Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 41:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કોણે પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે કે જેને ઈશ્વરે ન્યાયીપણામાં પોતાના પગ પાસે બોલાવ્યો છે? તે પ્રજાઓને એને સ્વાધીન કરી દે છે, અને રાજાઓ પર એને અધિકાર આપે છે, તે તેમને ધૂળની જેમ એની તરવારને, ને ઊડતાં ફોતરાંની જેમ એના ધનુષ્યને સોંપી દે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 કોણે પૂર્વના એક રાજાને ઉશ્કેરીને પોતાના ન્યાયીપણાના પ્રતિપાદન અર્થે બોલાવ્યો છે? કોણે પ્રજાઓને તેના હાથમાં સોંપી દીધી છે? કોણે રાજાઓને એને તાબે કરી દીધા છે? તે પોતાની તલવારથી તેમને ધૂળમાં મેળવી દે છે અને પોતાનાં તીરોથી તેમને ઊડી જતા તરણા જેવા કરી નાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કોણે પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે? કોને ઈશ્વરે ન્યાયીપણામાં પોતાની સેવાને માટે બોલાવ્યો છે? તે પ્રજાઓને એને સ્વાધીન કરી દે છે અને રાજાઓ પર એને અધિકાર આપે છે; તે તેમને ધૂળની જેમ એની તલવારને, અને ઊડતાં ફોતરાંની જેમ એના ધનુષ્યને સોંપી દે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પૂર્વમાંથી આ વ્યકિતને કોણે ઊભી કરી છે, જેને પગલે પગલે વિજય મળે છે? તેને ઊભો કરનાર બીજો કોઇ નહિ પણ યહોવા પોતે જ છે. એમની તરવારથી તેઓ રજકણની જેમ વેરાઇ જાય છે. અને એનાં ધનુષ્યથી તેઓ તરણાંની જેમ ઊડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 41:2
22 Iomraidhean Croise  

અને તેરા પોતાના દિકરાનો દીકરો લોત, જે હારાનનો દીકરો તેને, તથા પોતાના દિકરા ઇબ્રામની પત્ની સારાયને લઈને તેઓ સુદ્ધાં કાસ્દીઓના ઉરમાંથી, કનાન દેશમાં જવાને નીકળ્યો; અને તેઓ હારાનમાં આવીને ત્યાં રહ્યાં.


અને ઇબ્રામ નવ્વાણું વર્ષનો થયો, ત્યારે યહોવાએ ઇબ્રામને દર્શન આપ્યું ને તેને કહ્યું, “સર્વસમર્થ ઈશ્વર હું છું; તું મારી સમક્ષ ચાલ, ને પરિપૂર્ણ થા.


ત્યારે મેં તેઓને ખાંડીને ભૂમિની ધૂળ જેવા કરી નાખ્યા, તેઓને રસ્તાના કાદવની જેમ મેં ખૂંદ્યા, ને તેઓને ચોતરફ વિખેરી નાખ્યા,


તેણે પચાસ સવારો, દશ રથો તથા દશ હજાર પાયદળ સિવાય યહોઆહાઝ પાસે બીજું કંઈ સૈન્ય રહેવા દીધું નહિ. કેમ કે અરામના રાજાએ તેમનો નાશ કરીને તેમને ખળીની ધૂળ જેવા કરી નાખ્યા હતા.


“ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે કે, આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે. અને યહૂદિયામાંના યરુશાલેમમાં યહોવાને માટે એક મંદિર બાંધવાની યહોવાએ મને આજ્ઞા આપી છે. તેમના લોકમાંનો જે કોઈ તમારામાં હોય, તે ત્યાં જાય. તેમનો ઈશ્વર યહોવા તેમની સાથે હોજો.” .


તેમાં તેણે પોતે કહ્યું, “આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે, ને યહૂદિયામાંના યરુશાલેમમાં પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે.


તેઓ રોપાયા ન રોપાયા, તેઓ વવાયા ન વવાયા, તેઓનાં મૂળ જમીનમાં બાઝયાં કે, તરત જ તે તેઓ પર ફૂંક મારે છે, એટલે તેઓ સુકાઈ જાય છે, ને વંટોળિયો તેમને ફોતરાંની જેમ ઉડાવી દે છે.”


મેં ઉત્તર તરફથી એકને ઊભો કર્યો છે ને તે આવ્યો છે; એટલે સૂર્યોદય [ની જગાએ] થી મારે નામે વિનંતી કરનાર [આવ્યો છે] ; અને જેમ કોઈ કાદવને ગૂંદે છે, જેમ કુંભાર માટીને ગૂંદે છે, તેમ તે અધિપતિઓને ગૂંદશે.


તે તેઓની પછવાડે પડે છે; અને જે માર્ગે અગાઉ તેનાં પગલાં પડયાં નહોતાં, તેમાં તે સહીસલામત ચાલ્યો જાય છે.


“મેં યહોવાએ તેને દઢ હેતુથી બોલાવ્યો છે, તારો હાથ હું પકડી રાખીશ, તારું રક્ષણ કરીશ, વળી તને લોકના હકમાં કરારરૂપ, ને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ;


યહોવા કહે છે, “કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે, તેની આગળ હું રાજાઓની કમરો ઢીલી કરી નાખીશ; જેથી દરવાજા ખૂલી જશે, ને દ્વારો બંધ કરવામાં આવશે નહિ.”


મેં તેને ન્યાયી [ઉદેશથી] ઊભો કર્યો છે, તેના સર્વ માર્ગો હું સીધા કરીશ; તે જ મારું નગર બાંધશે, ને કંઈ મૂલ્ય અથવા બદલો [લીધા] વગર મારા બંદીવાનોને તે છોડી મૂકશે.” સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે.


પૂર્વથી ગીધ પક્ષીને, એટલે દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર પુરુષને, હું બોલાવનાર છું; હું બોલ્યો છું, અને તે પાર પણ પાડીશ; મેં ધારણા કરી છે, તે હું પૂરી કરીશ.


હું, હું જ બોલ્યો છું; વળી મેં જ તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું, તે પોતાના માર્ગમાં સફળ કરશે.


પ્રભુએ મારામાંના મારા સર્વ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા જુવાનોને કચરી નાખવા માટે યહોવાએ મારી વિરુદ્ધ ઘાડાં બોલાવ્યાં છે. પ્રભુએ દ્રાક્ષાકુંડમાં યહૂદિયાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે.


આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા ને પરાત્પર ઈશ્વરનો યાજક હતો. તેણે જ્યારે ઇબ્રાહિમ રાજાઓની કતલ કરીને પાછો આવ્યો, ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો,


પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર, એટલે ફ્રાત પર રેડી દીધું. એટલે પૂર્વથી જે રાજાઓ આવનાર‌ છે તેઓને માટે રસ્તો તૈયાર થાય, માટે તેનું પાણી સૂકાઈ ગયું.


વળી મેં બીજા એક દૂતને પૂર્વ દિશાથી ચઢતો જોયો, તેની પાસે જીવતા ઈશ્વરની મુદ્રા હતી. અને જે ચાર દૂતોને પૃથ્વી તથા સમુદ્રને ઉપદ્રવ કરવાની [સત્તા] આપવામાં આવી હતી, તેઓને તેણે મોટે અવાજે હાંક મારીને કહ્યું,


Lean sinn:

Sanasan


Sanasan