યશાયા 41:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 મેં ઉત્તર તરફથી એકને ઊભો કર્યો છે ને તે આવ્યો છે; એટલે સૂર્યોદય [ની જગાએ] થી મારે નામે વિનંતી કરનાર [આવ્યો છે] ; અને જેમ કોઈ કાદવને ગૂંદે છે, જેમ કુંભાર માટીને ગૂંદે છે, તેમ તે અધિપતિઓને ગૂંદશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 “મેં પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે, તે તમારા પર ઉત્તર તરફથી આક્રમણ કરશે. કોઈ ગારો ગૂંદે અથવા કુંભાર માટીને ગૂંદે તેમ તે રાજાઓને કચડી નાખશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 મેં ઉત્તર તરફથી એકને ઊભો કર્યો છે, અને તે આવે છે; સૂર્યોદય તરફથી મારે નામે વિનંતી કરનાર આવે છે, અને જેમ કુંભાર માટીને ગૂંદે છે તેમ તે અધિપતિઓને ગૂંદશે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 “હું એક જણને ઉત્તરમાંથી બોલાવી લાવ્યો અને તે આવ્યો; પૂર્વમાંથી તે મારા નામે બોલાવે છે, અને કોઇ કુંભાર માટીનો ઢગલો ખૂંદતો હોય એમ તે રાજકર્તાઓને ખૂંદતો આવશે.” Faic an caibideil |