રજાઓ] ની આગળ આ નગર મને આનંદ, સ્તુતિ તથા સન્માનરૂપ થઈ પડશે, અને તેનું જે હિત તથા કલ્યાણ હું કરું છું તેને લીધે તેઓ ભય પામી કાંપશે.”


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તેઓ મારા યશે; જે [દિવસે] હું આ કરીશ, તે દિવસે તેઓ મારું [ખાસ દ્રવ્ય] થશે. અને જેમ કોઈ પિતા પોતાની સેવા કરનાર પોતાના પુત્ર પર દયા રાખે તેમ હું તેમના પર દયા રાખીશ.


માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.


તેમને ખ્રિસ્ત ઈસુમાં તથા મંડળીમાં સર્વકાળ સુધી પેઢી દરપેઢી મહિમા હો. આમીન.


કેમ કે તેમનાથી બધાં ઉત્પન્‍ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દશ્ય તથા અદશ્ય છે, રાજયાસનો કે રાજયો કે અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્‍ન થયાં.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


Lean sinn:

Sanasan


Sanasan