Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 41:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 હું ઉજજડ ડુંગરો પર નાળાં, ને ખીણોમાં કૂવા કરીશ; હું અરણ્યને પાણીનું તળાવ, ને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 વેરાન ડુંગરો પર હું નદીઓ વહાવીશ અને ખીણોમાં ઝરણાં વહાવીશ. હું રણપ્રદેશને પાણીના તળાવમાં અને સૂકી ભૂમિને ઝરણામાં ફેરવી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 હું ઉજ્જડ ડુંગરો પર નાળાં અને ખીણોમાં ઝરણાં વહેવડાવીશ; હું અરણ્યને પાણીનું તળાવ અને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 હું તેઓને માટે ઉજ્જડ ડુંગરોમાં નદીઓ વહેવડાવીશ અને ખીણોની વચ્ચે ઝરણાં આપીશ! અરણ્યમાં પાણીના સરોવરો થશે અને સૂકી ધરતીમાં ઝરા વહેવા માંડશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 41:18
24 Iomraidhean Croise  

તે ખીણોમાં ઝરા ફોડે છે; તેઓ ડુંગરોની વચ્ચે વહે છે;


તેમણે ખડક તોડ્યો, એટલે પાણી નીકળી આવ્યું; તે નદી થઈને સૂકા પ્રદેશમાં વહેવા લાગ્યું,


વળી તે રાનને સ્થાને સરોવર, અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.


દક્ષિણનાં નાળાંમાં પાણી ચઢે છે, તેમ, હે યહોવા, અમારા બંદીવાસમાં પડેલાઓને પાછા લાવજો.


જેના વહેળા ઈશ્વરના નગરને, એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે.


ત્યારે તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.


વળી કતલને મોટે દિવસે જ્યારે બુરજો પડશે ત્યારે સર્વ ઊંચા પર્વત પર ને સર્વ ઊંચા ડુંગર પર નાળાં ને પાણીના પ્રવાહો વહેશે.


[તેમાંનો] દરેક માણસ વાયુથી સંતાવાની જગા તથા તોફાનથી ઓથા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળા જેવો, કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે.


ત્યાં તો યહોવા જે મહિમાવાન છે તે આપણી સાથે હશે, તે પહોળી નદીઓ તથા નાળાંને સ્થાને થશે; શત્રુની હલેસાંવાળી નાવ તેમાં જનાર નથી, ને શોભાયમાન વહાણ તેની પાર જનાર નથી.


અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની જેમ ખીલશે.


કેમ કે હું તરસ્યા પર પાણી રેડીશ તથા સૂકી ભૂમિ પર ધારાઓ વરસાવીશ; હું તારા સંતાન ઉપર મારો આત્મા, તથા તારા ફરજંદ પર મારો આશીર્વાદ રેડીશ;


તે તેઓને રણમાં દોરી લઈ ગયા, તોપણ તેઓ તરસ્યા રહ્યા નહિ; તેમણે તેઓને માટે ખડકમાંથી પાણી વહેતું કર્યું; વળી તેમણે ખડક ફાડયા, અને [તેમાંથી] પાણી ખળખળ વહ્યું.”


યહોવા તને નિત્ય દોરશે, ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે, ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવો, ને ઝરાના અખૂટ પાણીના જેવો થઈશ.


તે માટે પ્રભુ યહોવા કહે છે, “જુઓ મારા સેવકો ખાશે, પણ તમે તો ભૂખ્યા રહેશો; જુઓ, મારા સેવકો પીશે, પણ તમે તો તરસ્યા રહેશો; જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે તો લજ્જિત થશો;


તે દિવસે પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે, ને ડુંગરોમાંથી દૂધ વહેશે. યહૂદિયાના સર્વ વહેળાઓમાં પાણી વહેશે; યહોવાના મંદિરમાંથી ઝરો નીકળશે, ને તે શિટ્ટીમની ખીણને પાણી પાશે,


વળી તે દિવસે યરુશાલેમમાંથી જીવતાં પાણી નીકળીને વહેશે; એટલે અડધાં પૂર્વ સમુદ્ર તરફ ને અડધાં પશ્ચિમ સમુદ્ર તરફ; એમ ઉનાળામાં તથા શિયાળામાં પણ થશે.


ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે બતાવી.


કેમ કે રાજયાસનની મધ્યે જે હલવાન છે, તે તેઓના પાળક થશે, અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે, અને ઈશ્વર તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે.”


ત્યારે લેહીમાં એક ખાડો છે તેમાં ઈશ્વરે ફાટ પાડી, ને તેમાંથી પાણી નીકળ્યું; અને પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો, ને સાવચેત થયો; માટે તેણે તે જગાનું નામ એન-હાકકોરે પાડ્યું, તે આજ સુધી લોહીમાં છે.


Lean sinn:

Sanasan


Sanasan