Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 41:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કોણે આ કાર્ય કર્યું છે? જે આરંભથી [મનુષ્યોને] પેઢીઓને બોલાવે છે તેણે. હું યહોવા આદિ છું, ને છેલ્લાની સંઘાતે જે છે તે પણ હું જ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 આરંભથી જ આવનાર પેઢીઓનું ભાવિ નિર્માણ કરનાર કોણ છે? એ તો હું પ્રભુ છું. હું આદિ છું, અને જે અંતિમ હશે તેની સાથે પણ હું જ હોઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કોણે આ કાર્ય શરૂ કર્યું અને સંપૂર્ણ કર્યું છે? કોણે આરંભથી મનુષ્યોની પેઢી ને બોલાવી છે? હું, યહોવાહ, આદિ છું, તથા છેલ્લાની સાથે રહેનાર, પણ હું જ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 આરંભથી આ બધું કરાવનાર કોણ છે? અનાદિકાળથી માનવજાતના સર્વ વ્યવહારને માર્ગદર્શન આપીને આ સર્વ પરાક્રમી કાર્યો કરનાર કોણ છે? એ હું યહોવા છું, હું પહેલો હતો અને છેલ્લો પણ હું જ છું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 41:4
26 Iomraidhean Croise  

પણ તમે તો એવા ને એવા જ રહો છો. અને તમારાં વર્ષોનો અંત આવશે નહિ.


તમારા સેવકોના પરિવાર ટકી રહેશે. તેઓનાં સંતાન તમારી સમક્ષ સ્થાપન કરવામાં આવશે.


કોણે પોતાના ખોબાથી સમુદ્રનાં પાણી માપ્યાં છે, ને વેંતથી આકાશ માપી આપ્યું છે, ને કોણે માપામાં પૃથ્વીની ધૂળ મવડાવી છે, ને કાંટાથી પર્વતોને તથા ત્રાજવાંથી પહાડોને તોળ્યા છે?


તમારી દષ્ટિ ઊંચી કરીને જુઓ, એ [બધા તારા] કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના મહાત્મ્યથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે, અને તે સર્વને નામ લઈને બોલાવે છે; એકે રહી જતો નથી.


જેથી તેઓ આ બધું જુએ, ને જાણે, ને ધ્યાન આપે, ને સમજે કે, યહોવાના હાથે એ કર્યું છે, ને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વરે] એને ઉત્તન્ન કર્યું છે.”


અમે જાણીએ એમ પહેલાંથી કોણે ખબર આપી છે? અમે કહીએ કે તે સત્ય છે એમ કોણે જાહેર કર્યું? ખબર આપનાર કોઈ નથી, સંભળાવનાર કોઈ નથી, તમારાં વચનો સાંભળનાર કોઈ નથી.


તે તેઓની પછવાડે પડે છે; અને જે માર્ગે અગાઉ તેનાં પગલાં પડયાં નહોતાં, તેમાં તે સહીસલામત ચાલ્યો જાય છે.


કોણે યાકૂબને લૂંટારાઓને સોંપ્યો છે, તથા ઇઝરાયલને લૂંટનારાઓને સ્વાધીન કર્યો છે? જે યહોવાની વિરુદ્ધ આપને પાપ કર્યું છે તેમણે શું એમ કર્યું નથી? તેઓ તેમના માર્ગોમાં ચાલવાને રાજી નહોતા, અને તેમના નિયમશાસ્ત્રનું કહેવું તેઓએ સાંભળ્યું નહિ.


યહોવા કહે છે, “તમે મારા સાક્ષી છો, ને મારા સેવકને મેં પસંદ કર્યો છે કે જેથી તમે મને જાણો, ને મારો ભરોસો કરો, ને સમજો કે હું તે છું; મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી, ને મારી પાછળ કોઈ થવાનો નથી.


વળી આજથી હું તે છું; મારા હાથમાંથી કોઈ છોડાવનાર નથી; હું જે કામ કરું છું, તેને કોણ ઊંધું વાળશે?”


આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દઢ રહેશે, ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ.


હે યાકૂબ, ને મારા બોલાવેલા ઇઝરાયલ, મારું સાંભળો; હું તે જ છું. હું આદિ છું, હું અંત પણ છું.


“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.”


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.’


તેમણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા માટે એકમાંથી ઉત્પન્‍ન કરી, અને તેમણે તેઓને માટે નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી.


હવે જુઓ, એ તો હું, હા, હું જ તે છું, અને મારા વગર કોઈ ઈશ્વર નથી. હું મારું છું, ને હું જીવાડું છું; મેં ઘાયલ કર્યાં છે, ને હું સાજાં કરું છું; અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.


તે કહેતી હતી, “તું જે જુએ છે તે પુસ્તકમાં લખ; અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે, તેઓના ઉપર તે મોકલ.”


જયારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને હું તેમના ચરણ આગળ પડી ગયો. પછી તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું.


પ્રભુ પરમેશ્વર જે છે, જે હતા ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે, હું આલ્ફા તથા ઓમેગા છું.


સ્મર્નામાંની મંડળીના દૂતને લખ: જે પ્રથમ તથા છેલ્લા, જે મૃત્યુ પામ્યા હતા પણ જીવતા થયા, તે આ વાતો કહે છે:


હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત છું.


Lean sinn:

Sanasan


Sanasan