Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 41:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 જુઓ, તમે કંઈ જ નથી, ને તમારાં કામ શૂન્ય જ છે; જે તમને પસંદ કરે છે તે ધિક્કારપાત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 તમે નહિવત્ છો અને તમારાં કાર્યો શૂન્યવત્ છે. તમને દેવ માનનારા તુચ્છકારને પાત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જુઓ, તમારી મૂર્તિઓતો કશું જ નથી અને તમારાં કામ શૂન્ય જ છે; જે તમને પસંદ કરે છે તે ધિક્કારપાત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “પણ ના, તમારી કશી વિસાત જ નથી! તમે શું ધૂળ કરવાના હતાં! જે તમને પૂજે છે તે પણ તમારા જેવો જ કેવળ ધિક્કારપાત્ર છે!”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 41:24
17 Iomraidhean Croise  

તેઓનાં બનાવનારાં અને તેઓના પર ભરોસો રાખનારાં સર્વ તેઓના જેવાં થશે.


જે માણસ નિયમનું‍ શ્રવણ કરતાં પોતાનો કાન અવળો ફેરવી નાખે છે, તેની પ્રાર્થના પણ કંટાળારૂપ છે.


કેમ, કે આડા માણસોથી યહોવા કંટાળે છે; પણ પ્રામાણિક લોકો તેનો મર્મ સમજે છે.


ને તેઓના દેવોને બાળી નાખ્યા છે; કેમ કે તેઓ દેવો નહોતા, માત્ર માણસના હાથની કૃતિ-લાકડાં તથા પથ્થર-હતા; માટે તેઓએ તેમનો નાશ કર્યો છે.


તેઓ સર્વ વ્યર્થ છે, તેઓનાં કામ શૂન્ય જ છે; તેઓની ઢાળેલી મૂર્તિઓ વાયુ [જેવી] તથા શૂન્યવત છે.


તેઓ બહાર નીકળીને જે માણસોએ મારો અપરાધ કર્યો હતો, તેઓનાં મુડદાં જોશે, કેમ કે તેઓનો કીડો મરનાર નથી, ને તેઓનો અગ્નિ હોલવાશે નહિ; અને તેઓ સર્વ માનસજાતને ધિક્કારપાત્ર થઈ પડશે.”


દરેક માણસ પશુવત તથા જ્ઞાનહીન થયો છે! દરેક સોની પોતાની કોતરેલી મૂર્તિથી લજ્જિત થયો છે! કેમ કે તેની ગાળેલી મૂર્તિ અસત્ય છે; તેઓમં શ્વાસ નથી.


તેઓ વ્યર્થતા છે, તેઓ ભ્રાન્તિરૂપ છે. તેઓના શાસનની વેળાએ તેઓ નાશ પામશે.


તે કાકડીની વાડીના ચાડિયા જેવી છે, તેઓ બોલતી નથી; તેમને ઉપાડવી પડે છે, કેમ કે તેઓ ચાલી શકતી નથી. તેઓથી ન બીઓ, કેમ કે તેઓ ભૂંડું કરી શકે નહિ, તેમ જ ભલું પણ કરી શકે નહિ.”


તેઓ બધા નિર્બુદ્ધ તથા મૂર્ખ છે. મૂર્તિઓ પાસેથી જે શિખામણ મળે છે તે તો [ફકત] લાકડું જ છે.


મૂર્તિઓનાં નૈવેદ ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં [કંઈ જ] નથી, અને એક વિના બીજો કોઈ ઈશ્વર નથી.


‘જે માણસ કોતરેલી કે ગાળેલી [ધાતુની] એટલે કારીગરના હાથે બનેલી મૂર્તિ, જે યહોવાને અમંગળ લાગે છે, તે બનાવીને તેને ગુપ્તમાં ઊભી કરે છે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો ઉત્તર આપે, ‘આમેન.’


તેઓનાં દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી, તેઓના અંગ પરના રૂપા પર કે સોના પર તું લોભાતો નહિ, તેમજ તે તારે માટે લેતો નહિ, રખેને તું તેમાં ફસાઈ પડે; કેમ કે યહોવા તારા ઈશ્વરની નજરમાં એ અમંગળ છે.


અને તું કોઈ અમંગળ [વસ્તુ] તારા ઘરમાં લાવીને તેની જેમ વિનાશપાત્ર થઈશ નહિ. તારે તે છેક ધિક્કારવું, ને તારે તેનાથી છેક કંટાળવું; કેમ કે તે તદન વિનાશપાત્ર‌ છે.


તેના કપાળ પર એક નામ લખેલું હતું, એટલે “મર્મ, મહાન બાબિલોન, વેશ્યાની તથા પૃથ્વીનાં ધિક્કારપાત્ર કૃત્યોની માતા.”


Lean sinn:

Sanasan


Sanasan